હવે એચડીએફસી બેન્ક ઇલેક્ટ્રિક કાર પર લોન આપશે અને બેટરી ફાઇનાન્સિંગ કરશેઃ ઈવી ખરીદવી જોખમી છે ખરી?

હવે એચડીએફસી બેન્ક ઇલેક્ટ્રિક કાર પર લોન આપશે અને બેટરી ફાઇનાન્સિંગ કરશે
ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટ ઝડપથી આગળ વધી રહ્યું છે. વર્તમાન બજાર સ્થિતિમાં તમામ અગ્રણી બેન્કો ઇલેક્ટ્રિક વાહનો માટે કાર લોન પૂરી પાડી રહી છે. આ જ ક્રમમાં, દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેન્ક એચડીએફસી બેન્કે પણ એક અત્યંત મહત્વપૂર્ણ અને નવીનતમ ‘ફ્લેક્સી (ગ્રીન) ઇલેક્ટ્રિક કાર લોન‘ શરૂ કરવામાં આવી છે. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે.
એચડીએફસી બેન્કની ઇલેક્ટ્રિક કાર લોનની વિશેષતાઓ
પરંપરાગત કાર લોનથી અલગ પડીને એચડીએફસી બેન્કે ઇલેક્ટ્રિક વાહનની બોડી,ચેઝિસ અને ઢાંચા તથા બેટરી માટે અલગ-અલગ લોનનું માળખું તૈયાર કર્યું છે. બેન્કના જણાવ્યા અનુસાર બેટરી માટેની લોનને લાંબા સમયગાળામાં ચૂકવી શકાય છે, જેનાથી ગ્રાહકો માટે માસિક હપતાનો બોજ ઘટે છે અને તેઓ પોતાની અનુકૂળતા મુજબ માસિક હપતા કસ્ટમાઇઝ એટલે કે નક્કી કરી શકે છે.
બેટરી પર અલગથી લોન આપવાનું કારણ
બેટરીના ભાગ માટેનો માસિક હપતો સામાન્ય પેટ્રોલ કે ડીઝલ વાહનના માસિક રનિંગ કોસ્ટ (વપરાશ ખર્ચ) જેટલો જ સરખાવી શકાય તેવો રાખવામાં આવ્યો છે. પરંપરાગત પેટ્રોલ-ડીઝલ વાહનોની સરખામણીએ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદ કિંમત ઘણી વધારે હોય છે, અને તેનું મુખ્ય કારણ ઇલેક્ટ્રિક વેહિકલની અંદર વપરાતી બેટરી છે, જે વાહનનો સૌથી મોંઘો ભાગ છે. આ ઊંચી કિંમતને કારણે ગ્રાહકો માટે ઇલેક્ટ્રિક વેહિકલ ખરીદવું મુશ્કેલ બને છે. આ સમસ્યાને હલ કરવા માટે અને બેટરી સબસ્ક્રિપ્શન મોડેલને પ્રોત્સાહન આપીને ઇલેક્ટ્રિક વેહિકલની માલિકીને વધુ સુલભ અને કિફાયતી બનાવવા માટે બેન્કે આ અલગ ફાઇનાન્સિંગ પદ્ધતિ અપનાવી છે.
અલગથી લોન આપવાથી બેટરીની લાઈફ અને સલામતીને મુદ્દે ફાયદા અને નુકસાન
નાણાકીય રાહત: જો કોઈ ગ્રાહક આખી કાર અને બેટરીની લોન એકસાથે ટૂંકા ગાળામાં ચૂકવવાનો પ્રયત્ન કરે તો માસિક હપતો ખૂબ ઊંચો આવી શકે છે. અલગ લોન હોવાથી માસિક હપતો ઘટે છે.
