આજે શેરબજારમાં શું કરશો?
ફંડામેન્ટલ્સની દ્રષ્ટિએ આજે ટ્રેડિંગ કરવા જેવો કે ઇન્વેસ્ટ કરવા જેવા ત્રણ શેર્સ કયા છે તે જાણી લો. ટેકનિકલ એનાલિસ્ટના મતના બે શેર્સને સમજી લો
શેરબજારમાં રોકાણ કરીને કમાણી કરવાની ઇચ્છા ધરાવનાર વ્યક્તિ રોજ ને રોજ નવા શેર્સની વિગતોની તલાશ કરે છે. તમારા માટે આ તલાશ અમે કરી આપી રહ્યા છીએ. છતાંય ફરી વાર કહીએ છીએ કે અમે આપેલી વિગત એક અંદાજ છે. માત્ર સંભાવનાઓ દર્શાવે છે. તેમાં રોકાણ કરવાનો નિર્ણય લેતા પહેલા જ તમે બજારના અભ્યાસુઓનો અભિપ્રાય લઈને આગળ વધો તેવી અમારી લાગણી છે. તેના વિના નિર્ણય લેવાને પરિણામે તમને નફો થાય કે નુકસાન થાય તેને માટે અમે જવાબદાર નથી.
1. આજે તૈયાર કરવામાં આવેલી નવમી જાન્યુઆરી 2026ના ઇન્વેસ્ટ કરવા પાત્ર શેર્સની યાદીમાં પ્રથમ નામ HDFC Bank Ltdનું છે. નિષ્ણાતો તેમાં લેવાલી કરવાની ભલામણ કરી રહ્યા છે. HDFC બેન્ક ભારતની સૌથી મજબૂત ખાનગી બેન્કોમાંની એક છે. બેન્ક પાસે મજબૂત ડિપોઝિટ બેઝ છે. તેનો લોનનો પોર્ટફોલિયો સંગીન છે. તેની પાસેથી લોન લેનારાઓની સંખ્યા સતત વધી રહી છે. સૌથી સારી બાબત તો એ છે કે તેનું NPA-નોન પરફોર્મિંગ એસેટ્સ-ફસાયેલી મૂડી ઓછામાં ઓછી હોવાથી શેરબજારના નિષ્ણાતો અને વિશ્લેષકો (એક્સપર્ટ્સ અને એનાલિસ્ટ્સ) એચડીએફસી બેન્કના શેર્સને લાંબા ગાળા માટે રોકાણ કરવાને પાત્ર અને વિશ્વસનીય શેર્સ માને છે. આઠમી જાન્યુઆરી 2026ના એચડીએફસી બેન્કના શેરનો ભાવ રૂ.2.35 તૂટીને રૂ. 946.70 પર બંધ આવ્યો હતો. એનલિસ્ટ્સનો એચડીએફસી બેન્કના શેરનો સરેરાશ ટાર્ગેટ ભાવ રૂ.1,125 થી રૂ. 1,460નો મૂકી રહ્યા છે. આગામી નવથી બાર માસમાં સ્ક્રિપ એક્સપર્ટ્સે દર્શાવેલી ભાવ સપાટીને આંબી જઈ શકે છે. કારણ કે એચડીએફસી બેન્ક દ્વારા આપવામાં આવતી લોન અને ડિપોઝિટમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. એચડીએફસી બેન્કનું સરવૈયું અત્યંત મજબૂત છે અને બેન્કિંગ સેક્ટરમાં મોખરાની બેન્ક તરીકેનું સ્થાન ધરાવે છે. પરિણામે મધ્યમથી લાંબા ગાળા માટે રોકાણ કરવા ઇચ્છનારાઓ એચડીએફસી બેન્કના શેર્સમાં રોકાણ કરી શકે છે.
