Stock Idea : વર્તમાન બજારભાવ રૂ. 477ની આસપાસનો છે.શેરનો ભાવ રૂ. 600ના મથાળે જઈ શકે

BSE code: BOM: 524348
ફાર્માસ્યૂટકલ્સના ક્ષેત્રની કંપની Aarti Drugs Ltd.ના શેરનો વર્તમાન બજારભાવ રૂ. 477ની આસપાસનો છે. ડાયાબિટીશની દવાના મેટફોરમિન બનાવવા માટે જોઈતા બલ્કડ્રગના ઉત્પાદનના ક્ષેત્રની એશિયાની અવલ ક્રમની કંપની છે.
2017ની સાલમાં કંપનીની શેરદીઠ કમાણી રૂ. 8.57ની હતી. માર્ચ 2021ના ત્રિમાસિક ગાળામાં તેની શેરદીઠ કમાણી વધીને રૂ. 30ની થઈ ગઈ હતી. ત્યારબાદ કંપનીએ તેના શેરહોલ્ડરને બોનસ પણ આપ્યું હતું. ત્યારબાદ પણ કંપનીનો સતત વિકાસ થતો રહ્યો છે. કંપનીના શેરનો ટોપનો ભાવ રૂ.828 હતા. ત્યારબાદ ડાઉનવર્ડ ટ્રેન્ડમાં આવ્યો હતો. નીચામાં રૂ. 425ની સપાટીએ આવ્યા પછી શેરના ભાવમાં સુધારા તરફી ચાલ જોવા મળી રહી છે. શેરમાં 400નો સ્ટોપલૉસ રાખીને રૂ. 450થી 460ની રેન્જમાં રોકાણ કરી શકાય છે.
કંપની સતત ગ્રોથ દર્શાવી રહી છે. રિસ્ક રિટર્ન રેશિયો ફેવરેબલ હોવાથી તેમાં રોકાણ કરી શકાય છે. ભાવ સુધરીને રૂ. 600 સુધી જઈ શકે છે. સમગ્રતયા શેરમાર્કેટનો ટ્રેન્ડ નેગેટીવ હોવા છતાંય આ શેર કોન્સોલિડેશન સાથે એક્યુમ્યુલેશન દર્શાવી રહ્યો છે. નિલેશ કોટક, ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.