• 25 December, 2025 - 7:50 PM

વલસાડ: વેપારીઓનો હક છીનવાયો! વલસાડ APMCમાં દુકાનોનાં ભાડા વધારાથી હાહાકાર

વલસાડ એપીએમસી દ્વારા વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.વેપારીઓનો આક્ષેપ છે કે દુકાનોનું ભાડું અચાનક ડબલ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે વેપારીઓ પર ભારે આર્થિક બોજ ઊભો થયો છે.

વેપારી સંગઠનના જનરલ સેક્રેટરી નરેશ બલસારા
વલસાડ ફ્રુટ મર્ચન્ટ એસોસિએશનનાં જનરલ સેક્રેટરી નરેશ બલસારા

વેપારીઓનું કહેવું છે કે તેમનો હક છીનવી લેવામાં આવ્યો છે અને એપીએમસીની નીતિના કારણે માર્કેટ ધીમે ધીમે ખતમ થવાની સ્થિતિમાં પહોંચી ગઈ છે. આટલું જ નહીં, માર્કેટમાં કોઈપણ જાતની મૂળભૂત સુવિધાઓ આપવામાં આવતી નથી, છતાં પણ ભાડા અને વસૂલાતમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

વેપારીઓનો આરોપ છે કે ટ્રક અને ટેમ્પો પાસે પણ પૈસા વસૂલવામાં આવે છે, અને વેપારીઓ પાસેથી જબરજસ્તી ભાડું વસૂલવામાં આવે છે.પરિણામે અનેક વેપારીઓએ પોતાની પ્રવૃત્તિઓ બંધ કરી દેવાની ફરજ પડી છે.

આ સમગ્ર પરિસ્થિતિને લઈને વેપારી સંગઠનના જનરલ સેક્રેટરી નરેશ બલસારાએ જણાવ્યું હતું કે, “એપીએમસીના ખોટા નિર્ણયોના કારણે આજે વલસાડ માર્કેટ સંપૂર્ણ રીતે સુસ્મ વ્યવસ્થામાં ફેરવાઈ ગઈ છે.

Read Previous

હવાલા કૌભાંડ: સુરતનાં જિગર ઘીવાલા, ભાવિક કોટેચા અને રાજુલ પટેલને 11 વર્ષની સજા ફટકારતી લંડનની કોર્ટ

Read Next

કેન્દ્રીય બજેટ 2026-27: કોન્ફેડેરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII)એ મેક્રો-ઇકોનોમિક સ્થિરતા માટે 4-મુદ્દાની વ્યૂહરચના રજૂ કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular