લાર્જકેપ શેર્સનું રોકાણ પણ સો ટકા સલામત નથી

કંપનીના શેરના ભાવમાં ગાબડાં પડ્યા હોવા છતાંય તેના પી.ઈ. મલ્ટીપલ ઊંચા જ રહેતા હોવાનું જોવા મળી રહ્યું છે. પી.ઈ. મલ્ટીપલ શેર્સના બજાર ભાવનો અંદાજ આપે છે. છતાં ભાવ તૂટ્યા પછી પણ પી.ઈ મલ્ટપલ નીચ ન જતાં હોવાથી રોકાણકારોએ વધુ કિંમત ચૂકવવી પડી રહી છે.
લાર્જકેપ કંપનીઓ કાયમ સારુ વળતર આપે છે તેવા ભ્રમમાં કોઈપણ સ્ટોક ઇન્વેસ્ટરે રહેવાની જરૂર નથી. આ રહી વાસ્તવિકતા. લાર્જ કેપની કેટેગરીમાં આવતી 100 મોટી કંપનીઓના શેર્સમાંથી 96 કંપનીઓના શેર્સના ભાવ છેલ્લા પાંચ વર્ષમાં તેમના સર્વકાલીન ઊંચા સ્તરે (all-time highs) પહોંચી ગયા હોવા છતાં આજે 42 શેર્સ તેના ટોચના ભાવ કરતાં ઓછામાં ઓછા 20 ટકા ઓછા ભાવે બજારમાં ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા એકથી બે વર્ષ દરમિયાન લાર્જ કેપ, સ્મોલ કેપ અને મિડિયમ કેપની તુલના કરવામાં આવે તો લાર્જ કેપ ઇન્વેસ્ટર્સને સારુ વળતર આપશે જ તેવો દાવો કરી શકાય તેમ નથી..
ગયા અઠવાડિયે લાર્જ કેપ શેર ટ્રેન્ટ(Trent)એ Q3 FY2025-26માં વાર્ષિક ધોરણે તુલના કરતાં 17 ટકાની તન્દુરસ્ત આવક વૃદ્ધિ આપી હતી. છતાં પરિણામો બાદ શેરનો ભાવ લગભગ 10 ટકા ઘટી ગયો હતો. ઓક્ટોબર 2024ના તેના ટોચના ભાવથી આ કંપનીના શેરનો ભાવ બાવન-52 ટકા કરતાં વધુ ઘટી ગયો છે. આ પ્રકારનું ઉદાહરણ એકલી ટ્રેન્ટનું નથી. લાર્જ કેપની કેટેગરીમાં આવતી ઘણી કંપનીઓના શેર્સના ભાવની આ જ હાલત અત્યારે જોવા મળી રહી છે. આ સંજોગોમાં લાર્જ-કૅપ્સ કંપનીઓમાં કરવામાં આવતું રોકાણ સલામત જ છે તેમ માનીના ચાલનારા રોકાણકારોએ એ સમજવું જોઈએ કે આ સેગમેન્ટના ઘણા શેરો પણ શા માટે તૂટી પડ્યા છે.
લાર્જકેપના મૂલ્યાંકનમાં પણ સમસ્યા
લાર્જ કેપ કંપનીઓના શેરના ભાવ લાઈફટાઈમ હાઈના સ્તરથી 20 ટકા કરતાં વધુ ઘટી જવા છતાં તેમના પી.ઈ. રેશિયો ઊંચાં જોવા મળી રહ્યા છે. કોઈપણ શેરનો પી.ઈ. રેશિયો દર્શાવે છે કે કંપનીની શેરદીઠ વાર્ષિક રૂ. 1ની કમાણી સામે રોકાણકારો કેટલા પૈસા ચૂકવવા તૈયાર છે. બીજા શબ્દોમાં કહીએ તો કંપનીનો પ્રાઈસ ટુ અર્નિગ રેશિયો 90નો હોય એટલે કંપનીની શેરદીઠ વાર્ષિક રૂ. 1ની કમાણી સામે સ્ટોક ઇન્વેસ્ટર રૂ. 90 ચૂકવવા તૈયાર છે. ઇટર્નલનો પી.ઈ. રેશિયો 1460નો છે. તેમ જ એવન્યુ સુપરમાર્ટ્સનો પી.ઈ. રેશિયો 91નો, સોલાર ઇન્ડસ્ટ્રીઝનો 90નો, સી.જી.પાવરનો 88નો, ટ્રેન્ટનો 87નો, સિમેન્સ એનર્જીનો 78નો, અદાણી ગ્રીનનો 77નો તથા મેક્સ હેલ્થકેરને પી.ઈ. રેશિયો 73નો છે. આમ અનેક લાર્જ કેપ કંપનીઓના
