મિલકતના સોદામાં કોઈ પાસે વધુ તો કોઈ પાસે ઓછી ડ્યૂટી લઈ કરપ્શન કરે તેવી શક્યતા
- Team Vibrant Udyog
- 2 days ago
- 3 min read
Updated: 2 days ago
1982થી 2001ના ગાળામાં એલોટમેન્ટ લેટરથી ખરીદેલી મિલકત પરની બાકી સ્ટેમ્પ ડ્યૂટી ભરવા માટે વ્યક્તિ સામેથી જાય તો કલમ 40ની જોગવાઈ હેઠળ તેની પાસેથી દંડ વસૂલી શકાતો જ નથી

ગુજરાત સરકારે સ્ટેમ્પ ડ્યૂટીના પ્રમાણમાં દરેક કેસમાં અલગ અલગ સ્ટેમ્પ ડ્યૂટી લઈને કોઈને ફેવર કરવાનો કે પછી કોઈની પાસે તોડીને સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનો રસ્તો ખોલી દીધો છે. સ્ટેમ્પ ડ્યૂટી એક્ટમાં કલમ 9 નવી દાખલ કરીને આ સત્તા મેળવી લીધી છે. આ કલમનો દુરુપયોગ થવાની અને તેનાથી ભ્રષ્ટાચાર વધવાની શક્યતા રહેલી છે. સ્ટેમ્પ એક્ટની કલમ 53-એમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કલેક્ટર સર્ટિફિકેટ ઇશ્યૂ થયા તારીખથી છ વર્ષમાં સ્ટેમ્પ ડ્યૂટી કલેક્ટ કરી લેવી જરૂરી છે. ગુજરાતમાં 40 વર્ષ બાદ સ્ટેમ્પ ડ્યૂટીની ડિમાન્ડ ઊભી કરવામાં આવી છે.
સ્ટેમ્પ એક્ટની જ કલમ 40માં જોગવાઈ કરવામાં આવી છે કે બાકી સ્ટેમ્પ ડ્યૂટી ભરવા માટે જે કોઈ વ્યક્તિ સામેથી જાય તો તેની પાસેથી દંડ લેવાનો થતો જ નથી. આ સંજોગમાં સ્ટેમ્પ ડ્યૂટી 20 ટકા લેવાનો અને તેના પર 20 ટકાનો દંડ લગાડવાની જોગવાઈને કારણે પણ 1982થી 2001ની સાલ વચ્ચે એલેટમેન્ટ લેટરથી કે પછી પઝેશન લેટરથી ફ્લેટ કે કોમર્શિયલ મિલકત ખરીદનારાઓને અન્યાય થશે. અગાઉ આ દંડની રકમ 100 ટકા રાખવામાં આવી હતી. હવે તેને બદલે 20 ટકા દંડ લેવાનો નિર્ણય પણ ઉચિત જ નથી. કલમ 40માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ સામેથી સ્ટેમ્પ ડ્યૂટી ભરવા જનાર પાસેથી દંડ વસૂલી શકાતો નતી.
સ્ટેમ્પ ડ્યૂટી સામેથી ભરવા જનાર વ્યક્તિએ સરકારે જૂન 2025માં બહાર પાડેલા નોટિફિકેશન પ્રમાણે જૂની વ્યવસ્થા પ્રમાણે ભરવા પાત્ર થતી સ્ટેમ્પ ડ્યૂટીના 20 ટકા સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો જૂના નિયમ પ્રમામએ રૂ. 5000 સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની થતી હોય તો માત્ર જૂન 2025માં કરવામાં આવેલા સુધારા મુજબ મિલકત માલિકે 20 ટકા પ્રમાણે માત્ર રૂ. 1000 જ ભરવાની થાય છે. તેના પર દંડ વસૂલી શકાતો નથી. કારણ કે બાકી સ્ટેમ્પ ડ્યૂટી ભરવા માટે મિલકતના માલિક સામેથી ગયા છે. આમ સામેથી સ્ટેમ્પ ડ્યૂટી ભરવા જનાર પાસે દંડની રકમ લેવી તે કાયદાના ભંગ સમાન જ છે. ખુદ સરકારી તંત્ર કાયદાનો આ ભંગ કરે તો તે કોર્ટમાં પડકારવાને પાત્ર બની જાય છે. ખુદ સરકારી તંત્ર કાયદાનો ભગ કરે તે અસહ્ય છે. સરકાર માને છે કે પ્રજા પાસેથી 400 ટકાને બદલે 80 ટકા દંડ લેવાની જોગવાઈ કરીને પ્રજાને ખુશ કરી દીધી છે તો તે સરકારનો ભ્રમ છે.
ત્રીજું લિમિટેશન એક્ટ હેઠળ સરકાર 1982નો ટેક્સ 2021માં 40 વર્ષ પછી વસૂલી શકતી જ નથી. જે ટેક્સ જ લઈ શકાતો નથી તે ટેક્સ તો વસૂલે જ છે. ઉપરાંત તેના પર ટેક્સની કુલ રકમના 80 ટકા દંડ વસૂલે છે. આ ધરાર અન્યાયકર્તા છે. ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958(સુધારેલા) સ્ટેમ્પ ડ્યૂટીની આકારણી કરનાર કલેક્ટર સ્ટેમ્પ ડ્યૂટી માટેનું સર્ટિફિકેટ આપ્યાની તારીખથી છ વર્ષની અંદર સ્ટેમ્પ ડ્યૂટી કલેક્ટ કરી શકે છે. તેનો અર્થ એ થયો કે છ વર્ષથી વધુ મુદત થઈ જાય તો તેના પર સ્ટેમ્પ ડ્યૂટી વસૂલી શકાતી નથી. મિલકત માલિકે ન ભરેલી સ્ટેમ્પ ડ્યૂટીની રકમ પર વાર્ષિક 15 ટકાના દરે સાદુ વ્યાજ લઈ શકે છે. બોમ્બે-ગુજરાત સ્ટેમ્પ એક્ટમાં વસૂલી કરવાની કાયદેસર સમય મર્યાદા નક્કી ન કરવામાં આવી હોવા છતાં વાજબી સમયમાં તેની વસૂલી કરી લેવા જણાવવામાં આવ્યું છે. કાયદામાં કરવામાં આવેલી પ્રસ્તુત જોગવાઈને ધ્યાનમાં લેતા 40 વર્ષ પછી ડ્યૂટી વસૂલવી તેને વાજબી સમયગાળા તરીકે ઓળખાવી શકાય નહિ. આમ ગુજરાત સરકાર 1982થી 2001ના ગાળામાં એલોટમેન્ટ લેટર પર મિલકતના કરવામાં આવેલા વેચાણ પર સ્ટેમ્પ ડ્યૂટી ખરીદવાનો અધિકાર જ ધરાવતી નથી. મુંબઈ હાઈકોર્ટે 2024માં કરેલા અવલોકનમાં જણાવવામાં આવ્યું છે કે પુનરવલોકનની કામગીરી 10 વર્ષમાં થઈ જવી .
કલમ 9માં શી જોગવાઈ કરવામાં આવી છે

સ્ટેમ્પ એક્ટની કલમ 9 (ક) જણાવે છે કે કોઈ લેખ અથવા મુકરર વર્ગના લેક અથવા તે વર્ગના લેખમાંના કોઈ વિશેષ લેખની બાબતમાં અથવા કોઈ વિશેષ વર્ગની વ્યક્તિઓએ કે વ્યક્તિઓને અથવા તો તે વર્ગની કોઈ વિશિષ્ટ વ્યક્તિએ અથવા તો વિશિષ્ટ વ્યક્તિને કરી આપવાના કોઈ લેખની બાબતમાં જે ડ્યૂટી લેવાને પાત્ર હોય તે આખા રાજ્યમાં અથવા તો તેના કોઈ ભાગમાં કોઈ આગામી અથવા તો પાછલી તારીખથી ઓછી અથવા માફ કરી શકશે.
Comments