દરદીઓના જીવનને સલામત બનાવતા ફાર્મા ઉદ્યોગના પ્લાન્ટમાં કામ કરતાં દરદીઓની સલામતી સામે સવાલ

ફાર્મા ઉદ્યોગમાં કામદારીને સલામતીને મુદ્દે બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનો નિર્દેશ
પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવતા ગુજરાતમાં પણ કામફાર્માસ્યૂટિકલ દારોની સલામતી અંગે શંકાકુશંકાઓ
ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં
ફાર્મા ઉદ્યોગ રોગને નિયંત્રિત કરીને મટાડી આપવાની દવા બનાવી દરદીઓના જીવનનું રક્ષણ તો કરે જ છે, પરંતુ દવા બનાવતી કંપનીઓના એકમમાં કામ કરતાં કામદારોના આરોગ્ય સામે ખતરો ઊભો થઈ રહ્યો હોય અને તેમની સલામતી સામે ખતરો ઊભો થઈ રહ્યો છે. પરંતુ તેને માટે ખાસ કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતી હોવાની મોટી ફરિયાદ છે.
ગત 30મી જૂને હૈદરાબાદના પાશ્માયાલારમની સિગાચિ ઔદ્યોગિક વસાહતમાં થયેલા વિસ્ફોટમાં અંદાજે 44 વર્કરોએ જાન ગુમાવ્યા તે પછી આ મુદ્દે ચર્ચા વધી રહી છે. આ દુર્ઘટના બન્યા પછી આઠ જણનો હજીય કોઈ પત્તો મળ્યો નથી. બીજા 33ને ઇજા થયેલી છે.આન્ધ્રાપ્રદેશ અને તેલંગણાના ફાર્માસ્યૂટિકલ પ્રોડક્ટ્સના એકમોમાં ઘણીવાર આ પ્રકારની દુર્ઘટનાઓ બની રહી હોવાથી ચર્ચાએ જોર પકડ્યું છે. આન્ધ્ર અને તેલંગણાના એકમો મળીને કુલ 80,000 કામદારો નોકરી કરી રહ્યા છે.
આ બે રાજ્યની ફાર્માસ્યૂટિકલ એકમની પરિસરના વિસ્તારમાં રહેતા લોકોની સલામતી સામે પણ આ જ કારણોસર સવાલ ઊઠી રહ્યા છે. 10મી જૂને પારવાડા એસઈઝેડમાં એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બનેલી દુર્ઘટનામાં બે કામદારોએ જીવ ગુમાવ્યા હતા. તેમ જ ઓગસ્ટ 2024માં મિથાઈલ ટર્શિયરી બ્યુટાઈલ એથરનું ગળતર-લીકેજ થવાથી વિસ્ફોટ થયો હતો. મે 2020માં એલજી પોલીમર્સ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના એકમમાં કેમિકલ વેપરનું ગળતર થતાં 10 જણાએ જાન ગુમાવ્યા હતા.
પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ આ ઘટનાઓ બની ગયા પછી એમ જણાવ્યું હતું કે ફાર્માસ્યૂટિકલ પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ કે ફેક્ટરીઓ સ્વયં શિસ્તનું પાલન કરતી હોય તો આ પ્રકારના અકસ્માત થવાની શક્યતા ઓછી થઈ જાય છે. આ અંગે નિષ્ણાતો સલાહ લેવી જરૂરી છે.