ધનતેરસ 2026માં સોનામાં રોકાણ કરનારા સાવચેતી રાખે, વાસ્તવિક રિટર્નની અપેક્ષા રાખે, ટૂંકા ગાળામાં વધઘટ રહે

ધનતેરસના દિવસે સોનામાં કેવી રીતે ખરીદી કરવી જોઈએ, આગામી દિવસોમાં સંભાવના કેવી છે?
ધનતેરસના તહેવાર પર સોનાની ખરીદી કરવી એ ભારતીય પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ આ વર્ષે જાન્યુઆરી 2026 ના ઉચ્ચ સ્તરથી સોનાના ભાવમાં 17.8% નું મોટું કરેક્શન (ઘટાડો) જોવા મળ્યું છે. તેથી જ નિષ્ણાતોના જણાવ્યા મુજબ ધનતેરસ 2026માં સોનામાં રોકાણ કરતી વખતે રોકાણકારોએ સાવચેતી રાખવી, વાસ્તવિક રિટર્નની અપેક્ષા રાખવી અને ટૂંકા ગાળાની ક્ષણિક વધઘટ માટે તૈયાર રહેવું જોઈએ.
ધનતેરસ 2026 માં સોનાની ખરીદી: નિષ્ણાતોની સલાહ અને રોકાણની વ્યૂહરચના
- 2025 માં વિસ્ફોટક રિટર્ન: વર્ષ 2025 માં સોનાએ 74.9 ટકાનો જંગી ઉછાળો નોંધાવ્યો હતો.
- 2026 માં કરેક્શન: 29 જાન્યુઆરી 2026 ના રોજ રૂ.1,74,638 (પ્રતિ 10 ગ્રામ) ના સર્વોચ્ચ સ્તરથી ઘટીને 5 નવેમ્બર 2026 (ગુરુવાર) ના રોજ સોનું રૂ.1,43,552 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
- વર્ષ 2026 નું રિટર્ન: વર્ષ 2026 માં અત્યાર સુધી સોનાએ માત્ર 8.2 ટકાનું શાંત રિટર્ન આપ્યું છે.
સોનાના ભાવ ઘટેવા પાછળના મુખ્ય કારણો
- પ્રોફિટ બુકિંગ: ગયા વર્ષની મોટી તેજી બાદ રોકાણકારોએ પ્રોફિટ બુક કર્યું અને સ્પેક્યુલેટિવ પોઝિશન્સ ખાલી કરી.
- ક્રૂડ ઓઇલ અને ફુગાવો: અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવ $60 થી વધીને $110 પ્રતિ બેરલ પહોંચ્યા, જેનાથી મોંઘવારી વધવાની ચિંતા ઊભી થઈ.
- અમેરિકાના બોન્ડ યીલ્ડ અને ડોલર મજબૂત: ઊંચા વ્યાજદરોની ચિંતામાં યુએસ બોન્ડ યીલ્ડ વધ્યા, જેના કારણે “Non-yielding Asset” તરીકે સોનાનું આકર્ષણ ઘટી ગયું અને યુએસ ડોલર મજબૂત થયો.
- સેન્ટ્રલ બેન્કોની ખરીદીમાં ઘટાડો: સેન્ટ્રલ બેન્કો દ્વારા ખરીદીનો દર ધીમો પડવો અને ETF માંથી ફંડ આઉટફ્લો થવો.
લાંબાગાળા માટે સોનાને મજબૂતી આપતા પરિબળો
- સેન્ટ્રલ બેન્કોની સતત ખરીદી: વૈશ્વિક સેન્ટ્રલ બેન્કો દર વર્ષે ~1,000 ટન સોનાની ખરીદી કરી રહી છે, જે બજારને સપોર્ટ પૂરો પાડે છે.
- ડી-ડોલરાઇઝેશન અને દેવાની ચિંતા: દેશો તેમના ફોરેક્સ રિઝર્વને ડોલરથી દૂર સોના તરફ શિફ્ટ કરી રહ્યા છે.
- રૂપિયાનું ધોવાણ: ડોલર સામે ભારતીય રૂપિયો વાર્ષિક 3-4 ટકા ઘટે છે, જે ભારતીય રોકાણકારો માટે સોનાના સ્થાનિક ભાવમાં વધારો કરે છે.
- વ્યાજદરમાં સંભવિત કાપ (2027): જો 2027 માં યુએસ ફેડ વ્યાજદરમાં ઘટાડો કરશે તો બોન્ડ યીલ્ડ ઘટે અને સોનામાં ફરી તેજી આવી શકે છે.
