આજે NIFTY FUTURE માં શું કરી શકાય?

આજે NIFTY FUTURE ઇન્ટ્રા ડેમાં 16920ની ઉપરની સપાટીએ લેણ અને 16914ની સપાટીએ વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 180 પ્લસ. 6નો સ્ટોપલૉસ રાખીને ટ્રેડિંગ કરી શકાય. બજાર 16860ની નીચે બંધ આવે તો તેને બજાર નબળું હોવાના નિર્દેશ તરીકે જોઈ શકાય છે. બજાર ઘટીને 16666, 16250, 15621 સુધી જઈ શકે છે.
આજે BANK NIFTY FUTURE ઇન્ટ્રા ડેમાં 36001ની ઉપર લેણ અને 35980ની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 90, 150 અને 600 પ્લસ. 21નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. બજાર 36000ની નીચે બંધ આવે તો તે ઘણું જ નબળું ગણાય. બજાર આ સપાટીથી ગબડીને 35500, 35000 અને 34111 સુધી જઈ શકે છે.
TATA MOTORS-ટાટા મોટર્સના ભાવ અત્યારે ગગડી રહ્યા છે. ભાવ ઘટીને રૂ. 427, 420 સુધી જઈ શકે છે. 420ની ભાવ સપાટીએ સ્ક્રિપ મજબૂત ટેકો ધરાવે છે. આ સપાટીએ ટ્રેડર્સ તેમની શોર્ટ સેલિંગની પોઝિશન સરખી કરી શકે છે. ત્યારબાદ સ્ક્રિપમાં બંધ ભાવને ધોરણે રૂ. 414નો સ્ટોપલૉસ રાખીને ભાવ રૂ. 432, 440 અને 450 કે તેનાથી ઊંચી સપાટીએ લેણ કરી શકે છે.
આગામી દસ ટ્રેડિંગ સેશન માટે આ સૂચવવામાં આવ્યું છે.
કોટક મહિન્દ્ર બેન્કના શેરમાં રૂ. 1768ની સપાટીએ લેણ કરી શકાય છે. ભાવ સુધરીને 1794, 1833, 1895નું મથાળું બતાવી શકે છે. રૂ. 1732નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય છે.
(સ્ક્રિપ સૂચવેલા લેવલને પાર કરી જાય તે પછી સ્ટોપલૉસ ટ્રીગર થાય તો તેવા સંજોગમાં ટ્રેડરો પોતાની જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ કરી શકે છે.)
નિકુલ કિરણ શાહ,
સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