બેટરી અપગ્રેડ અને વોરંટી સેફ્ટી: ઘણીવાર બેટરીની ટેક્નોલોજી ઝડપથી બદલાય છે. અલગ ફાઇનાન્સિંગ મોડેલથી વાહન માલિકો બેટરીના રિક્લેમેશન અથવા રિપ્લેસમેન્ટ વખતે વધુ આર્થિક સુરક્ષા અનુભવે છે. ધારો કે કોઈ ઇલેક્ટ્રિક વેહિકલની કુલ કિંમત રૂ. ૨૦ લાખ છે, જેમાં રૂ. ૮ લાખ માત્ર બેટરીની કિંમત છે. જો સામાન્ય લોન હોય તો આટલી મોટી રકમ ટૂંકા ગાળામાં ચૂકવવી પડે. પરંતુ અલગ લોન પ્રોપોર્શનથી બોડી લોન ૫ વર્ષમાં અને બેટરી લોન ૭ થી ૮ વર્ષમાં વિભાજિત થવાથી માસિક હપતો ઘટીને સીધો બજેટમાં બેસી જાય છે.
સંભવિત નુકસાન અથવા જોખમ: લાંબા ગાળે વધુ વ્યાજ: બેટરીની લોન લાંબા સમય સુધી ખેંચવાથી ગ્રાહકે બેન્કને વ્યાજ તરીકે કુલ રકમ વધારે ચૂકવવી પડી શકે છે. કારની બોડી કરતાં બેટરીનું ડેપ્રિશિયેશન (ઘસારો) અલગ રીતે ગણાય છે, જો વાહન સમય પહેલાં વેચવું પડે તો લોનનું બેલેન્સ સેટલ કરવું થોડું જટિલ બની શકે છે.
ઇલેક્ટ્રિક કારની રિસેલ વેલ્યુ કેટલી મળી શકે?
હાલના બજાર પ્રવાહ મુજબ, ઇલેક્ટ્રિક કારની રિસેલ વેલ્યુ તેના બેટરી હેલ્થ સ્ટેટસ પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે ૫ વર્ષ જૂની ઇલેક્ટ્રિક વેહિકલમાં જો બેટરીની ક્ષમતા ૭૦-૮૦ ટકા સારી જળવાઈ રહી હોય તો ઇલેક્ટ્રિક કારની રિસેલ વેલ્યુ પરંપરાગત આઈસીઈ કારની આસપાસ જ એટલે કે લગભગ ૪૦થી ૫૦ ટકા જેટલા ઘસારા બાદની કિંમત મળી શકે છે. જો કે, બેટરીની ગેરંટી અને રિપ્લેસમેન્ટ પોલિસી સેકન્ડ હેન્ડ ખરીદદારો માટે મુખ્ય આકર્ષણ બને છે.
બેન્કે આપેલી લોનની સલામતી
-
- હાઇપોથિકેશન: બેન્કો દ્વારા આપવામાં આવતી આ ગ્રીન કાર લોન વાહન પર હાઇપોથિકેટ હોય છે, એટલે કે લોન પૂરી ન થાય ત્યાં સુધી વાહનના આરસી બુકમાં બેન્કનું નામ બોલે છે. એચડીએફસી બેન્ક જેવી મોટી સંસ્થાઓ માટે આ લોન પૂરતી સુરક્ષિત છે કારણ કે વાહન એક ભૌતિક એસેટ છે. સરકારની ઇલેક્ટ્રિક મોબિલિટીનીતિઓ (જેમ કે 2030 સુધીમાં 30 ટકા ઇલેક્ટ્રિક વેહિકલ અપનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમ જ પેસેન્જર કાર સેગમેન્ટમાં ઇલેક્ટ્રિકવેહિકલનો હિસ્સો વર્તમાન 7 ટકા થી વધીને 2030 સુધીમાં 15-20 ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે, જેને કારણે બેન્કોની આ લોન સુરક્ષિત અને ભવિષ્યલક્ષી સાબિત થઈ રહી છે.
કાર જપ્ત સરવાથી બેન્કને લોનની પૂરી રકમ પરત મળી શકશે ખરી?
