માત્ર ₹65નો શેર હવે કરશે ધમાલ! રાજકોટની કંપનીના મોટા પ્લાનને મળી ગ્રીન સિગ્નલ
- Team Vibrant Udyog
- 1 day ago
- 2 min read
- NSE અને BSE તરફથી 'No Objection' મળતાં Suzlon Global Services Limitedનું વિલય હવે શક્ય બન્યું છે, જે કંપની માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.
- જાન્યુઆરી-માર્ચ 2025 દરમિયાન Suzlon Energyનો નેટ પ્રોફિટ 1181 કરોડ સુધી પહોચ્યો, જે એના શેરમાં નવા તેજી પ્રવાહની શક્યતા બતાવે છે

રિન્યુએબલ એનર્જી સેક્ટરની કંપની Suzlon Energyના શેરમાં સોમવારે 7 જુલાઈએ માર્કેટ ખુલતાની સાથે એક્શન જોવા મળી શકે છે. કંપનીએ એક્સચેન્જોને પોતાના પ્લાનિંગ વિશે મોટી જાણકારી આપી છે. Suzlon Energyએ ગત શુક્રવારે જ માર્કેટ બંધ થયાના થોડા સમય બાદ જાણકારી આપી હતી. જણાવી દઈએ કે Suzlon Energyના શેર શુક્રવારે લગભગ 0.50%ના વધારા સાથે 65.65 રૂપિયા પ્રતિ શેરના ભાવે બંધ થયા હતા.
Suzlon Energyએ જણાવ્યું કે તેણે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને BSE તરફથી પોતાની કોર્પોરેટ રિસ્ટ્રક્ચરિંગ સ્કીમ માટે 'No Objection' સર્ટિફિકેટ મળ્યું છે. આ મંજૂરીથી Suzlon Energyની પૂર્ણ સ્વામિત્વવાળી સહાયક કંપની, Suzlon Global Services Limitedનું મૂળ કંપનીમાં વિલયનો માર્ગ મોકળો થઇ ગયો છે. કંપનીએ 5 જુલાઈએ એક્સચેન્જોને આપેલી જાણકારીમાં જણાવ્યું કે આ મંજૂરી ગુરુવાર, 3 જુલાઈના રોજ મળી હતી. આ રિસ્ટ્રક્ચરિંગ એક 'સ્કીમ ઓફ અરેન્જમેન્ટ' અંતર્ગત રહ્યું છે, જેમાં Suzlon Energy, તેના શેરધારક અને ક્રેડિટર્સ સામેલ છે.
બેલેન્સ શીટ મજબૂત કરવાની યોજના
આ યોજના અંતર્ગત Suzlon Energy પોતાના સામાન્ય રિઝર્વંથી ક્રેડિટ બેલેન્સને રિટેન્ડ અર્નિંગ્સમાં ટ્રાન્સફર કરશે, જેથી ગત વર્ષના નુક્શાનને ઘટાડી શકાય. કંપનીએ કહ્યું કે, "આ રિસ્ટ્રક્ચરિંગથી આપણી બેલેન્સ શીટને મજબૂત કરવામાં મદદ મળશે, જેનાથી ડિવિડન્ડ આપવાની ક્ષમતા વધશે અને લાંબાગાળાના રોકાણકારોને આકર્ષિત કરવા સરળ રહેશે."
- ટ્રાન્સપરન્સી: સ્કીમ જમા કર્યા બાદ કરવામાં આવેલી કોઈપણ વધારાની જાણકારી Suzlon Energy અને સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ પર જાહેર કરવાની રહેશે.
- SEBI દાખલ થયા બાદ સ્કીમમાં કોઈ ફેરફાર નહીં કરી શકાય, જ્યાં સુધી નિયામક કે ટ્રિબ્યુનલનો આદેશ ન હોય.
- સેબીના નિયમોનું પાલન કરવાનું રહેશે.
- સ્કીમમાં ઉપયોગ થનાર ફાઇનાન્શિયલ ડેટા 6 મહિનાથી વધુ જૂના ન હોવા જોઈએ.
Suzlon Energy: શેર પર નજર
Suzlon Energyના શેર NSE પર 0.58% એટલે કે 0.38 રૂપિયાના વધારા સાથે 66.65 રૂપિયા પર બંધ થયા હતા. ચોથા ક્વાર્ટરમાં એટલે કે જાન્યુઆરી-માર્ચ 2025માં કંપનીનો નેટ પ્રોફિટ 365% વધીને 1181 કરોડ રૂપિયા થઇ ગયો છે, જે ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં 254 કરોડ રૂપિયા હતો. આ દરમિયાન કંપનીની કુલ આવક 3774 કરોડ રૂપિયા રહ્યી હતી.
Comentários