આ ત્રણ સ્ક્રિપમાં રોકાણ કરવાનો વિચાર કરી શકાય
ભારતીય શેરબજાર અને પાવર સેક્ટરના શેર્સની બોલબાલા
ભારતમાં વીજળીની માંગ ધારણા કરતાં પણ વધુ ઝડપે વધી રહી છે. ચાલુ નાણાકીય વર્ષ FY27માં મે માસથી અત્યાર સુધી વીજ ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે ૨૪ ટકા નો મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે કોવિડ પછીના વર્ષ ૨૦૨૧ બાદ છેલ્લા ૧૫ વર્ષનો સૌથી મજબૂત માસિક ગ્રોથ જોવા મળ્યો છે. બ્રોકરેજ ફર્મ Jefferies એ ચાલુ વર્ષ FY27 માટે ભારતની વીજ માંગ ગ્રોથનું અનુમાન ૭ ટકાથી વધારીને ૯ કર્યું છે. રિન્યુએબલ એનર્જી (સૌર અને પવન ઊર્જા) ના ઉત્પાદનમાં ૨૬ ટકાનો વધારો થયો છે, જેમાં સોલર જનરેશનમાં ૪૭ ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત, મરચન્ટ પાવરના ભાવ (Spot Power Prices) ઓક્ટોબર ૨૦૨૬ માં વધીને રૂ. ૭.૧ પ્રતિ યુનિટ સુધી પહોંચી ગયા છે. આવા મજબૂત ડિમાન્ડ ગ્રોથ, ક્ષમતા વિસ્તાર અને સુધરતા માર્જિનના કારણે બ્રોકરેજ પેઢી જેફરીઝે ભારતની પાવર યુટિલિટી કંપનીઓમાં ૩૯ ટકાથી ૫૪ ટકા સુધીના રિટર્ન મળવાની મોટી તક જોઈ છે. પાવર સેક્ટરની ધ્યાનમાં લેવા જેવી ત્રણ કંપનીઓ હોવાનું તેમનું માનવું છે.
JSW Energy Ltd. ના શેરમાં લેણ કરો
રેટિંગ એજન્સી જેફરીઝના મતાનુસાર જેએસડબ્લ્યુ એનર્જિના શેરમાં લેણ કરી શકાય છે. શેરનો ભાવ વધીને રૂ. 720ના મથાળાના સ્પર્શી શકે છે. શેરના ભાવમાં 54 ટકા સુધીનો સુધારો જોવા મલી શકે છે. તેમાં તેજી થાય તો ભાવ વધીને રૂ. 800નું મથાળું વળોટી જાય તેવી સંભાવના રહેલી છે. હા શેરના ભાવમાં ઘટાડો આવે તો અંદાજે 17 ટકા સુધી ઘટીને રૂ. 390ના તળિયા સુધી જઈ શકે છે. સ્ટેમ્બર 2026માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો વેરા પહેલાનો નફો અપેક્ષા કરતાં 10 ટકા વધુ રહ્યો છે. આ વધારો વીજળીના ઉત્પાદનના વધારા તથા મરચન્ટ સેલના વધારાને પરિણામે આવ્યો છે.
-
ક્ષમતા વિસ્તાર: કંપનીની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૧૫ ટકા વધીને 15.1 GW પહોંચી છે. FY27 માં ૩ GW અને FY30 સુધીમાં કુલ 25 GW થી 30 GW ક્ષમતા સુધી પહોંચવાનું લક્ષ્ય છે.
-
મજબૂત આવકનો ગ્રોથ: FY26 થી FY30 દરમિયાન કંપનીના રેવન્યુમાં ૧૧ ટકા અને EBITDA માં ૧૭ ટકાના ચક્રવૃદ્ધિ દરે (CAGR) ગ્રોથનું અનુમાન છે. પ્રતિ શેર આવક (EPS) માં ૪૬ ટકાના વાર્ષિક દર થી ગ્રોથ આવવાની ધારણા છે.
-
જોખમમુક્ત આવક મોડેલ: કંપનીના ઓપરેશનલ પોર્ટફોલિયોમાંથી ૯૬ ટકા હિસ્સો લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) હેઠળ આવરી લેવાયેલો છે, જે કેશ ફ્લોની ગેરંટી આપે છે.
રોકાણ ન કરવાના કારણો અને માઇનસ પોઇન્ટ્સ:
-
છેલ્લા નાણાકીય વર્ષમાં લક્ષ્યાંક ચૂકવો: FY26 માં કંપનીએ ગાઇડન્સ ચૂકી ગઈ હતી, જેથી પ્રોજેક્ટ પૂરા કરવાનો દર સુધારવો જરૂરી છે. પ્રોજેક્ટ પૂરો કરવામાં જરૂર કરતાં વધુ સમય લાગે છે.
