LICના શેર્સ રાખવા કે કાઢી નાંખવા?

ભારતની સૌથી મોટી ઈન્શ્યોરન્સ કંપની LICનું તાજેતરમાં જ સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ થયું હતું. દુઃખની વાત એ છે તેનો IPO ઈશ્યુ પ્રાઈઝ કરતા પણ 10 ટકા નેગેટિવમાં ખૂલ્યો હતો. આ કારણે LICના શેર્સમાં રોકાણ કરનારાઓને નુકસાન ખમવાનો વારો આવ્યો હતો.
આવામાં પ્રશ્ન એ થાય કે IPOમાં LICના શેર લાગ્યા હોય તેવા રોકાણકારોએ શું કરવું જોઈએ? તમને LICનો શેર ખરીદવામાં રસ હોય તો શું કરવું જોઈએ?
પહેલી વાત એ છે કે હાલની પરિસ્થિતિ જોઈને ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે એ સમજવું જોઈએ કે LIC જ્યારે લિસ્ટ થઈ ત્યારે સ્ટોક માર્કેટ એક ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું જેને કારણે તેનું ડિસ્કાઉન્ટ લિસ્ટિંગ થયું છે.
સારા પાસાઃ
1. અન્ય લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ જેવી કે SBI લાઈફ, HDFC લાઈફ, ICICI લાઈફ કરતા LIC સસ્તી છે. જે રોકાણકારો તેમાં લાંબા સમય સુધી રોકાણ કરી રાખશે તેમને ફિક્સ્ડ ડિપોઝિટ કરતા તો વધુ રિટર્ન મળવાનું જ છે. જો તમે લાંબો સમય સુધી તેમાં પૈસા રોકવા માંગતા હોવ તો તમારે LICના શેર ખરીદવા જોઈએ.
2. LICની સાઈઝ અને તેની બ્રાન્ડ વેલ્યુની તુલનાએ બીજું કોઈ આવી શકે તેમ નથી. તેના એજન્ટોનું વિશાળ નેટવર્ક તેને ઘણા લાંબા સમય સુધી આગળ ધપાવતા રહેશે. ઈન્શ્યોરન્સના બિઝનેસમાં કંપનીનો સ્કેલ જેટલો વધારે હોય તેટલો વધારે પ્રોફિટ થાય છે. LIC ભારતની મોટામાં મોટી ઈન્શ્યોરન્સ કંપની છે અને ભવિષ્યમાં પણ કોઈ તેને બરોબરીની ટક્કર આપી શકે તેવી શક્યતા દેખાતી નથી.
3. સરપલ્સના વહેચાણના નિયમોમાં ફેરફાર થયા તો LICના પ્રોફિટમાં ઘણો વધારો થઈ જશે.
4. કોરોના પછી ઈન્શ્યોરન્સ અંગે લોકોમાં જાગૃતિ વધી છે અને તેને કારણે ઈન્શ્યોરન્સ કંપનીની માર્કેટ સાઈઝ વધશે. સ્પષ્ટ છે કે તેનો સૌથી વધુ ફાયદો LICને મળશે.

