શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ટરગ્લોબ એવિએશન અને આદિત્ય બિરલા રિયલ એસ્ટેટના શેર્સમાં રોકાણ કરી શકો
ત્રણેય શેર્સમાં મોતીલાલ ઓસવાલે ખરીદવાની ભલામણ કરી છે કે આગામી મહિનાઓમાં ત્રણએય શેર્સના ભાવમાં 33 ટકા સુધીનો વધારો આવી શકે
ક્રિસમસ સપ્તાહની શરૂઆત શેરબજારની ચાલ પોઝિટીવ રહી છે. દરમિયાન સ્થાનિક બ્રોકરેજ પેઢી-ફર્મ મોતિલાલ ઓસવાલે મજબૂત વૃદ્ધિ ક્ષમતા ધરાવતા ત્રણ શેરોની પસંદગી કરી છે. આ ત્રણ કંપનીઓમાં શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડિગો) અને આદિત્ય બિરલા રિયલ એસ્ટેટનો સમાવેસ થાય છે. બ્રોકરેજ કંપનીએ પ્રસ્તુત ત્રણેય શેરમા લેવાલી કરવાની સૂચના આપી છે. બીજા શબ્દોમાં કહીએ તો ‘Buy’ રેટિંગ આપ્યું છે. આ ત્રણેય શેર્સમાં આગામી મહિનાઓમાં મહત્તમ 33 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી શકે તેવી સંભાવના દર્શાવી છે.
શ્રીરામ ફાઇનાન્સ અંગે મોતીલાલ ઓસવાલ
મોતિલાલ ઓસવાલે શ્રીરામ ફાઇનાન્સ પર પોતાનું ‘Buy’ રેટિંગ યથાવત્ રાખ્યું છે. કંપની માટે રૂ.1,100નું ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. કંપનીના શેર્સના વર્તમાન ભાવથી તેના ભાવમાં અંદાજે 22 ટકાનો વધારો થવાની શક્યતાને દોહરાવી છે. વૈશ્વિક નાણાકીય સંસ્થા MUFGની એન્ટ્રી શ્રીરામ ફાઇનાન્સ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સુધારો સાબિત થશે. આ ભાગીદારી કંપનીની બજારમાં સ્થિતિ અને લાંબા ગાળાની નફાકારકતા માટે પોઝિટિવ રહેશે. મજબૂત બેલેન્સ શીટ ધરાવતા વૈશ્વિક ભાગીદારથી ફંડિંગ ખર્ચ (Cost of Funds)માં માળખાગત ઘટાડો સહિત અનેક ફાયદા થવાની શક્યતા છે.
🔹 ઇન્ટરગ્લોબ એવિએશન (IndiGo) અંગે મોતીલાલ ઓસવાલ
મોતિલાલ ઓસવાલે ઇન્ટરગ્લોબ એવિએશન પર પણ ‘Buy’ રેટિંગ યથાવત્ જાળવી રાખ્યું છે અને રૂ.6,300નો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે. જે હાલના ભાવથી અંદાજે 22 ટકાનો વધારો સૂચવે છે. કંપનીના ઓપરેશનલ અવરોધો અને રૂપિયાના અવમૂલ્યન જેવી ટૂંકા ગાળાની પડકારો હોવા છતાં કંપનીની લાંબાગાળાની વૃદ્ધિ વ્યૂહરચના મજબૂત છે. ઇન્ડિગોનું ડોમેસ્ટિક નેટવર્ક તેની કામગીરીનો મુખ્ય આધાર છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વિસ્તરણ કંપનીને વધારાની આવક અને માર્જિન માટે સહાયક બનશે. મજબૂત ફ્લીટ વિસ્તરણ, નવા રૂટ્સ અને સ્પર્ધાત્મક ભાડાંને કારણે ઇન્ડિગો લાંબા ગાળે માર્કેટ લીડર રહેશે.
🔹 આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ અંગે મોતીલાલ ઓસવાલ
મોતિલાલ ઓસવાલે આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ પર કવરેજ શરૂ કરી ‘Buy’ રેટિંગ આપ્યું છે. શેર માટે રૂ.2,275નો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરવામાં આવ્યો છે, જે 33 ટકાથી પણ વધુ ભાવ વધારો થવાનો નિર્દેશ આપે છે. બ્રોકરેજ મુજબ, કંપનીના પ્રિસેલ્સમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. FY21થી FY25 દરમિયાન પ્રિસેલ્સમાં 90 ટકા CAGR-સર્વગ્રાહી વિકાસ દર નોંધાયો છે, જે નવા પ્રોજેક્ટ્સ, ભૂગોળીય વિસ્તરણ અને પ્રીમિયમ રિઅલાઇઝેશનને કારણે શક્ય બન્યો છે. આવનારા પ્રીમિયમ પ્રોજેક્ટ્સના મજબૂત પાઇપલાઇનથી FY25-28 દરમિયાન બુકિંગ્સમાં 26 ટકા CAGR રહેવાની અપેક્ષા છે, જે કંપનીની આવક, નફાકારકતા અને કેશ ફ્લોમાં તેજી લાવશે.