2. ફંડામેન્ટલની દ્રષ્ટિએ મજબૂત ગણાતો બીજો શેર છે Tata Consultancy Services (TCS). TCS ભારતની સૌથી મોટી IT કંપની છે. વૈશ્વિક સ્તરે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, AI, ક્લાઉડ સેવાઓની ડિમાન્ડ વધતાં કંપનીના લાંબા ગાળાના પરિણામ મજબૂત રહેવાની શક્યતા છે. જોકે આઠમી જાન્યુઆરીએ શેરબજાર બંધ થયા ત્યારે ટીસીએસના શેરનો ભાવ રૂ. 99ના ઘટાડા સાથે રૂ. 3196ની સપાટીએ બંધ આવ્યો હતો. છતાં બાર મહિનામાં ટીસીએસના શેરનો ભાવ વધીને રૂ. 5200થી 5800નું મથાળું બતાવી શકે છે. કારણ કે કંપની પાસે વૈશ્વિક સ્તરે મજબૂત ક્લાયન્ટ બેઝ છે. આઈટી સેક્ટરમાં સ્થિર આવક ધરાવતી કંપની છે. રોકડનો મજબૂત પ્રવાહ ધરાવે છે. તેથી જ નિષ્ણાતો આ કંપનીને લાંબી રેસના મજબૂત ઘોડા તરીકે ઓળખાવે છે.
મોટાભાગના એનાલિસ્ટ્સ તેને “Strong Buy રેટિંગ આપે છે. મજબૂત ક્રેડિટ ગ્રોથ (loan growth), ડોઝિટ વૃદ્ધિ અને સારી બેલેન્સ શીટ એ મુખ્ય કારણો છે. તાજેતરની Q3FY26 રિપોર્ટમાં ADVANCES, DEPOSITS અને CASA સર્વ સકારાત્મક રહ્યો છે. Analysts માને છે કે બેન્કની વ્યાજની આવક અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) વધુ મજબૂત રહેવાની સંભાવના છે. વ્યાજના દરમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ છું. વ્યાજદર ઘટી જતાં એચડીએફસી બેન્કના સ્ટોકમાર્કેટ પરફોર્મન્સમાં મજબૂત સુધારો જોવા મળી શકે છે. TCS ભારતની સૌથી મોટી IT સેવા પ્રદાન કરતી કંપની છે. વિશ્વની મોખરાની ને વિશ્વસનીય બ્રોકરેજ હાઉસિમાંથી સંખ્યાબંધ નિષ્ણાત સમીક્ષકો Buy રેટિંગ આપી રહ્યા છે. બાર મહિનાનો ટાર્ગેટ ભાવ આપવામાં આવ્યો છે. આઠથી દસ ટકાના સુધારા સાથે ટીસીએસના શેરનો ભાવ વધીને રૂ. 3800થી રૂ. 4400 સુધી તો પહોંચી જ જશે તેમાં કેટલાક બ્રોકિંગ હાઉસના એક્સપર્ટ્સનું માનવું છે. છથી બાર મહિનામાં આ વધારો-સુધારો જોવા મળે તેવું નિષ્ણાતોનું માનવું છે. કેટલાક નિષ્ણાતો ભાવ તેનાથીય ઉપર જાય તેવી ગણતરી મૂકી રહ્યા છે. 3.
