• 9 October, 2025 - 3:36 AM

શેરબજારમાં આવનારા દિવસોમાં વોલેટાલિટી જ જોવા મળશે

ree

ઇન્ફ્લેશનના ડેટા સટ્રોન્ગ આવ્યા હોવાથી નવેમ્બરમાં પણ વ્યાજદરમાં વધારો થવાની શક્યતા

ગુરૂવારે સેન્સેક્સ અને નિફ્ટીએ વીકલી કોન્ટ્રાક્ટના છેલ્લા દિવસે ઘટાડો દર્શાવ્યો હતો. સેન્સેક્સ 391 પોઈન્ટ અને નિફ્ટી 109 પોઈન્ટ ઘટ્યો હતો. બેન્ક નિફ્ટી 494 પોઈન્ટ ઘટ્યો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ ફરી એકવાર 20ની ઉપર પહોંચી ગયો છે. તમામે સેક્ટોરિયલ ઇન્ડેક્સ નેગેટીવ હતા. માત્ર મેટલ ઇન્ડેક્સે સહેજ પોઝિટીવ બંધ આપ્યો હતો. માર્કેટ બ્રેડ્થ નેગેટીવ હતી. ઘટતા શેર્સની સંખ્યા રોજ કરતાં વધારે હતી. નિફ્ટી ફિફ્ટીમાંથી 34 અને નિફ્ટી 500માંથી 317 શેર્સના ભાવ ઘટ્યા હતા. ઇન્ફોસિસ અને માઈન્ડ ટ્રીના પરિણામો અપેક્ષા કરતાં સારા આવ્યા હતા.

ગુરૂવારે જે શેર્સમાં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો તેમાં રાઈટ્સમાં 10.5 ટકા, ત્રિવેણી એન્જિનિયરિંગ 3.8 ટકા, કંડલા તનાલા પ્લેટફોર્મ 3.6 ટકાનો સુધારો જોવા મળ્યો છે. કંડલા તનાલા પ્લેટફોર્મમાં બાયબેકની રેકોર્ડ ડેટ નક્કી થઈ છે. તેણે રૂ. 1200ના ભાવથી બાયબેક કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરિણામે તેના શેરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ફાઈન ઓર્ગેનિક્સ 3.4 ટકા અને પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ 3.3 ટકા વધ્યો હતો.

ભાવ ઘટાડો દર્શાવનારા શેર્સમાં વિપ્રો 7.1 ટકા, ઇન્ડિયા સિમેન્ટ 5.8 ટકા, બિલગેર એન્ટરપ્રાઈશ 4.7 ટકા, ટીમકેર 4.1 અને ઇન્ડિયન મોટર 4.4 ટકા ઘટ્યો હતો.

સારુ વોલ્યુમ દર્શાવનારા શેર્સની વાત કરવામાં આવે તો તનલામાં 11.8 ગણુ, વિપ્રોમાં 5.8 ગણુ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝમાં 5.4 ગણુ, કે.આઈ. ઇન્ડસ્ટ્રીઝમાં 4.7 ગણુ અને કેમ્પસમાં 4.6 ગણુ વોલ્યુમ જોવા મળ્યું હતું.

બાવન અઠવાડિયાના ટોપ બનાવનારા શેર્સમાં રાઈટ્સ, સનફાર્મા, કેએસબી લિમિટેડ, ટીવીએસ મોટર્સ અને રેમેન્ડ્સે વર્ષનો ટોપ બનાવ્યા હતા. જોકે ઉપરના લેવલથી તેમાં વેચવાલીનું દબાણ ઊભું થયું હતું. બાવન અઠવાડિયાના બોટમ બનાવનારા શેર્સમાં વિપ્રોનો સમાવેશ થાય છે. જે શેરનો રૂ. 740નો ભાવ હતો તે શેર આજે 50 ટકાથી ઓછી કિંમતે મળી રહ્યો છે. નાયકા અને બાયોકોને પણ બાવન અઠવાડિયાનો બોટમનો ભાવ બનાવ્યો છે. સનોફી અને એસપીસીએલએ બાવન અઠવાડિયાની નીચી સપાટી જોઈ છે.

