સેબીના ‘Demat 2.0’ અને નવા ધોરણો: ભારતીય શેરબજાર પર કેવી અસર પડશે?
સેબીના ‘Demat 2.0’ અને નવા ધોરણો: ભારતીય શેરબજાર પર કેવી અસર પડશે?
ભારતીય જામીનગીરી અને વિનિમય બોર્ડ-SEBIના ચેરમેન તુહિન કાંત પાંડે દ્વારા શેરબજાર અને કેપિટલ માર્કેટના ભવિષ્યને વધુ સક્ષમ, પારદર્શક અને ટેકનોલોજી-સભર બનાવવા માટે નવીનતમ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. સેબીના આ નવા નિયમો અને સુધારાઓનો મુખ્ય હેતુ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવો, રોકાણકારોનું રક્ષણ કરવું અને ટ્રેડિંગ તથા ક્લિયરિંગ પ્રોસેસને વધુ સરળ બનાવી કેપિટલ એફિશિયન્સી (મૂડી ક્ષમતા) વધારવાનો છે. ભારતમાં હાલમાં ૧૫ કરોડથી વધુ અનન્ય રોકાણકારો, રૂ.૪૭૦ લાખ કરોડનું ઇક્વિટી માર્કેટ કેપ, રૂ. ૮૩ લાખ કરોડનું મ્યુચ્યુઅલ ફંડ AUM, રૂ.૬૧ લાખ કરોડનું કોર્પોરેટ બોન્ડ માર્કેટ અને રૂ. ૭૪ લાખ કરોડનું FPI એસેટ બેઝ છે. આ વિશાળ નેટવર્કને સુરક્ષિત અને ઝડપી બનાવવા માટે સેબીના આ નવા નિર્ણયો ગેમ-ચેન્જર સાબિત થશે.
‘Demat 2.0’ અને ટ્રાન્સફોર્મેશન
-
નવો સુધારો: સેબી ‘Demat 2.0’ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, જેના હેઠળ સેકન્ડરી માર્કેટ ટ્રેડિંગ માટે ટોકનાઇઝ્ડ કોર્પોરેટ બોન્ડ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.હાલમાં ભારતનું કોર્પોરેટ બોન્ડ માર્કેટ (રૂ. ૬૧ લાખ કરોડ) મોટા ભાગે ઈન્સ્ટિટ્યુશનલ પ્લેયર્સ પૂરતું સીમિત છે. બોન્ડ્સના ટોકનાઇઝેશનથી નાના અને રીટેલ રોકાણકારો માટે લિક્વિડિટી (પ્રવાહીતા) વધશે અને તેઓ સહેલાઈથી કોર્પોરેટ બોન્ડ્સમાં ટ્રેડિંગ કરી શકશે.
બ્રોકર્સ માટે ગ્રેડેડ કમ્પ્લાયન્સ
બ્રોકર્સના સ્કેલ (કદ), ક્લાયન્ટ એક્સપોઝર અને ટેકનોલોજી પર નિર્ભરતાના આધારે “ગ્રેડેડ કમ્પ્લાયન્સ” લાગુ કરવામાં આવશે. આ નિયમથી નાના બ્રોકર્સ પર બિનજરૂરી કાયદાકીય બોજ ઘટશે, જ્યારે મોટા અને હાઇ-એક્સપોઝર ધરાવતા બ્રોકર્સ પર કડક નજર રાખી શકાશે. પરિણામે, સિસ્ટમિક રિસ્ક (બજારનું જોખમ) ઘટે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેન્ડબોક્સ અને ગાઇડલાઇન્સ
સેબી એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ડબોક્સ સ્થાપિત કરશે જેમાં ટ્રેડિંગ ટૂલ્સનું નિયંત્રિત વાતાવરણમાં પરીક્ષણ થશે. તેની સાથે જ સેફગાર્ડ્સ તરીકે ‘Kill-Switches’, ડેટા કંટ્રોલ અને હ્યુમન ઓવરસાઇટ (માનવ દેખરેખ) ની માર્ગદર્શિકા આવશે. એલ્ગોરિધમિક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટ્રેડિંગમાં ટેકનિકલ ખામી સર્જાય તો ‘કિલ-સ્વિચ’ થી બજારને તુરંત રક્ષણ મળશે અને ગેરકાયદેસર મેનિપ્યુલેશન અટકાવી શકાશે.
કેપિટલ એફિશિયન્સી અને કસ્ટડિયન ફ્રેમવર્ક
બાયબેક, ઓફર ફોર સેલ અને ટેન્ડર ઓફર્સમાં સમાંતર ક્લિયરિંગ રિક્વાયરમેન્ટમાં સુધારો કરવામાં આવશે. ઉપરાંત પીએમએસ અને એઆઈએફ ક્લાયન્ટ્સ માટે ઓટોમેટેડ ગિવ અપ અને ટેક અપની સુવિધા આપવામાં આવશે. હાલમાં કસ્ટડિયન કન્ફર્મેશનની રાહમાં ફંડ્સ બ્લોક રહે છે અને ક્લિયરિંગ ખર્ચ વધે છે. નવી સિસ્ટમથી રોકાણકારોના નાણાં ઝડપથી ફાળવાશે, બ્લોકેજ ટળશે અને ટ્રાન્ઝેક્શન કોસ્ટ ઘટે છે.
રોકાણકારોનું રક્ષણ અને સાયબર સિક્યોરિટી
અનરજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ સામે કડક પગલાં, વેલિડેટેડ યુપીઆઈ હેન્ડલ્સ, વેરિફાઇડ ટ્રેડિંગ એપ લેબલ્સ અને પ્રોજેક્ટ જાગરૂકના માધ્યમથી રોકાણકારની જાગૃતિમાં વધારો કરવામાં આવશે. રીટેલ રોકાણકારોને ફ્રોડ ટ્રેડિંગ એપ્સ અને ખોટા સલાહકારોથી બચાવી શકાશે. નાના શહેરો અને ગામડાઓમાંથી આવતા નવા રોકાણકારોનો વિશ્વાસ બજાર પર વધશે.
બિન નિવાસી ભારતીયો અને વૈશ્વિક રોકાણકારો માટે કે.વાય.સી.ની પ્રક્રિયાનું સરળીકરણ
બિન નિવાસી ભારતીય અને વિદેશી રોકાણકારો માટે ડિજિટલ ઓનબોર્ડિંગ, પેપરવર્કનો ઘટાડો અને સરળ કેવાયસી ફ્રેમવર્ક બનાવવામાં આવશે. હાલમાં વિદેશી રોકાણકારો ડેટા મુજબ રૂ. ૭૪ લાખ કરોડનું એસેટ બેઝ છે. કેવાયસી- તમારા ગ્રાહકને ઓળખોની વ્યવસ્થા સરળ બનવાથી વિદેશી મૂડીપ્રવાહમાં મોટો વધારો જોવા મળશે.
અવલોકન
સેબીના આ નવા ધોરણો ભારતીય શેરબજારને વૈશ્વિક સ્તરનું ડિજિટલ અને સુદ્રઢ માળખું પૂરું પાડશે. આ ફેરફારો માત્ર મોટા શહેરા પુરતા સીમિત ન રહેતા ટિયર-૨, ટિયર-૩ શહેરો એટલે કે નાના શહેરો અને ગામડાઓ સુધી શેરબજારનો વ્યાપ વધારવામાં મુખ્ય ભૂમિકા પણ ભજવશે.