જો કોઈ ગ્રાહક લોનના હપતા ન ભરે, તો સામાન્ય રીતે બેન્ક વાહન જપ્ત કરીને તેની હરાજી (Auction) કરે છે. પરંતુ EV ના કિસ્સામાં આ રકમ પૂરેપૂરી વસૂલ થવી સરળ નથી; તેની પાછળ નીચે મુજબના મુખ્ય કારણો છે. ઇલેક્ટ્રિક વેહિકલની કુલ કિંમતમાં ૩૫ ટકાથી ૪૫ ટકા હિસ્સો માત્ર બેટરીનો હોય છે. સમય જતાં બેટરીની ક્ષમતા ઘટે છે. જો જપ્ત કરેલી કારની બેટરીની સ્થિતિ ખરાબ હોય, તો સેકન્ડ હેન્ડ માર્કેટમાં તે કારની કિંમત ખૂબ જ ઓછી ઉપજે છે.
ઇલેક્ટ્રિક કાર લોનના વ્યાજદર કેટલા હોય છે?
બેન્કો અને NBFCs સામાન્ય રીતે પરંપરાગત પેટ્રોલ કે ડીઝલ કાર કરતાં ઇલેક્ટ્રિક વેહિકલની લોન પર વિશેષ છૂટછાટ આપે છે. વર્તમાન બજાર સ્થિતિ મુજબ, મુખ્ય બેન્કો એટલે કે એચડીએફસી, આઈસીઆઈસીઆઈ અને સ્ટેટ બેન્ક દ્વારા ઇલેક્ટ્રિક વેહિકલની લોન ૮.૨૫ ટકાથી ૯.૫૦ ટકાની આસપાસના વાર્ષિક વ્યાજદરે પૂરી પાડવામાં આવે છે. પરંપરાગત કાર લોનના વ્યાજદર કરતાં ઇલેક્ટ્રિક કાર લોનના વ્યાજદરમાં બેન્કો ૦.૨૫ ટકા થી ૦.૫૦ ટકા એટલે કે પાથી અડધા ટકા સુધીનું પ્રીમિયમ અથવા સબસીડી પૂરું પાડે છે. ઇવી ખરીદીને પ્રોત્સાહન આપવા બેન્કો ઘણીવાર પ્રોસેસિંગ ફી માં પણ ૫૦ ટકા થી ૧૦૦ ટકા સુધીની રાહત આપે છે.
બેન્કો સામે જોખમ ખડું થશે કે નહીં?
હા, શરૂઆતના તબક્કામાં બેન્કો સામે કેટલાક ટેકનિકલ અને નાણાકીય જોખમો ચોક્કસ રહેલા છે. ઇલેક્ટ્રિક વેહિકલની ટેકનોલોજી અત્યંત ઝડપથી બદલાઈ રહી છે. જો આગામી ૨-૩ વર્ષમાં નવી અને સસ્તી બેટરી ટેકનોલોજી આવી જાય, તો જૂની ઇલેક્ટ્રિક કારની રિસેલ વેલ્યુ અચાનક ગગડી શકે છે, જે બેન્કના કોલેટરલ (સુરક્ષા) મૂલ્યને ઘટાડે છે. રિસેલ માર્કેટ મર્યાદિત હોવાથી જપ્ત કરેલું વાહન વેચીને તુરંત ફસાયેલી મૂડી રિકવર કરી લેવી બેન્ક માટે પડકારજનક બને છે.
ઇલેક્ટ્રિક કાર લેનારાઓને આનાથી કેટલો ફાયદો થશે?
બેન્કોના આ નવા ફાઇનાન્સિંગ મોડેલ અને સ્પેશિયલ EV લોનથી ગ્રાહકોને મોટો આર્થિક અને વ્યવહારિક ફાયદો થાય છે. હજુ પણ સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં ઇલેક્ટ્રિક કાર માટે પેટ્રોલ/ડીઝલ કાર જેટલી ઝડપી લેવાલી (માગ) જોવા મળતી નથી. આથી હરાજીમાં બેન્કને કારની વાસ્તવિક માર્કેટ કિંમત કરતાં ઓછી રકમ મળે તેવી સંભાવના વધારે રહે છે. જો બેન્કે બેટરી અને બોડીની લોન અલગ-અલગ મુદત માટે આપી હોય, તો બેન્ક માટે રિકવરી થોડી સરળ બને છે. જોકે, માત્ર બોડી હરાજીમાં વેચવાથી લોનની સંપૂર્ણ રકમ વસૂલ થવાની શક્યતા ઓછી રહે છે. જો કોઈ અકસ્માત કે ટેકનિકલ ખામીને કારણે બેટરી બગડી જાય અને ઇન્સ્યોરન્સ કવર પૂરતું ન હોય, તો ગ્રાહક લોન ભરવાનું બંધ કરી દેવાનું જોખમ રહે છે.
