Stock Idea : Neyveli Lignite Corporation : શેરનો ભાવ રૂ. 92નું મથાળું પકડી શકે

Code : NLGINDIA કોલસાની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ હોવાથી દેશ અને દુનિયામાં કોલસાની તીવ્ર અછત વર્તાઈ રહી છે. આ સ્થિતિમાં Neyveli lignite-નેયવેલી લિગ્નાઈટ 2 કરોડ ટન કોલસાની ઉત્પાદન ક્ષમતા ધરાવતી સંગીન કંપની છે. નેયવેલી લિગ્નાઈટના શેરનો ભાવ રૂ. 76 છે. નેયવેલી લિગ્નાઈટનો પીઈ રેશિયો 6.95નૌ છે. કોલસા ઉદ્યોગને પીઈ રેશિયો 31.15નો છે. તેનાથી 20 ટકા પીઈથી આ શેર બજારમાં અત્યારે મળી રહ્યો છે. કંપનીની શેરદીઠ આવક રૂ. 10.94ની છે. કંપનીની બુક વેલ્યુ રૂ. 105 છે. કંપની સવા ત્રણ ટકા જેટલું ઊંચું ડિવિડંડ આપે છે. બજાર ઘટવા છતાં શેરનો ભાવ સુધરીને રૂ. 76 પર બંધ આવ્યો છે. તેની સાથે શેરના વોલ્યુમમાં પણ વધારો જોવા મળ્યો છે. આગામી દિવસોમાં રૂ. 68નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય છે. શેરનો ભાવ રૂ. 82ની સપાટી વળોટી જાય તો રૂ. 87નું મથાળું પકડી શકે છે. તેની ઉપર શેરનો ભાવ વધીને રૂ. 92 સુધી જઈ શકે છે. નિલેશ કોટક, ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.