IPO સાથે કોલ ઈન્ડિયાની સહાયક કંપની ભારત કોકિંગ કોલ (BCCL) આવે તેવી સંભાવના

BCCLમાંનું ત્રણ ટકા હોલ્ડિંગ કોલ ઇન્ડિયા લિમિટેડ વેચશે, રૂ. 1300 કરોડનો આઈપીઓ આવવાની સંભાવના
અમદાવાદઃ 2026ની શરૂઆતમાં IPO બજારમાં ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL) શેરબજારમાં પબ્લિક ઇશ્યૂ લઈને આવે તેવી સંભાવના છે. ભારત કોકિંગ કોલ લિમિટેડ કંપની કોલ ઈન્ડિયાની સહાયક કંપની છે. ભલે કંપની તરફથી હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ બજારમાં ચાલતી ચર્ચા મુજબ BCCL નો IPO 2026ની શરૂઆતમાં આવી શકે છે.
IPO અંગેના અહેવાલો બાદ ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન કોલ ઈન્ડિયાના શેરમાં 3 ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. ભારત કોકિંગ કોલ એક મહાનવરત્ન તરીકે ઓળખાતી જાહેર ક્ષેત્રની કંપની છે. આ કંપની કોલ ઈન્ડિયાની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની છે. પ્રસ્તાવિત IPO Offer For Sale (OFS) સ્વરૂપે આવી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો કંપની પાસેના હોલ્ડિંગમાંથી જ તે શેર્સ વેચવાની તૈયારીમાં છે. આમ કોલ ઈન્ડિયા તેના કુલ હોલ્ડિંગમાંથી અંદાજે 10 ટકા હિસ્સો વેચે તેવી સંભાવના છે.
કોલ ઇન્ડિયાની સહાયક કંપનીના IPOનું અંદાજિત કદ: રૂ. 1,300 કરોડ રહે તેવી સંભાવના છે. કંપની નવા શેર્સ ઇશ્યૂ કરશે નહિ. IPOથી મળતી સમગ્ર રકમ કોલ ઈન્ડિયાને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાંથી BCCLને ફાળે કોઈ જ ફંડ ફાળવવામાં આવશે નહીં.
માલિકી અને નિયંત્રણ
કોલ ઈન્ડિયા BCCL નો એકમાત્ર પ્રમોટર છે. BCCL ની કુલ ઇક્વિટી લગભગ 4.66 બિલિયન શેર છે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં જણાવ્યા મુજબ ભારતના રાષ્ટ્રપતિ કે અન્ય પ્રમોટર ગ્રુપ સભ્યો પાસે BCCLમાં સીધી ઇક્વિટી નથી. IPO પછી પણ સરકાર પાસે બોર્ડ નિમણૂક, કેપેક્સ, બજેટ અને ડિવિડેન્ડ નીતિ પર નિયંત્રણ રહેશે.
રોકાણકાર કેટેગરી અને એલોકેશન
IPO માં QIB (Qualified Institutional Buyers) માટે મહત્તમ 50 ટકાનો હિસ્સો રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. QIB ભાગમાંથી 60 ટકા સુધી એન્કર ઇન્વેસ્ટર્સ માટે ફાળવવામાં આવે તેવી સંભાવના છે. એન્કર ઇન્વેસ્ટર્સના હિસ્સામાંથી એક તૃતીયાંશ ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અલગ રાખવામાં આવશે. ફ્લોર પ્રાઇસ, ઓફર પ્રાઇસ, લોટ સાઇઝ વગેરે બુક બિલ્ડિંગ પ્રક્રિયા દરમિયાન નક્કી થશે.
ઇશ્યૂના મુખ્ય સંચાલકોમાં Book Running Lead Managers (BRLMs) તરીકે IDBI Capital Markets & Securities, ICICI Securities, Registrar: KFIN Technologies કામ કરશે.
ભારત કોકિંગ કોલનો બિઝનેસ પ્રોફાઇલ
ભારત કોકિંગ કોલ મુખ્યત્વે કોકિંગ કોલ, નોન-કોકિંગ કોલ અને વોશ્ડ કોલનું ઉત્ખનન કરીને સપ્લાય આપે છે. આ કોલ સ્ટીલ અને પાવર ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કાચા માલ છે. તેની મુખ્ય કામગીરી વિસ્તારમાં ઝારિયા કોલફિલ્ડ (ઝારખંડ) અને રાણિગંજ કોલફિલ્ડ (પશ્ચિમ બંગાળ)નો સમાવેશ થાય છે. FY25 સુધીમાં BCCL ના કુલ ઉત્પાદનમાંથી આશરે 96 ટકા કોકિંગ કોલ છે, જે સ્ટીલ ઉત્પાદન માટે અનિવાર્ય ગણાય છે.


