Stock Idea : Max Healthcare Institute Limited: ઓલટાઈમ હાઈને કૂદાવી જાય તેવી સંભાવના

Code: MAXHEALTH
મેક્સ હેલ્થકેરના શેરનો ભાવ રૂ.409 છે. કંપનીના શેરના ભાવે ત્રણ મહિનાની નવી ઊંચી સપાટી હાંસલ કરી છે. કંપનીના શેરે બુલિશ એન્ગલની પેટર્ન બનાવી છે અને ટેકનિકલ બ્રેકઆઉટ આપેલો છે. ઉપરાંત છેલ્લા ત્રિમાસિક ગાળામાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 7 ટકા હોલ્ડિંગ વધારવામાં આવ્યું છે.
કંપની હોસ્પિટલ્સની શ્રેણી ધરાવે છે. તેની હોસ્પિટલ્સ નફો કરી રહી છે. કંપનીના શેરમાં રૂ. 380નો સ્ટોપલૉસ રાખી શેરનો ભાવ રૂ. 415ને વળોટી જાય તે પછી ઇન્વેસ્ટ કરવાનું આયોજન કરી શકાય છે. કંપની તેના ઓલટાઈમ હાઈ ભાવ રૂ. 458ને કૂદાવી જાય તેવી સંભાવના છે.
રિસ્ક રિટર્ન રેશિયો ફેવરેબલ છે. જે રીતે ઓસ્ટ્રેલિયામાં હોસ્પિટલની શ્રેણીને 35 ટકા પ્રીમિયમથી કે.કે.આર. દ્વારા ટેક ઓવર કરવામાં આવી છે તે જ રીતે હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીઝમાં વૈશ્વિક સ્તરે મોટા ટેક ઓવરની મોસમ આવવાની સંભાવના જણાઈ રહી છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.