• 15 January, 2026 - 8:27 PM

2026ના વર્ષમાં ક્યાં રોકાણ કરશો?

પાંચ મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટના આયોજનો સારા વળતર અપાવે તેવી શક્યતા જણાઈ રહી હોવાથી તેમને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે

2026માં ભારતનો ઇક્વિટી બજાર હવે લિક્વિડિટી આધારિત રિકવરીમાંથી બહાર આવી, નફા આધારિત અને સેક્ટર-વિશેષ વૃદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઇનાન્સિયલ સર્વિસિસ, ટેકનોલોજી અને કન્ઝમ્પશન કંપનીઓની થીમ તરીકે ઊભરી રહી છે. ભારતીય શેરબજાર હવે એક એવા તબક્કામાં પ્રવેશી ગયું છે કે તેમાં હવે આવનારા સમયની દિશા અલગ-અલગ સેક્ટરના વૃદ્ધિ પર નિર્ભર રહેશે. તેમાં આવનારા ચઢાવ અને ઉતાર પર રહેશે. ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટરની ક્રેડિટ-ધિરાણાં સ્થિર વૃદ્ધિ થઈ રહી છે. બીજી પા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ગુડ્સ સેક્ટરને સરકારના સતત કેપેક્સ અને ખાનગી રોકાણમાં સુધરતા માહોલથી બળ મળી રહ્યું છે.

ઇલેક્ટ્રોનિક્સ, ઓટો ઍનસિલરીઝ અને ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહી છે. તેને સપ્લાય ચેન ડાઇવર્સિફિકેશન અને સ્થાનિક માંગનો સપોર્ટ-આધાર મળી રહ્યો છે. ટેકનોલોજી અને ડિજિટલ સર્વિસિસ સેક્ટરમાં ચઢાવ અને ઉતાર આવ્યા જ કરે છે. પરંતુ વૈશ્વિક IT ખર્ચ સ્થિર થતાં હવે રિકવરીના માર્ગે છે. હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ સેક્ટર પણ ઊંચી માંગને કારણે સ્થિરતાની દિશામાં આગળ વધી રહ્યો છે. શહેરી આવકની સ્થિરતા, પ્રીમિયમાઇઝેશન અને ગ્રામ્ય ખર્ચમાં સુધારાથી કન્ઝમ્પશન થીમને વધુ મજબૂતી મળી રહી છે.

આ પરિબળોને ધ્યાનમાં લેતા, 2026માં ચઢાવ ઉતારવાળા સેક્ટર અને સ્ટ્રક્ચરલ ટ્રેન્ડ્સનું મિશ્રણ સેક્ટોરલ મ્યુચ્યુઅલ ફંડ્સને આકર્ષક તક બનાવે છે. જો જોખમ, સમય અને રોકાણ અવધિ સમજદારીથી પસંદ કરવામાં આવે તો તેમાં સારી આવક કરી શકાય છે. છેલ્લા 5 વર્ષના CAGR અને જોખમો તથા તેમાં મળતા વળતરને આધારે 2026 માટે શ્રેષ્ઠ સેક્ટોરલ ફંડ્સની યાદી તૈયાર કરવામાં આવી છે.

ICICI Prudential Infrastructure Fund

આ ફંડ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપેક્સ થીમ પર કેન્દ્રિત છે. રસ્તા, વીજળી, રેલવે, અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસમાં લાંબા ગાળાના નિર્માણથી લાભ મેળવવાનો હેતુ ધરાવે છે. ફંડ લાર્જ કેપ (43 ટકા)માં તેના રોકાણને સ્થિરતાથી જાળવી રાખે છે. તેમ જ મધ્યમ-મિડિયમ કેપમાં 19.8 ટકાની આસપાસ તથા સ્મોલ કેપમાં 29.2 ટકા રોકાણ જાળવી રાખીને શેરોમાં વૃદ્ધિની તકો શોધે છે. આ મ્યુચ્યુઅલ ફંડના મુખ્ય હોલ્ડિંગમાં L&T, NTPC, Adani Ports.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના ચઢાવ ઉતાર ધરાવતા શેર્સ હોવાથી SIP મારફતે રોકાણ વધુ યોગ્ય બની શકે છે.

DSP India T.I.G.E.R. Fund

Transport, Infrastructure, Growth અને Economic Reforms થીમ પર આધારિત આ ફંડ ભારતના કેપેક્સની વધઘટ સાથે સંકળાયેલા વિવિધ સેક્ટર્સમાં રોકાણ કરે છે. લાર્જ-કેપમાં આશરે તેના કુલ રોકાણના 43 ટકા હિસ્સો છે. આ રોકાણ જાળવી રાખે છે. તેમ જ મીડ કેપ અને સ્મોલ કેપમાં રોકાણ કરીને આવકમાં વધારો કરવાનો પ્રયાસ કરે છે. કંપની પાસેના મુખ્ય હોલ્ડિંગમાં L&T, NTPC, Apollo Hospitalsના શેર્સનો સમાવેશ થાય છે.

ICICI Prudential Technology Fund

ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ક્લાઉડ, AI અને ઓટોમેશન જેવા લાંબા ગાળાના ટેક ટ્રેન્ડ્સ પર કેન્દ્રિત ફંડ છે. લાર્જ-કેપ IT કંપનીઓમાં 53 ટકાથી વધુ રોકાણ કરેલું છે. તેની સાથે જ મિડ અને સ્મોલ કેપ ટેક શેરોમાં પસંદગીયુક્ત એક્સપોઝર કરેલું છે. કંપનીના મુખ્ય હોલ્ડિંગ્સમાં Infosys, Tech Mahindra, HCL Technologiesનો સમાવેશ થાય છે.

4: SBI Consumption Opportunities Fund

ભારતના વધતા ઉપભોગ આધારિત વિકાસથી લાભ મેળવવા રચવામાં આવેલું મ્યુચ્યુઅલ ફંડ છે. FMCG સુધી મર્યાદિત ન રહી, ઓટોમોબાઇલ, રિટેલ, હેલ્થકેર અને સર્વિસિસ જેવા ક્ષેત્રોમાં વ્યાપક રોકાણ કરે છે. આ મ્યુચ્યુઅલ ફંડના મુખ્ય હોલ્ડિંગ્સમાં Bharti Airtel, Mahindra & Mahindra, Maruti Suzukiનો સમાવેશ થાય છે.

5. Nippon India Banking & Financial Services Fund

બેન્કિંગ અને વ્યાપક ફાઇનાન્સિયલ સર્વિસિસ ક્ષેત્ર પર કેન્દ્રિત કરતું મ્યુચ્યુઅલ ફંડ છે. બેન્કો, NBFC, ઈન્શ્યોરન્સ અને કેપિટલ માર્કેટ કંપનીઓમાં રોકાણ દ્વારા ક્રેડિટ વૃદ્ધિ અને ફાઇનાન્સિયલાઇઝેશનનો લાભ લે છે. મ્યુચ્યુઅલ ફંડના મુખ્ય હોલ્ડિંગ્સમાં HDFC Bank, ICICI Bank, Axis Bankનો સમાવેશ થાય છે.

તારણ શું કાઢ્યુ?

2026માં ભારતીય ઇક્વિટી બજારમાં વ્યાપક એક્સપોઝર કરતાં યોગ્ય સેક્ટર પસંદગી વધુ લાભદાયી બની શકે છે, કારણ કે કમાણી વૃદ્ધિ, નીતિ અમલ અને માંગની સ્પષ્ટતા અલગ-અલગ ઉદ્યોગોમાં સ્પષ્ટ રીતે અલગ દેખાશે.

Read Previous

બોલો, બીસીસીએલ કે કોલ ઇન્ડિયામાં રોકાણ કરવું જોઈએ

Read Next

અધિકારીઓના નામે કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ પૈસા માગે તો અમે જવાબદાર નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular