• 6 November, 2026 - 6:39 PM

સેબીની નવી નેટ સેટલમેન્ટ સુવિધા મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને કેવી રીતે ફાયદો કરશે?

નેટ સેટલમેન્ટ સુવિધા મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને કેવી રીતે ફાયદો કરશે?
પહેલી એપ્રિલ 2027થી નેટ સેટલમેન્ટની નવી સિસ્ટમ અમલમાં આવી જશે
મૂડી બજાર નિયામક સેબી (SEBI) એ 5 નવેમ્બર 2026 ના રોજ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ નિર્ણાયક જાહેરાત કરી છે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને કેશ માર્કેટમાં તેમના ફંડ ઓબ્લિગેશન્સ (રોકડ નાણાકીય જવાબદારીઓ)નું નેટિંગ (Net Settlement) કરવાની મંજૂરી આપી છે. આ નવી સુવિધા 1 એપ્રિલ, 2027 થી અમલમાં આવશે. આ પગલાનો મુખ્ય હેતુ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ માટે કામચલાઉ ભંડોળની જરૂરિયાતો (Temporary Funding Needs) ઘટાડવાનો અને સેટલમેન્ટ પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે.

નવી ‘નેટ સેટલમેન્ટ’ સુવિધા શું છે?

ફંડ ઓબ્લિગેશનનું નેટિંગ: નવી સિસ્ટમ હેઠળ, એક જ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ અને એક જ સેટલમેન્ટ સાયકલ દરમિયાન થયેલા આઉટરાઇટ  ખરીદી અને વેચાણના વ્યવહારોમાં મળવાપાત્ર રકમ સામે ચૂકવવાપાત્ર રકમ ને સેટ-ઓફ (Offset) કરી શકાશે. સેબીએ ચાલુ વર્ષે જ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) માટે જે નેટ સેટલમેન્ટ સુવિધા શરૂ કરી હતી, તેને હવે મ્યુચ્યુઅલ ફંડ્સ સુધી વિસ્તારવાનો નિર્ણય લીધો છે. સેબીએ સ્પષ્ટ કર્યું છે કે આ નેટિંગ સુવિધા માત્ર નાણાકીય ચૂકવણીને જ લાગુ પડશે. સિક્યોરિટીઝ કે શેરોનું સેટલમેન્ટ તો પહેલાની જેમ જ ગ્રોસ બેઝિસ પર જ ચાલુ રહેશે.

નેટ સેટલમેન્ટ માટેની મુખ્ય શરતો અને મર્યાદાઓ 

નિયમ / પાસું સેબીની માર્ગદર્શિકા
સ્કીમ-સ્તરે સેટલમેન્ટ નેટિંગ સુવિધા માત્ર એક જ સમાન સ્કીમના સ્તરે મળશે. એક જ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ (AMC) ની અલગ-અલગ સ્કીમો વચ્ચે ક્રોસ-એડજસ્ટમેન્ટ કરી શકાશે નહીં.
આઉટરાઇટ ટ્રાન્ઝેક્શન્સ આ સુવિધા માત્ર ‘આઉટરાઇટ’ (ઓરિજિનલ પર્ચેઝ કે સેલ) ટ્રાન્ઝેક્શન માટે છે. જો કોઈ સ્કીમ એક જ સેટલમેન્ટ સાયકલમાં એ જ સિક્યોરિટી ખરીદે અને વેચે, તો તે ગ્રોસ બેઝિસ પર જ સેટલ થશે.
બહાર રાખવામાં આવેલા ટ્રાન્ઝેક્શન્સ ડેરિવેટિવ્ઝ (F&O), સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ-SLBM), શોર્ટ સેલિંગ અને અન્ય નોન-આઉટરાઇટ સોદાઓ આ નેટિંગ ફ્રેમવર્કથી બહાર રહેશે.
અમલીકરણ તારીખ આ સુવિધા 1 એપ્રિલ, 2027 થી સત્તાવાર રીતે અમલમાં આવશે.

મ્યુચ્યુઅલ ફંડ્સ અને રોકાણકારો પર અસર

  • વર્કિંગ કેપિટલ અને લિક્વિડિટીમાં રાહત: અત્યાર સુધી મ્યુચ્યુઅલ ફંડ્સે ખરીદી માટે પૂરા નાણાં ચૂકવવા પડતા હતા અને વેચાણના નાણાં પાછળથી મળતા હતા. નેટિંગના કારણે ફંડ મેનેજર્સે હાથ પર વધારાની કેશ ઓછી રાખવી પડશે. ક્લિયરિંગ કોર્પોરેશન્સ, સ્ટોક એક્સચેન્જીસ અને કસ્ટોડિયન્સ સાથે ટ્રાન્ઝેક્શન સેટલમેન્ટમાં ઝડપ આવશે. સેબીએ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) ને કસ્ટોડિયન્સ અને એક્સચેન્જો સાથે મળીને યોગ્ય અમલીકરણ ધોરણો ઘડી કાઢવા અને યોગ્ય ઓડિટ ટ્રેઇલ જાળવવા સૂચના પણ આપી છે.

Read Previous

મલ્ટિબેગર શેરોમાં 10 ટકાથી 30 ટકા અંશતઃ નફો બુક કરી શકાય

Read Next

આજે નિફ્ટી સ્પોટના માર્કેટમાં શું કરી શકાય?

Most Popular