RBI એ મફતમાં આપેલા Credit Card પર હિડનચાર્જ લેવાની તમામ Bank ને મનાઈ ફરમાવી

રાષ્ટ્રીયકૃત કે ખાનગી બેન્કોએ કોઈપણ જાતના ચાર્જ વિના તેમને ક્રેડિટ કાર્ડ આપવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હશે તો ત્યારબાદ તેઓ તે ક્રેડિટ કાર્ડ ધારક પાસેથી હિડનચાર્જ-છુપા ચાર્જ લઈ શકશે નહિ. બીજું ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયા પછી તેનો દુરુપયોગ થવાને કારણે કાર્ડધારકને માથે આવી પડતી મોટી આર્થિક જવાબદારી સામે તેને રક્ષણ આપવા માટે કાર્ડ ઇશ્યૂ કરનારી બેન્કોએ તેમને વીમાના માધ્યમથી રક્ષણ આપવાની કોઈ વ્યવસ્થાનો પણ વિચાર કરવો જોઈએ. ક્રેડિટ કાર્ડમાં થતાં ફ્રોડ સામે પણ તેમને રક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. દેશમાં અંદાજે સવા સાત કરોડ એક્ટિવ ક્રેડિટ કાર્ડ યુઝર્સના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ક્રેડિટ કાર્ડ પર વાપરેલા પૈસાના માસિક હપ્તામાં મુદ્દલ કેટલી અને વ્યાજ કેટલું લેવાય છે અને અન્ય કોઈ ચાર્જ કાર્ડધારક પાસેથી લેવાય છે કે નહિ તેની વિગતો લેખિતમાં કાર્ડધારકને આપવી પડશે
ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા બાદ 30 દિવસ સુધી તે કાર્ડ એક્ટિવેટ ન કરાવવામાં આવ્યું હોય તો તેવા કાર્ડ એક્ટિવેટ કરવા માટે કાર્ડધારકને વન ટાઈમ પાસવર્ડ-ઓટીપી મોકલ્યા પછી જ તેનો ક્રેડિટ કાર્ડ એક્ટિવેટ કરવાનો રહેશે. તેમ કરવાથી ક્રેડિટ કાર્ડ પોસ્ટ કરાયા બાદ કાર્ડ મેળવવા માટે અરજી કરનારને તે મળે તે પહેલા જ રસ્તામાં જ કાર્ડને આંતરી લેનારાઓ દ્વારા કરવામાં આવતા ફ્રોડ સામે તેને રક્ષણ આપી શકાશે. ક્રેડિટ કાર્ડના ગેરકાયદેસર ઉપયોગને રોકવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે.
ક્રેડિટ કાર્ડ પર વાપરેલા પૈસાના માસિક હપ્તામાં મુદ્દલ કેટલી અને વ્યાજ કેટલું લેવાય છે અને અન્ય કોઈ ચાર્જ કાર્ડધારક પાસેથી લેવાય છે કે નહિ તેની વિગતો લેખિતમાં કાર્ડધારકને આપવી પડશે.
ક્રેડિટ કાર્ડનો એક વરસ સુધી ઉપયોગ ન કરવામાં આવે તો તે બંધ કરી દેતા પહેલા 30 દિવસની નોટિસ કાર્ડધારકને આપવાની રહેશે. ક્રેડિટ કાર્ડના ચાર્જમાં કોઈ ફેરફાર કે વધારો કરવો હોય તો તે અંગે 30 દિવસ પૂર્વેથી કાર્ડધારકને નોટિસ આપવાની રહેશે.
કાર્ડ બંધ કરવાની કાર્ડધારક અરજી કરે તે પછી કામકાજના સાત જ દિવસમાં કાર્ડ બંધ કરી દેવાનો રહેશે, તેમ ન કરનારી બેન્કે કાર્ડધારકને રોજના રૂ. 500 લેખે દંડ ચૂકવવો પડશે
કાર્ડ બંધ કરવાની કાર્ડધારક અરજી કરે તે પછી કામકાજના સાત જ દિવસમાં કાર્ડ બંધ કરી દેવાનો રહેશે, તેમ ન કરનારી બેન્કે કાર્ડધારકને રોજના રૂ. 500 લેખે દંડ ચૂકવવો પડશે. માસિક હપ્તામાં ઝીરો કોસ્ટ હોવાનો ખોટો દાવો બેન્કોએ કરવાનો રહેશે નહિ. ક્રેડિટ કાર્ડ માટે અરજી કરનારની અરજીનો અસ્વીકાર કરવામાં આવે તો તેવા સંજોગોમાં અરજીનો અસ્વીકાર કરવા માટેના કારણો પણ બેન્કોએ અરજદારને આપવાના રહેશે.
કાર્ડને એક્ટિવેટ કરવામાં આવે તે પૂર્વે સિબિલ સહિતની સંસ્થાઓને તેને કેટલી ક્રેડિટ સાથેનો કાર્ડ આપવામાં આવ્યો છે તે અંગેની માહિતી બેન્કો આપી શકશે નહિ. સિબિલ તથા સીઆરઆઈએપ જેવી ક્રેડિટ પર ધ્યાન રાખતી સંસ્થાઓને આ માહિતી આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
ડેબિટ કાર્ડ કોને આપી શકાશે
કરન્ટ એકાઉન્ટ કે પછી સેવિંગ બેન્ક એકાઉન્ટ ધરાવનારને જ ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરવાનુ રહેશે. કેશ ક્રેડિટ લેનારને કે પછી લોન એકાઉન્ટ ધારકને ડેબિટ કાર્ડ આપવાનો રહેશે નહિ. બેન્કો કોઈપણ ખાતેદારને ડેબિટ કાર્ડ લેવાની ફરજ પાડી શકશે નહિ. બેન્ક દ્વારા ખાતેદારને આપવામાં આવતી અન્ય સુવિધા સાથે ડેબિટ કાર્ડની સુવિધાને જોડીને તે લેવાની ફરજ પાડવાની રહેશે નહિ.