આજે NIFTY FUTUREમાં શું કરશો?

નિફ્ટી ફ્યુચરમાં 16555ની ઉપર લેણ અને 16549ની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 180 પ્લસ. 6ના સ્ટોપલૉસ સાથે ટ્રેડિંગ કરી શકાય. બજાર 16549ની નીચે આવે તો તે તૂટીને 16256 અને 15933ની સપાટી સુધી આવી શકે છે. બેન્ક નિફ્ટિ ફ્યુચર ઇન્ટ્રા ડેમાં 34665ની ઉપર લેણ અને 34644ની નીચે વેચાણ કરી શકાય છે. ટાર્ગેટ રેન્જ 90, 150 અને 600 પ્લસ. 21નો સ્ટોપલૉસ રાખીને બજારમાં કામકાજ કરી શકાય છે.
Reliance: રિલાયન્સમાં 2268ની ઉપર લેણ કરી શકાય છે. (ટી પ્લસ 6). ભાવ વધીને 2300 અને 2375 સુધી જઈ શકે છે.
2259નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય છે. સ્ટોપલૉસ ટ્રિગર કરે તો તેવે સમયે પણ ટ્રેડરો નવેસરથી લેવાલી કરી શકે છે. જો ભાવ 2268ની સપાટી ક્રોસ કરે તો. (ટ્રેડિંગના છ દિવસનો અંદાજ મૂકવામાં આવ્યો છે.) 30મી ડિસેમ્બરે એક્સપાયર થઈ રહેલા નિફ્ટીની 17000ની સપાટીએ કૉલ ઓપ્શનમાં 65થી 45ની રેન્જમાં લેવાલી કરી શકાય. ટાર્ગેટ 120, 300, 600 કે તેનાથીય વધારે. મર્યાદિત જોખમ સાથે કામકાજ કરી શકાય છે. નિકુલ કિરણ શાહ સેબી રજિસ્ટર્ડ સ્ટોકમાર્કેટ રિસર્ચ એનાલિસ્ટ