Eternal (P/E 1460x), Avenue Supermarts (91x), Solar Industries (90x), CG Power (88x), Trent (87x), Siemens Energy (78x), Adani Green (77x) અને Max Healthcare (73x) જેવા અનેક મોટા-કૅપ્સ હજુ પણ ઊંચા કમાણી ગુણોત્તરો-earnings multiplesથી ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે કમાણીમાં વૃદ્ધિ થવાની શક્યતા મજબૂત હતી ત્યારે વૈશ્વિક બોન્ડમાં રોકાણ કરવાથી છૂટતું વળત અતિશયન ઓચું હોવાને કારણે ભારતીય ઇક્વિટીમાં રોકાણ કરવા માટે ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ પડાપડી કરતાં હતા. આ તબક્કે ઊંચા મૂલ્યાંકનોને ન્યાય આપવો સહેલો હતો. હવે આ પરિસ્થિતિ બદલાઈ રહી છે. લાર્જકૅપ શેર્સના મૂલ્યાંકનો હવે ત્રણમાંથી એક કે વધુ પરિબળોથી વધારે પરિબળોને આધારે થઈ રહ્યા છે. શેરની કિંમતમાં આવતો વધારો કંપનીની કમાણીમાં થતી વૃદ્ધિ કરતાં ઘણો વધારે હોવાનું જોવા મળે છે, એમ બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવવામાં આયું છે. બીજું, કંપનીની નફાકારકતા આવવામાં બહુ જ મોડું થતું હોવાનું જોવા મળે છે. ત્રીજું, કંપનીઓનો ગ્રોથ રેટ મંદ પડી રહ્યો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને બજારના પરિબળો તેના મૂલ્ય નક્કી કરતાં હોવાનું જોવા મળે છે.
ઉદાહરણ તરીકે, HAL અને Solar Industries જેવા શેરોનું બજારમૂડીકરણ-માર્કેટ-કૅપ તેની આવકમાં થતા વધારા કરતાં ઘણી જ વધારે હોવાનું જોવા મળી રહ્યું છે. 2019ના અંતથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો HALની માર્કેટ-કૅપ 12.2 ગણી વધી છે. તેની સામે તેની કમાણી માત્ર 2.9 ગણી જ વધી છે. છેલ્લા બાર મહિનાના કંપનીના આર્થિક પરફોર્મન્સને આધારે આ તારણ કાઢવામાં આવ્યું છે. આ જ રીતે Solar Industriesના શેરનું બજાર મૂડીકરણ એટલે કે માર્કેટ-કૅપ લગભગ 12 ગણું વધ્યું છે. તેની સામે સોલાર ઇન્ડસ્ટ્રીઝની કમાણી 4.5 ગણી જ વધી છે.
સામાન્ય વાત કરવામાં આવે તો કંપનીના શેર્સના મૂલ્યાંકનમાં વ્યાપક સ્તરે વિસ્તરણ થયું છે. ડિસેમ્બર 2019ની સ્થિતિની વાત કરીએ તો તે વખતે લાર્જ કેપ કંપનીઓનો પી.ઈ. 27નો હતો. આ લાર્જકેપ કંપનીઓમાંથી અડધાથી વધુ કંપનીઓનો પી.ઈ. રેશિયો 30થી નીચેનો હતો. પરંતુ હવે P/E 34x ગણો થઈ ગયો છે. માત્ર ને માત્ર 39 ટકા શેરો જ 30xથી નીચેના P/E ધરાવે છે. કંપનીઓના નાણાકીય પરફોર્મન્સને બાદ કરીને લાર્જ કેપ કંપનીઓ પર નજર ઠેરવવામાં આવે ત્યારે પરિસ્થિતિ વધુ કઠોર લાગે છે. નાણાકીય બાબતો સિવાય લાર્જકેપ કંપનીઓના વર્તમાન પી.ઈ.ને જોવામાં આ તો તેમને P/E 37x છે. ત્રણમાં એક જ શેર એવો છે જેનો P/E 30xથી નીચે છે. છતાં વાસ્તવિકતા એ છે કે લાર્જ કેપ કંપનીઓના શેરના ભાવમાં 20 ટકાથી વધુનું ગાબડું પડી ગયુ હોવા છતાં પી.ઈ. મલ્ટીપલ ઊંચા જ છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સના શેર્સના ભાવમાં 77.3 ટકાનો ઘટાડો આવ્યો હોવા છતાંય તેનો પી.ઈ. મલ્ટીપર 51.2નો છે. આ જ રીદે અદાણી એનર્જીના શેરના ભાવમાં 68.9 ટકાનો ઘટાડો થઈ ગયો હોવા છતાં તેના પીઈ મલ્ટીપલ 77.3નો છે. ટ્રેન્ટના શેરના ભાવમા 52.4 ટકાનું ગાબડું પડ્યું હોવા છતાંય તેના શેરનો પી.ઈ. મલ્ટીપલ 87.1નો છે. અદાણી એન્ટરપ્રાઈસના શ્રસના ભાવમાં 47 ટકાનો ઘટાડો થયો હોવા છતાં તેનો પી.ઈ. મલ્ટીપલ 31.7નો છે. બ્લુમબર્ગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એબીબી ઇન્ડિયાના શેરનો ભઆવ 44.6 ટકા તૂટી ગયો હોવા છતાં તેનો પીઈ. મલ્ટીપલ 61.2નો છે. આ જ રીતે પીએફસીના શેર્સના ભાવમાં 38.1 ટકાનો ઘટાડો થયો હોવા છતાં તેનો પી.ઈ. મલ્ટીપર 4.8નો છે. લોઢા ડેવલપરના શેરના ભાવમા 35.6નો ઘટાડો થયો હોવા છતાં તેને પી..મલ્ટીપલ 31.9નો છે. સઆ જ રીતે મઝગાંવ ડૉકના શેરનો ભાવ 33.7 ટકા તૂટી ગયો હોવા છતાં તેનો પી.ઈ. મલ્ટીપલ 42.3 ગણો જ છે.
અંદાજો ખોટા પડ્યા
FY2025-26ના વર્ષમાં ટોચ પર પહોંચેલા શેરોની આવકના અંદાજોમાં તીવ્ર ઘટાડા થઈ રહ્યા છે. Eternal કંપનીના 2025-26ના વર્ષના આવકના અંદાજો તેના શેર્સના ટોચના ભાવના સમયના અંદાજોની સરખામણીએ 27 ટકા ઘટ્યા છે. આ જ રીતે Indigo માટેના અંદાજોમાં 38 ટકા, Mazagon Dock માટેના અંદાજોમાં 22 ટકા અને Adani Power માટેના અંદાજોમાં 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બીજીતરફ Trentના FY26ના કમાણી અંદાજો હવે તેના ઓલ ટાઈમ હાઈ ભાવના સમયે જે અંદાજો મૂકવામાં આવ્યા હતા તેની સરખામણીએ આવકના અંદાજેમાં 50 ટકાનો ઘટાડો આવી ગયો છે. આ બાબતને વધુ વકરી બનાવતી સ્થિતિ છે કે Trent અને Avenue Supermarts જેવા કેટલાક શેરોના ભાવમાં વૃદ્ધિ થવાની ગતિ ધીમી પડી રહી છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો Trentની 2025-26ના પહેલા નવ માસની(9M FY26)ની આવક 18 ટકા વધી હતી. તેની આગળના વર્ષના પહેલા નવ માસમાં એટલે કે 2024-25ના પહેલા નવ માસમાં એટલે કે 9M FY25ના ગાળામાં ટ્રેન્ટની આવકમાં 42 ટકાનો વધારો જોવા મળ્યો હતો. મૂલ્યાંકન-વૃદ્ધિ વચ્ચેનો આ તફાવત ગયા અઠવાડિયે શેરમાં થયેલા કરેકશન માટેનું મુખ્ય કારણ બન્યો હતો.
મોટા પ્રમાણમાં લિક્વિડિટી ધરાવતા વૈશ્વિક નાણાકીય સમયગાળામાં આ પ્રકારના કેટલાક પરિબળોને અવગણી શકાય છે. પરંતુ છેલ્લા 15–17 વર્ષનો વૈશ્વિક લિક્વિડિટીના ચઢાવઉતારની સાઈકલ બદલાઈ રહી છે. તેથી જ લાર્જકૅપ શેર્સના મૂલ્યાંકનો અન્ય પરિબળો કરતાં વધુ મૂળભૂત પરિબળો પર જ આધારિત થશે.