ડેરીવેટીવ્સનુ એનાલિસિસ કરવામાં આવે તો જે શેર્સમાં એગ્રેસિવ નવી લોન્ગ પોઝિશન જોવા મળી તેમાં જીએનએફસી, હિન્દાલકો અને એચસીએલ ટેક્નો મુખ્ય હતા. જે શેર્સમાં એગ્રેસિવ નવી શોર્ટ પોઝિશન ઊભી થઈ હોય તેવા શેર્સમાં એબીઆઈ, વિપ્રો, મુથ્થુટ ફાઈનાન્સ, એચડીએફસી બેન્ક, એલ એન્ડ ટી, ઇફકો મુખ્ય હતા. જે શેર્સમાં લોન્ગ પોઝિશન ઘટી છે તેવા શેર્સમાં ફેડરલ બેન્ક, દીપક નાઈટ્રેટ, ચોલા અને ક્રોમ્પટન મુખ્ય હતા શોર્ટ કવરિંગ જોવા મળ્યું તેમાં નેશનલ એલ્યુમિનિયમ, એબીબી, ગ્રાસિમ મુખ્ય હતા.

વોલ્યુમ વેઈટેડ એવરેજ પ્રાઈસ પ્રમાણે શુક્રવારે સારી મુવમેન્ટ દર્શાવે તેવી સંભાવના ધરાવતા શેર્સમાં આરતી ડ્રગ્સ, લોરસ લેબ, ઇન્ડિયન બેન્ક અને પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. નેગેટીવ મુવમેન્ટના ઇન્ડેકેશન આપનારા શેર્સમાં ઇન્ડિયા માર્ટ, લાઓ પાલા, બિલગેર અને ઇન્ડિયા બુલ રિયલ એસ્ટેટનો સમાવેશ છે. જે શેર્સમાં સુપર ટ્રેન્ડ પોઝિટિવ જણાય છે તેવા ટેકનિકલી સાઉન્ડ શેર્સની વાત કરવામાં આવે તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સીસીએલ પ્રોડક્ટ મુખ્ય છે. જે શેર્સનો સુપર ટ્રેન્ડ બાયમાંથી સેલ તરફ જઈ રહ્યો હોવાનું જણાય છે તેમાં જે.કે. લક્ષ્મી સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ અને ગુજરાત પિપાવાવ પોર્ટ મુખ્ય છે. બોલિંગર બેન્ડ પ્રમાણે પોઝિટિવ મુવમેન્ટ દર્શાવે તેવા શેર્સમાં એચસીએલ ટેક્નો મુખ્ય છે. જ્યારે જે શેર્સમાં નાયકા, વિપ્રો, અલકેમ લેબોરટરી અને સિયાટ મુખ્ય છે.

વિશ્વનાબજારોની મુવેમન્ટની વાત કરવામાં આવે તો તેમાં વોલેટાઈલ મુવમેન્ટ જોવા મળી હતી. ડાઉજોન્સ સાતસો પાઈન્ટ નીચે અને સાતસો પોઈન્ટ ઉપર આવ્યો હોવાનું ઘટના સાથે દિવસના 1400 પાઈન્ટની વધઘટ દર્શાવી હતી. ડાઉજોન્સ 28600નો લો અને 30080નો હાઈ બતાવ્યો હતો. નાસ્ડેકમાં એક જ દિવસમાં 600 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી હતી. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરમાં પણ એક જ દિવસમાં 200 પોઈન્ટનીમુવમેન્ટ જોવા મળી હતી. ઇન્ફ્લેશનના ડેટા સટ્રોન્ગ આવ્યા છે. તેથી નવેમ્બરમાં વ્યાજદર વધે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં પણ બજારમાં ઇન્ટ્રા ડેમાં અને નોર્મલ કોર્સમાં વોલેટાલિટી જોવા મળી શકે છે.

નિલેશ કોટક

ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.

Read Previous

અર્ફિન ઇન્ડિયા લિમિટેડઃ સ્ટીલ માર્કેટની અદભૂત તેજી વચ્ચે પ્રગતિના પંથે

Read Next

આઈઓએલ કેમિકલ્સમાં મોટો ઊછાળો આવવાની દેખાઈ રહેલી સંભાવના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular