એઆઈ કંપનીઓના શેર્સમાં રોકાણ કરનારાઓ ઇન્વેસ્ટર્સ ચેતતા રહે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કંપનીઓના શેર્સના ભાવમાં ગમે ત્યારે ગાબડાં પણ અને તેના ભાવ તૂટીને તળિયે આવી જાય તેવી આશંકા
અમદાવાદઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ના સેક્ટરમાં સક્રિય બનેલી કંપનીઓમાંથી સંખ્યાબંધ કંપનીઓ સ્પર્ધાની તીવ્રતામાં ખોવાઈ જવાની સંભાવના રહેલી હોવાની ચેતવણી માઈક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ક્લિન્ટને ચેતવણી આપી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સેક્ટરમાં અકલ્પનિય સ્પર્ધાનો આરંભ થઈ ગયો છે. ઊંચા મૂલ્યાંકન સાથેની દરેક કંપનીઓ તીવ્ર સ્પર્ધામાં સફળતાના શિખર પર પહોંચી શકતી નથી.
હજી ગઈકાલે જ આરઆરપી સેમિકન્ડક્ટર્સના શેર્સના ભાવમાં આવેલા ઊછાળા પછી શેર્સ ગમે ત્યારે બેસી જવાની ચેતવણીઓ પણ નિષ્ણાતો આપવા માંડ્યા છે. આમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રની કંપનીઓનો પરપોટો ગમે ત્યારે ફૂટી જવાની દહેશત ઊભી થઈ ચૂકી છે. પરિણામે એ.આઈ. કંપનીઓના શેર્સના ભાવમાં કરેક્શન થવાની શક્યતા માટે શેરબજારના રોકાણકારો સજ્જ કે તૈયાર રહે તે જરૂરી છે. આર્ટિફિશિયલ ઇન્ટેજિલન્સની ટેક્નોલોજી આગામી વરસોમાં વિશ્વને નવો આકાર આપે તેમ હોવા છતાંય તેની સ્પર્ધામાં અનેક કંપનીઓના ડબ્બા ગુલ થઈ જવાની શક્યતા સામે પણ આંખ આડા કાન કરી શકાય તેમ નથી. આમ અત્યારે એઆઈની જે કંપનીઓના શેર્સના ભાવ સાતમે આસમાને પહોંચી ગયા છે તે ગમે ત્યારે તૂટીને તળિયે આવી શકે છે.
એઆઈ આધારિત અનેક કંપનીઓના શેર્સના ભાવ અકલ્પનિય ઊંચાઈએ પહોંચ્યા છે. આ તમામ કંપનીઓના શેર્સના ઇન્વેસ્ટર્સે ચેતતા રહેવું જરૂરી છે. શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રમાં એઆઈ લાભદાયક સાબિત થઈ શકે છે. છતાં સ્પર્ધા માટે તેમણે તૈયાર રહેવું પડશે.