Hindustan Unilever Ltd (HUL) ફંડામેન્ટલ્સની દ્રષ્ટિએ મજબૂત શેર્સ ગણી તેમાં પણ લેવાલી કરવાનું રેટિંગ આપવામાં આવી રહ્યું છે. HUL FMCG સેક્ટરની આગેવાન કંપની છે. પ્રીમિયમ પ્રોડક્ટ્સ, ગ્રામિણ બજારમાં રિકવરી અને માર્જિન સુધારાથી કંપની માટે સકારાત્મક દ્રષ્ટિકોણ ઊભો થઈ રહ્યો છે. બ્રોકરેજ કંપનીઓ હિન્દુસ્તાન યુનિલીવરના શેર્સનો ટાર્ગેટ ભાવ રૂ. 2,850થી રૂ. 3,000નો દર્શાવી રહ્યા છે. ત્રણથી માંડીને નવ માસના ગાળામાં ટાર્ગેટ ભાવને આંબી જાય તેવી સંભાવના દર્શાવી રહ્યા છે. હિન્દુસ્તાન યુનિલીવરનો વર્તમાન બજાર ભાવ રૂ. 2386.70નો છે. આઠ જાન્યુઆરીએ રૂ. 12.70ના ઘટાડા સાથે તેનો ભાવ રૂ. 2386.70 બંધ આવ્યો છે. કંપનીના પ્રોડક્ટ્સની ડિમાન્ડમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે. કંપની પાસે મજબૂત બ્રાન્ડ પોર્ટફોલિયો મોજૂદ છે. કંપની ખર્ચ નિયંત્રણ લાવીને માર્જિનમાં સુધારો કરવાના સતત પ્રયાસો કરી રહી છે. તેથી જ નિષ્ણાતો તેના શેર્સની લેવાલી કરવાની ભલામણ કરી રહ્યા છે. હિન્દુસ્તાન યુનિલીવરના શેરને બેંક અને IT કંપનીના શેર સિવાયના અને FMCG સેક્ટરના મજબૂત શેર તરીકે જોવામાં આવી રહ્યો છે. HUL ભારતની સૌથી મોટા કન્ઝ્યુમર પ્રોડક્ટ કંપનીમાંની એક છે. બ્રોકરેજ દ્વારા EPS વધારાની અપેક્ષા અને માર્જિન સુધારાની સંભાવનાઓથી Buy ટાર્ગેટ આપવામાં આવે છે. Goldman Sachs Target ભાવ ત્રણથી નવ મહિનામાં જ રૂ. 2,900 સુધી જવાની અપેક્ષા રાખે છે. શેરની ડિમાન્ડ અને શેરદીઠ કમાણીમાં થનારો સંભવિત વધારો શેરના ભાવને ઊંચે લઈ જઈ શકે છે. તેના કારણોમાં ઊંડા ઉતરીએ તો કંપનીના બજાર અને નાણાંકીય પરફોર્મન્સમાં ત્રિમાસિક ગાળાઓમાં ખાસ્સો સુધારો થઈ રહ્યો છે. કંપનીના ઉત્પાદનોની ડિમાન્ડ પણ વધી રહી છે. આમ હિન્દુસ્તાન યુનિલીવર એફએમસીજી-ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સના સેક્ટરનો ફંડામેન્ટલની દ્રષ્ટિએ એક મજબૂત શેર ગણાય છે.
4. ટેકનિકલ એનાલિસ્ટ પણ L&T Technology Services (LTTS)ના શેર્સમાં લેવાલી કરવાની ભલામણ કરી રહ્યા છે. LTTS શેરમાં ટેકનિકલી પોઝિટિવ-સકારાત્મક સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે. કંપનીના શેરનો ભાવ મહત્વપૂર્ણ મૂવિંગ એવરેજ કરતાં ઉપર છે. કંપનીની ઓર્ડર બુક મજબૂત છે. આઠમી જાન્યુઆરીએ બજાર બંધ થયું ત્યારે કંપનીના શેરનો ભાવ રૂ. 31.20ના ઊછાળા સાથે રૂ. 4,423.80 પર બંધ આવ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ ચાર્ટ જોઈને અંદાજ મૂકી રહ્યા છે કે એલ એન્ડ ટી ટેક્નોલોજી સર્વિસિસ લિમિટેડના શેર્સનો ભાવ સુધરીને રૂ. 4,600 રૂ. 5,860 સુધી જઈ શકે છે. ત્રણથી નવ માસના ગાળામાં આ સુધારો કે વધારો જોવા મળી શકે છે. કારણ કે તેમાં બુલિશ ચાર્ટ પેટર્ન બની રહી છે. બીજીતરફ IT એન્જિનિયરિંગ સેક્ટરમાં વૃદ્ધિ જોવા મળી છે. તેથી જ બ્રોકરેજ કંપનીઓ પણ તેમાં લેવાલી કરવાની ભલામણ કરી રહી છે.લેવાલી કરવાની ભલામણ ધરાવતા L&T Technology Services (LTTS)ના શેર્સની વાત કરવામાં આવે તો ટેકનિકલ ઇન્ડિકેટર પ્રતિકાર સપાટીની ઉપર તેમાં બ્રેકઆઉટ આવવાના સંકેતો આપી રહ્યા છે. તેના શેરના ભાવમાં આવી રહેલી વધઘટ પણ ભાવ વધારાનો નિર્દેશ આપી રહી છે. મધ્યમ ગાળામાં મજબૂત સુધારો બતાવી શકે છે. મધ્યમ ગાળામાં રૂ. 4600થી રૂ. 5860ની રેન્જમાં પહોંચી શકે છે. ત્રણથી નવ માસના ગાળામાં આ સુધારો જોવા મળી શકે છે. કંપનીના ફંડામેન્ટલ્સ અને ટેકનિકલ ડેટા બંને મધ્યમ ગાળામાં તેમાં સુધારો જોવા મળી શકે તેમ હોવાનો નિર્દેશ આપી રહ્યા છે.