પોર્ટફોલિયોમાં સોનાનું મહત્વ અને મર્યાદાઓ
| સકારાત્મક પાસાં (Benefits) | મર્યાદાઓ (Drawbacks) |
| પોર્ટફોલિયો ડાઇવર્સિફિકેશન: શેરબજાર સાથે ઓછું સંબંધ હોવાથી બજારના જોખમને ઘટાડે છે. | કોઈ પેસિવ ઇનકમ નહિ: સોના પર કોઈ ડિવિડન્ડ, વ્યાજ કે ભાડું મળતું નથી. |
| મોંઘવારી સામે રક્ષણ (Hedge): લાંબા ગાળે ફુગાવા અને ચલણના ધોવાણ સામે રક્ષણ પૂરું પાડે છે. | ઓપોર્ચ્યુનિટી કોસ્ટ: જ્યારે બોન્ડ કે ફિક્સ ડિપોઝિટ ઊંચું રિટર્ન આપે ત્યારે સોનામાં મૂડી રોકવાનો કોસ્ટ વધે છે. |
| ઝડપી લિક્વિડિટી: કોઈ ક્રેડિટ અથવા ડિફોલ્ટ રિસ્ક નથી અને ગમે ત્યારે રોકડમાં રૂપાંતરિત કરી શકાય છે. | અનિયમિત રિટર્ન: સોનામાં ઘણા વર્ષો સુધી શાંતિ રહ્યા બાદ અચાનક મોટો ઉછાળો આવે છે. |
રોકાણકારો માટે ગાઇડલાઇન અને વ્યૂહરચના
- વાસ્તવિક રિટર્નની અપેક્ષા: સોના પાસે દર વર્ષે 70%+ રિટર્નની અપેક્ષા ન રાખવી. લાંબા ગાળે હાઇ સિંગલ ડિજિટ અથવા લો ડબલ ડિજિટ (8% થી 12%) રિટર્નની અપેક્ષા રાખવી યોગ્ય છે.
- એસેટ એલોકેશન રેગ્યુલેટ કરો: કુલ પોર્ટફોલિયોના 5થી 10 ટકા ભાગ જ સોનામાં રોકવો. આનાથી વધુ રોકાણ પોર્ટફોલિયોનું જોખમ વધારી શકે છે.
- રીબેલેન્સિંગ કરો: જો તાજેતરના ઘટાડાને કારણે સોનાનું પ્રમાણ ઘટી ગયું હોય, તો જૂના ટાર્ગેટ સુધી પહોંચવા માટે આ સમયનો ઉપયોગ કરવો.
- તબક્કાવાર રોકાણ (SIP Strategy): એકસાથે લમ્પસમ્પ-સામટું મોટું રોકાણ કરવાને બદલે Gold ETF કે Gold Mutual Fund માં માસિક SIP દ્વારા રોકાણ કરો.
- દાગીનાથી દૂર રહો: રોકાણના હેતુ માટે જ્વેલરી ન ખરીદવી કારણ કે તેમાં મેકિંગ ચાર્જ અને રિસેલ ડિડક્શનને કારણે રિટર્ન ઘટે છે.
Tags: Atom Financial Services gold analysis Avoid jewellery for investment Axis Direct commodity research gold Central bank gold buying 1000 tonnes Crude oil prices impact on gold De-dollarisation central banks gold Dhanteras 2026 gold buying guide Dhanteras gold buying mistakes to avoid Dollar strength gold price decline Fed rate cuts impact on gold 2027 Gold ETF investment strategy Gold market report Gold portfolio allocation 5 to 10 percent gold price correction 2026 Gold price correction buying opportunity Gold price outlook Dhanteras 2026 Gold price per 10 grams November 2026 Gold return expectations rupee terms Gold target prices 2026 2027 Gold vs equity asset allocation Inflation hedge gold investment Nippon India Mutual Fund gold outlook Opportunity cost of holding gold Physical gold vs Gold ETF Dhanteras Portfolio diversification with gold Rebalancing portfolio with gold Rupee depreciation gold prices India SahajMoney gold advice Should you buy gold this Dhanteras SIP in Gold Mutual Funds Tata Asset Management gold view US bond yields vs gold prices Volatility in gold prices 2026 2027 અક્ષય તૃતીયા ધનતેરસ સોનું ક્રૂડ ઓઇલ ફુગાવો સોના ભાવ ગુજ સમાચાર શેરબજાર સોનું ગોલ્ડ ઇટીએફ રોકાણ ગોલ્ડ જ્વેલરી વિ ગોલ્ડ ઇટીએફ ગોલ્ડ પોર્ટફોલિયો ડાઇવર્સિફિકેશન ગોલ્ડ ભાવ કરેક્શન 2026 ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ વોલેટિલિટી આઉટલુક ડોલર વિ રૂપિયો સોના પર અસર તાતા એસેટ મેનેજમેન્ટ ગોલ્ડ વ્યુ ધનતેરસ 2026 ગોલ્ડ રિટર્ન ધનતેરસ 2026 સોનાની ખરીદી ધનતેરસ ગોલ્ડ ખરીદી ટિપ્સ ધનતેરસ મુહૂર્ત સોના ખરીદી નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો એસેટ એલોકેશન ફુગાવા સામે રક્ષણ સોનું ભારતમાં સોનાના ભાવ 2026 યુએસ બોન્ડ યીલ્ડ ગોલ્ડ અસર શેરબજાર વિ સોનાનું રોકાણ સહજ મની ગોલ્ડ ગાઇડ સાહજ મની સોના સલાહ સેન્ટ્રલ બેન્ક સોના ખરીદી સોનાના ભાવ આગાહી ધનતેરસ સોનાના ભાવ ઘટવાના કારણો સોનાના ભાવમાં રિકવરી 2027 સોનાનું રિટર્ન હિસ્ટ્રી સોનામાં એસઆઇપી વ્યૂહરચના સોનામાં પ્રોફિટ બુકિંગ સોનામાં રોકાણ સલાહ સોનામાં લાંબા ગાળાનું રોકાણ સોવરિન ગોલ્ડ બોન્ડ વિકલ્પ