ઓછો માસિક હપતો : બેટરી પર લાંબા સમયગાળાની લોન મેળવવાથી માસિક હપતો ઘટે છે. આ હપતો પેટ્રોલ કે ડીઝલ કારના માસિક બળતણ ખર્ચ જેટલો જ થઈ જાય છે, જેથી ગ્રાહક પર વધારાનો આર્થિક બોજ પડતો નથી. તેથી કારની ખરીદ કિંમતની શરૂઆતી ચિંતા ઘટે છે અને પરંપરાગત ગાડીઓની સરખામણીએ પ્રતિ કિલોમીટર રનિંગ કોસ્ટ ખૂબ જ ઓછો આવે છે. ઇલેક્ટ્રિક કાર લોન પર ગવર્નમેન્ટ પોલિસી હેઠળ ટેક્સમાં લાભ મળી શકે છે તેમજ ઓછા વ્યાજદરને કારણે એકંદર લોન ચૂકવણીમાં હજારો રૂપિયાની બચત પણ થાય છે.
EV ખરીદો છો? શા માટે તમારો સામાન્ય મોટર ઇન્સ્યોરન્સ પૂરતો નથી?
ઇલેક્ટ્રિક વાહન (EV) ખરીદવાથી દૈનિક બળતણ (પેટ્રોલ/ડીઝલ) નો ખર્ચ ઘટે છે, પરંતુ અણધાર્યા અકસ્માત કે ટેકનિકલ ખામી વખતે રિપેરિંગનો મોટો ખર્ચ આ બચતને ક્ષણભરમાં ધોઈ શકે છે. કારણ કે ઇલેક્ટ્રિક વેહિકલના સ્પેરપાર્ટ્સ અને ટેકનોલોજી સામાન્ય કાર કરતાં અલગ હોવાથી માત્ર પ્રીમિયમની સરખામણી કરીને સ્ટાન્ડર્ડ મોટર ઇન્સ્યોરન્સ લેવાની જૂની વિચારસરણી ઇવીના માલિકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
રોકાણકારો અને EV માલિકો માટે મહત્વની સલાહ
ઇવીની કુલ કિંમતમાં માત્ર બેટરીનો હિસ્સો જ ૪૦ ટકા જેટલો હોય છે. જો બેટરીને નુકસાન થાય તો તેનું રિપેરિંગ અથવા બદલી નાખવી અત્યંત મોંઘી સાબિત થાય છે. પરંપરાગત કારની સરખામણીએ EV ના સ્પેરપાર્ટ્સ અને કુશળ ટેકનિશિયન બધી જગ્યાએ સહેલાઈથી ઉપલબ્ધ હોતા નથી, જેના કારણે રિપેરિંગ બિલ વધારે આવે છે.પરંપરાગત કારની સરખામણીએ EV ના સ્પેરપાર્ટ્સ અને કુશળ ટેકનિશિયન બધી જગ્યાએ સહેલાઈથી ઉપલબ્ધ હોતા નથી, જેના કારણે રિપેરિંગ બિલ વધારે આવે છે. સામાન્ય કોમ્પ્રીહેન્સિવ પોલિસી માત્ર અકસ્માત, ચોરી, આગ કે પૂર સામે રક્ષણ આપે છે, પરંતુ શોર્ટ સર્કિટ, વોટર ઇંગ્રેસ (પાણી ભરાવું) કે ચાર્જિંગ વખતે થતા વિશિષ્ટ નુકસાનને આવરી લેતી નથી. વોટર ઇંગ્રેસ (પાણી ઘૂસી જવું), શોર્ટ સર્કિટ કે અકસ્માતને કારણે બેટરી, હાઇબ્રિડ સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ પેનલને થયેલું નુકસાન વીમામાં કવર થતાં નથી. પરંપરાગત કારની સરખામણીએ ઈવીના સ્પેરપાર્ટ્સ અને કુશળ ટેકનિશિયન બધી જગ્યાએ સહેલાઈથી ઉપલબ્ધ હોતા નથી, જેના કારણે રિપેરિંગ બિલ વધારે આવે છે. ઓછું પ્રીમિયમ ભરવાની લાલચમાં પોતાની કારની IDV (વીમાપાત્ર કિંમત) બહુ ઓછી ન રાખવી. જો કારની સાચી IDV નહીં દર્શાવો તો અકસ્માત કે ચોરીના કિસ્સામાં મોટું નાણાકીય નુકસાન ભોગવવું પડી શકે છે.