5. ટેકનિકલ એનાલિસ્ટ Timex Group Indiaના શેર્સમાં વેચવાલી કરી દેવાની ભલામમ કરી રહ્યા છે. Timex શેર લાંબા સમયથી એક રેન્જમાં ફસાયેલો છે. મજબૂત વોલ્યુમ વગર રેઝિસ્ટન્સ નજીક હોવાથી નફો બુક કરવાની સલાહ આપવામાં આવે છે. આ શેર્સના ભાવ રૂ. 210થી રૂ.230ની રેન્જમાં આવે ત્યારે તેમાં વેચવાલી કરવાની ભલામણ કરવામાં આવ રહી છે. આઠમી જાન્યુઆરીએ Timex Group Indiaના શેરનો ભાવ રૂ. 340ના મથાળેથી રૂ.9.45ના ઘટાડા સાથે રૂ. 332ની આસપાસની સપાટીએ બંધ આવ્યો છે. ટૂંકા ગાળામાં જ કંપનીના શેર્સના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે, કારણ કે 50 દિવસની સરેરાશ વધઘટ અને 200 દિવસની સરેરાશ વધઘઠમાં કંપનીનો શેર પ્રતિકાર સપાટીની નજીક આવી ગયો હોવાનું જોવા મળે છે. આ સપાટીએથી શેર્સના ભાવ ઊછળી જાય કે પછી બ્રેકઆઉટ આવે ટલું મજબૂત વોલ્યુમ તેમાં જોવા મળતું નથી. અત્યારે કંપનીના શેરના ભાવમાં સાંકડી રેન્જમાં અથડાઈ રહ્યા છે. તેથી જ ટેકનિકલ એનાલિસ્ટ તેમાં વેચવાલી કરવાની ભલામણ કરી રહ્યા છે. આ શેર્સમાં રોકાણ કરવાથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. Timex Group Indiaના શેર્સમાં ટેકનિકલ એનાલિસ્ટ વેચવાલી કરવાની ભલામણ કરી રહ્યા છે. ટેકનિકલ ચાર્ટમાં વર્તમાન સપાટીથી ઉપરની સપાટી તરફ જવામાં પ્રતિકારનો સામનો કરવો પડી રહ્યો હોવાનો નિર્દેશ-સંકેત મળી રહ્યો છે. બીજીતરફ તેમાં બ્રેકઆઉટ આવવા માટે જોઈતો ટેકો જોવા મળી રહ્યો નથી. હા, વર્તમાન રેન્જમાં અથડાતો રહીને આ સપાટીએ કદાચ મજબૂત ટેકો ઊભો કરી શકે છે. પરિણામે ભાવ ઘટીને રૂ. 210થી 230ની રેન્જમાં આવી જાય ત્યારે તેમાં વેચવાલી શકી શકાય છે. રોકાણકારો તેમની ખરીદ કિંમતને આધારે તેમાં ક્યારે વેચવાલી કરવી તે અંગેનો નિર્ણય લઈ શકે છે. અત્યારે શેર્સને વોલ્યમનો ટેકો ન હોવાથી વર્તમાન ભાવ સપાટીએ ટકી રહેવાની સંભાવના ઓછી છે
Tags: Analyst price targets Indian equities Banking stocks to buy India Best fundamentally strong stocks India Best long term Indian shares Best technical buy stocks India BSE share price targets BSE stock analysis today BSE શેર એનાલિસિસ BSE શેર ટાર્ગેટ Buy sell hold stocks India consumer stocks India Entry exit stoploss levels stocks Equity market expert view India Equity market forecast 2026 FMCG stock outlook India FMCG શેર દૃષ્ટિકોણ ભારત fundamental analysis Indian stocks fundamental stock analysis India HDFC Bank analyst rating HDFC Bank buy rating 2026 HDFC Bank share price target HDFC Bank stock target 2026 HDFC બેંક એનાલિસ્ટ રેટિંગ HDFC બેંક બાય રેટિંગ 2026 HDFC બેંક શેર ટાર્ગેટ 2026 HDFC બેંક શેર ટાર્ગેટ ભાવ Hindustan Unilever buy recommendation HUL buy rating 2026 HUL share price target today HUL stock price target India HUL બાય રેટિંગ 2026 HUL શેર ભાવ ટાર્ગેટ HUL શેર ભાવ ટાર્ગેટ ભારત Indian stock market analysis today Indian stock price targets Indian top buy stocks January 2026 IT and banking stock forecast IT sector stock targets L&T Technology Services share target L&T ટેકનોલોજી સર્વિસિસ શેર long term investment stocks India LTTS technical analysis buy LTTS technical buy signal LTTS ટેકનિકલ એનાલિસિસ LTTS ટેકનિકલ બાય સિંગલ Mid cap technical buy stocks NSE stock recommendations NSE top stocks to watch NSE ટોપ સ્ટોક NSE શેર ભલામણ Safe stocks to invest India Sell recommendation Timex Share market investment ideas Stock market news India today Stock market recommendations today Stock price target with reasoning Stocks with buy ratings India Tata Consultancy Services buy stock Tata Consultancy Services price forecast TCS buy recommendation TCS share price forecast 2026 TCS બાય રેકમેન્ડેશન TCS શેર ભાવ અનુમાન Technical analysis Indian shares technical analysis stocks India Technical sell stocks India Timex Group India sell stock Timex Group India શેર વેચાણ Top blue chip stocks 2026 Top bluechip stocks India 2026 Top Indian stocks to buy January 2026 આઈટી અને બેન્કિંગ શેર અનુમાન આઈટી સેક્ટર શેર ટાર્ગેટ આજના સ્ટોક માર્કેટ ટ્રેન્ડ આજની શેરબજાર ખબર આજે ખરીદવા યોગ્ય શેરો ઇક્વિટી માર્કેટ ફોરકાસ્ટ 2026 એનલિસ્ટ ટાર્ગેટ શેર ની કિંમત ટાઇમએક્સ ગ્રુપ ઇન્ડિયા સેલ શેર ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ શેર ટેકનિકલ એનાલિસિસ શેર ટેકનિકલ બાય શેરો ભારત ટેકનિકલ સેલ શેરો ટેક્નિકલ એનાલિસિસ શેરો પ્રવેશ બહાર સ્ટોપલોસ લેવલ બાય સેલ હોલ્ડ શેર બેંકિંગ શેરો ખરીદવા માટે બ્લુચિપ શેરો 2026 બ્લુચિપ શેરો ભારત ભારતમાં ખરીદવા યોગ્ય શેરો ભારતીય ટોપ બાય શેરો જાન્યુઆરી 2026 ભારતીય શેર ભાવ ટાર્ગેટ ભારતીય શેરબજાર વિશ્લેષણ મજબૂત મૂળભૂત શેરો ભારત મિડકેપ ટેકનિકલ બાય શેરો મૂળભૂત એનાલિસિસ શેર મૂળભૂત શેર વિશ્લેષણ ભારત લાંબા ગાળાના રોકાણ માટે શેર શેર ટાર્ગેટ ભાવ કારણ સાથે શેરબજાર રોકાણ વિચાર શેરબજાર સલાહ આજની શ્રેષ્ઠ લાંબા ગાળાના શેરો સુરક્ષિત રોકાણ શેર સેલ ભલામણ ટાઇમએક્સ હિન્દુસ્તાન યુનિલીવરના શેર