-
પ્રોજેક્ટ વિલંબનું જોખમ: જમીન સંપાદન, રાઇટ ઓફ વે, ટ્રાન્સમિશન નેટવર્ક જોડાણ અને સાધનોના પુરવઠામાં વિલંબ થાય તો કંપનીના લક્ષ્યાંકો ખોરવાઈ શકે છે.
Adani Energy Solutions Ltd.
-
Jefferies રેટિંગ: Buy (ખરીદો)
-
ટાર્ગેટ પ્રાઇસ (Target Price): રૂ. ૧,૯૮૦
-
અપેક્ષિત રિટર્ન (Implied Upside): ૫૩%
૨. રોકાણ કરવાના મુખ્ય કારણો:
-
ટ્રાન્સમિશન ક્ષેત્રે મોનોપોલી જેવું સ્થાન: અદાણી એનર્જી સોલ્યુશન્સ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓમાંની એક છે.
-
વીજ માંગનો સીધો ફાયદો: ભારતમાં વીજ ઉત્પાદન વધી રહ્યું હોવાથી તે વીજળીને નેટવર્ક સુધી પહોંચાડવા માટે ટ્રાન્સમિશન લાઇન અને સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ્સની માંગમાં મોટો ઉછાળો આવી રહ્યો છે.
-
પ્રાઇવેટ સેક્ટર યુટિલિટીમાં ટોચની પસંદગી: બ્રોકરેજ હાઉસે તેને પ્રાઇવેટ યુટિલિટી સ્પેસમાં સૌથી આકર્ષક વેલ્યુએશન અને ગ્રોથ પોટેન્શિયલ ધરાવતો સ્ટોક ગણાવ્યો છે.
રોકાણ ન કરવાના કારણો અને માઇનસ પોઇન્ટ્સ:
-
ઊંચી મૂડી અને દેવું: ટ્રાન્સમિશન અને સ્માર્ટ મીટરિંગ બિઝનેસમાં ખૂબ મોટા મૂડી રોકાણની જરૂર પડે છે, જેથી વ્યાજદર અથવા દેવાની સ્થિતિ પર ધ્યાન રાખવું પડે છે.
-
નિયમનકારી મંજૂરીઓ: ટેરિફ અને ટ્રાન્સમિશન લાઇન પાસ કરવા માટે સરકારી અને પ્રાદેશિક નિયમનકારી મંજૂરીઓમાં વિલંબ થવાનું જોખમ રહેલું છે.
NTPC Ltd.
શેરની સંક્ષિપ્ત વિગતો:
-
Jefferies રેટિંગ: Buy (ખરીદો)
-
ટાર્ગેટ પ્રાઇસ (Target Price):રૂ. ૪૨૫
-
અપેક્ષિત રિટર્ન (Implied Upside): ૩૯ ટકા
-
રોકાણ કરવાના મુખ્ય કારણો (Bull Case / Pros):
-
સરકારી ક્ષેત્રની મજબૂત PSU લીડર: દેશના કુલ વીજ ઉત્પાદનમાં NTPC સૌથી મોટો હિસ્સો ધરાવે છે.
-
PLFF અને બેઝ લોડ કેપેસિટી: થર્મલ પાવર પ્લાન્ટ્સનું પ્લાન્ટ લોડ ફેક્ટર (PLF / પ્લાન્ટ વપરાશ) ૬૨% થી વધીને ૬૮% થયો છે, જે દર્શાવે છે કે કંપનીના હાલના પ્લાન્ટ્સ મહત્તમ ક્ષમતા પર ચાલી રહ્યા છે.
-
ગ્રીન એનર્જીમાં મોટો ડાઇવર્સિફિકેશન: થર્મલ પાવર ઉપરાંત NTPC તેની ગ્રીન એનર્જી સબસિડિયરી દ્વારા રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોનો ઝડપથી વિસ્તાર કરી રહી છે.
રોકાણ ન કરવાના કારણો અને માઇનસ પોઇન્ટ્સ (Bear Case / Cons & Risks):
-
ધીમી અમલીકરણ ગતિ (Slower Growth vs Private Sector): પબ્લિક સેક્ટર (PSU) હોવાના કારણે ખાનગી ક્ષેત્રની કંપનીઓ (જેમ કે JSW કે Adani) ની સરખામણીએ લિસ્ટિંગ રિટર્નની ટકાવારી પ્રમાણમાં મધ્યમ રહે છે.
-
કોલસા આધારિત પ્રોજેક્ટ્સ પર નિર્ભરતા: હજુ પણ મોટા ભાગનું આવકનું મોડેલ થર્મલ (કોલસા) વીજ ઉત્પાદન પર આધારિત હોવાથી વૈશ્વિક ક્લાઇમેટ પોલીસી કે કોલસાના ભાવ વધવાથી માર્જિન પર શોર્ટ-ટર્મ અસર પડી શકે છે.