ગાડી ચાર્જિંગમાં મૂકેલી હોય ત્યારે થતાં શોર્ટ સર્કિટ, તેમજ ચાર્જિંગ કેબલ કે ચાર્જિંગ પોઇન્ટને પ્રાણીઓના હુમલા (જેમ કે ઉંદર દ્વારા કેબલ કાપવો) થી થતા નુકસાનને પણ આવરી લે છે. ઇલેક્ટ્રિક કારની બેટરી રસ્તામાં ડિસ્ચાર્જ (ખાલી) થઈ જાય ત્યારે પેટ્રોલ પંપ જેવા તાત્કાલિક વિકલ્પો મળતા નથી. રસ્તા વચ્ચે બેટરી ડાઉન થાય તો મોબાઈલ જનરેટરમોકલીને ૩૦ મિનિટ સુધી અથવા ૩૦% બેટરી ચાર્જ થાય ત્યાં સુધી ચાર્જિંગ પૂરું પાડવામાં આવે છે. જો ચાર્જિંગ શક્ય ન હોય, તો વાહનને ૫૦ કિમી સુધી ફ્રી ટોઇંગ કરીને નજીકના ચાર્જિંગ સ્ટેશન, વર્કશોપ કે ઘરે પહોંચાડવામાં આવે છે. ક્લેમ વખતે પાર્ટ્સના ઘસારા (Depreciation) ના નાણાં કપાતા નથી. ગાડી ચોરી થાય કે ટોટલ લોસ (સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત) થાય ત્યારે કારની ઓરિજિનલ ઓન-રોડ/ઈન્વોઈસ કિંમત પાછી મળે છે.જે રોકાણકારો/માલિકો કારનો મર્યાદિત ઉપયોગ કે ટૂંકા અંતર માટે જ ઉપયોગ કરે છે, તેઓ પોતાના વપરાશ મુજબ ઓછું પ્રીમિયમ પણ ચૂકવી શકે છે.
- હાઇપોથિકેશન: બેન્કો દ્વારા આપવામાં આવતી આ ગ્રીન કાર લોન વાહન પર હાઇપોથિકેટ હોય છે, એટલે કે લોન પૂરી ન થાય ત્યાં સુધી વાહનના આરસી બુકમાં બેન્કનું નામ બોલે છે. એચડીએફસી બેન્ક જેવી મોટી સંસ્થાઓ માટે આ લોન પૂરતી સુરક્ષિત છે કારણ કે વાહન એક ભૌતિક એસેટ છે. સરકારની ઇલેક્ટ્રિક મોબિલિટીનીતિઓ (જેમ કે 2030 સુધીમાં 30 ટકા ઇલેક્ટ્રિક વેહિકલ અપનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમ જ પેસેન્જર કાર સેગમેન્ટમાં ઇલેક્ટ્રિકવેહિકલનો હિસ્સો વર્તમાન 7 ટકા થી વધીને 2030 સુધીમાં 15-20 ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે, જેને કારણે બેન્કોની આ લોન સુરક્ષિત અને ભવિષ્યલક્ષી સાબિત થઈ રહી છે.
