સંવત ૨૦૮૩ માં રોકાણની રણનીતિ: ₹૧ લાખનું રોકાણ ક્યાં અને કેવી રીતે કરવું?

સંવત ૨૦૮૩ માં રોકાણની રણનીતિ: ₹૧ લાખનું રોકાણ ક્યાં અને કેવી રીતે કરવું?
સંવત ૨૦૮૨માં વૈશ્વિક અનિશ્ચિતતાઓ, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારે વેચવાલીના કારણે ભારતીય શેરબજાર માટે પડકારજનક સમય રહ્યો હતો. જોકે, સંવત ૨૦૮૩ ની શરૂઆત સાથે ભારતીય શેરબજાર માટે આશાસ્પદ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. મોતીલાલ ઓસવાલના એક્સપર્ટ સિદ્ધાર્થ ખેમકા મુજબ, હાલ નિફ્ટીનો ફોરવર્ડ P/E ૨૪-મહિનાના એવરેજથી આશરે ૧૬ ટકા નીચે (૧૭.૫x) હોવાથી વેલ્યુએશન વાજબી બન્યા છે અને FY27 તથા FY28 માં કોર્પોરેટ કમાણીમાં ૧૫થી ૧૭% ગ્રોથની ધારણા છે.
રૂ.૧ લાખનું સંપત્તિ ફાળવણી મોડેલ
૩ વર્ષના ગાળા માટે અને મધ્યમ જોખમ (Moderate Risk) ધરાવતા રોકાણકારો માટે ₹૧ લાખનું આદર્શ વિભાજન નીચે મુજબ રાખવું જોઈએ:
રોકાણ કરવાની યોગ્ય રીત: એકસાથે કે ટુકડે-ટુકડે?
બજારમાં હાલમાં પણ વોલેટિલિટી (ઉતાર-ચઢાવ) ચાલુ રહેવાની શક્યતા હોવાથી નીચે મુજબની હાઇબ્રિડ વ્યૂહરચના અપનાવવી શ્રેષ્ઠ રહેશે:
-
૪૦થી ૫૦ ટકા રકમનું ત્વરિત રોકાણ: તમારા કુલ ઇક્વિટી રોકાણમાંથી ૪૦-૫૦ ટકા રકમ અત્યારે મજબૂત ફંડામેન્ટલ ધરાવતી લાર્જ-કેપ કંપનીઓમાં રોકી દેવી.
-
બાકીની ૫૦ ટકા રકમનું એસઆઈપી કે એસટીપી: બાકીના ૫૦% ના ણાં આગામી ૩ થી ૬ મહિના દરમિયાન ટુકડે-ટુકડે (SIP કે STP માધ્યમથી) રોકવા. ખાસ કરીને મિડ-કેપ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં ભાવ હજુ પણ પ્રીમિયમ પર હોવાથી ઘટાડે ખરીદી કરવાનો લાભ મળશે.
મુખ્ય જોખમો અને રક્ષણાત્મક પગલાં
-
મુખ્ય પડકારો: ભૂ-રાજકીય તણાવ (Geopolitical risks), ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો, મોંઘવારી અને FII (વિદેશી રોકાણકારો) ની અનિશ્ચિત વેચવાલી.
-
જોખમ સામે રક્ષણ:
-
પોર્ટફોલિયોમાં ૧૫ ટકા ગોલ્ડ રાખવાથી તે અનિશ્ચિતતા સામે હેજિંગ (સુરક્ષા) પૂરી પાડશે.
-
૩૫ ટકા ડેટ ફાળવણી પોર્ટફોલિયોને સ્થિરતા અને નિયમિત વળતર આપશે.
-
આપત્તિ સમયે કમાણી જાળવી રાખતી નિકાસ-લક્ષી કંપનીઓ પર નજર રાખવી.
-