નબળા પાસાઃ
1. પોલિસી ધારકો તેમની પોલિસી કેટલી રિન્યુ કરાવે છે તેના આધારે કંપનીનો પરસિસ્ટન્સી રેશિયો નિશ્ચિત થાય છે. એટલે કે તમે કોઈ પોલિસી લો અને તેને દર વર્ષે રિન્યુ કરો તો પરસિસ્ટન્સી રેશિયો વધે છે.
2. ઈન્શ્યોરન્સ કંપનીનો પરસિસ્ટન્સી રેશિયો જેટલો વધારે, તેમના પ્રોફિટમાં તેટલો વધારો થાય છે. નકારાત્મક વાત એ છે કે LICનો પરસિસ્ટન્સી રેશિયો ઓછો છે અને ખાનગી ઈન્શ્યોરન્સ કંપનીની સરખામણીમાં તેના પ્રોફિટ માર્જિન એટલા મોટા નથી.
3. ઈન્શ્યોરન્સ ક્ષેત્રે 50 ટકા નવો બિઝનેસ બેન્ક પાસેથી આવે છે. LICને ફક્ત 3 ટકા બિઝનેસ બેન્ક પાસેથી મળે છે. બાકી 97 ટકા ફાળો એજન્ટોનો છે. એજન્ટો પર વધુ મદાર બાંધવાને કારણે LIC માર્કેટ શેર ગુમાવી રહ્યું છે.
4. LIC એ છેવટે તો સરકારી કંપની છે. ચૂંટણી જીતવા માટે સરકાર શું શું કરે છે તે આપણે જાણીએ જ છીએ. દાખલા તરીકે, નાના શેરહોલ્ડર્સના હિતમાં ન હોવા છતાંય LICએ તેના રૂપિયા IDBI બેન્કમાં બેલ આઉટ માટે મૂક્યા છે. આમ, જરૂર પડશે તો સરકારો પોતાના ફાયદા માટે કંપનીને નિચોવતી રહેશે.
5. ઘણા એવી પણ દલીલ કરે છે કે LIC પાસે ઘણી વિશાળ રિયલ એસ્ટેટ છે. પરંતુ MTNL, BSNL અને એર ઈન્ડિયા જેવી કંપનીઓ પાસે પણ વિશાળ રિયલ એસ્ટેટ છે. પણ શું તેનાથી શેર હોલ્ડરોને ફાયદો થયો? જવાબ છે- ના.
સૌથી અગત્યનો મુદ્દોઃ
ઘણા લોકો દલીલ કરે છે કે LIC બ્લુચિપ શેર્સમાં મોટી શેરહોલ્ડર કંપની છે. ITC, TCS, ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્સ વગેરેમાં LICનો ઈક્વિટીમાં હિસ્સો ઘણો વધારે છએ.
પરંતુ આ રોકાણ કંપનીએ પોલિસીધારકોના પૈસામાંથી કર્યું છે. આથી તેમાં નફો થશે તો તેનો લાભ પોલિસીધારકોને મળશે, શેરહોલ્ડરોને નહિ.
ઉદાહરણ આપીને સમજીએ તો NIPPON AMC પાસે પણ ઈક્વિટી હોલ્ડિંગ તગડું છે. આ હોલ્ડિંગના રૂપિયા મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટર્સને જાય છે, શેરહોલ્ડરોને નહિ.
LIC અન્ડર સબસ્ક્રિપ્શનના કેસમાં કોઈ પણ IPO બેલ આઉટ કરી શકે છે પરંતુ તે પોતાના જ શેર્સ ખરીદી શકે તેમ નથી. જો તે આવું કરે તો બાયબેક ગણાય.
તો શું કરવું જોઈએ?
ડિવિડન્ડ માટે LIC ના શેર રાખી શકાય. તે સારુ ડિવિડન્ડ આપશે તો ફિક્સ્ડ ડિપોઝિટ કરતા વધુ રિટર્ન મળશે. આ કિસ્સામાં LIC રાખી શકાય.
પરંતુ જો તમે પૈસા બનાવવા માંગતા હોવ તો તમારે વધુ ઝડપથી વિકસતી ખાનગી ઈન્શ્યોરન્સ કંપની જેવી કે HDFC લાઈફ, ICICI લાઈફમાં રોકાણ કરવું જોઈએ.
LICના શેર્સ એવા રોકાણકારો માટે છે જેમને બહુ ચડાવ ઉતાર નથી ગમતા અને જે FD કરતા વધુ રિટર્ન મળે તો સંતુષ્ટ છે. પૈસા બનાવવા માટે આના કરતા વધુ સારા વિકલ્પો મોજૂદ છે.
ડિસ્ક્લેમરઃ આ મારો અંગત દૃષ્ટિકોણ છે અને મારી ગણતરી ખોટી પણ પડી શકે છે. રોકાણ કરતા પહેલા એડવાઈઝરની સલાહ જરૂર લો. આ માહિતી ફક્ત જાણકારી માટે આપવામાં આવી છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે.

(લેખક ગૌરવ સિંઘવી બ્લુ પેલિકન વેલ્થ મેનેજેન્ટના