માર્ચ મહિનામાં NIFTY FUTUREમાં શું થઈ શકે?

NIFTY FUTUREમાં માર્ચ મહિનાની ચાલની વિગતો આ સાથે આપવામાં આવી રહી છે. અત્યારે NIFTY FUTUREમાં નરમાઈ જોવા મળી રહી છે. NIFTY FUTURE બાઉન્સ થઈને 17000, 17100 સુધી આવી શકે છે. 25મી ફેબ્રુઆરીએ NIFTY FUTUREનો બંધ ભાવ 16656 હતો. તેને આધારે આ ત્રિરાશી માંડવામાં આવી છે. NIFTY FUTURE 16580ની નીચે ટકી જાય તો તે બજાર નબળું રહેવાનો નિર્દેશ છે. NIFTY FUTURE 16349ની સપાટીને તોડે તો બજાર તૂટીને 15900, 15333, 15000 સુધી આવી શકે છે. NIFTY FUTURE 15000ની નીચે ટકી જાય તો ઘટીને 13500 અને 12000 સુધી પણ આવી શકે છે. NIFTY FUTURE બે ત્રણ દિવસ સુધી 17100ના મથાળાની ઉપર ટકી જાય તો બજાર સુધરીને 17600 અને 18500 કે તેનાથીય ઉપરની સપાટી સુધી જઈ શકે છે. ફેબ્રુઆરી 25નો BANK NIFTY FUTURE 36421.75નો બંધ જોતાં નકારાત્મક નિર્દેશ આપે છે. BANK NIFTY FUTURE બાઉન્સ બેક થઈને 37234 અને 37825 સુધી આવી શકે છે. BANK NIFTY FUTURE જો 36300ની નીચેની સપાટી જાળવી રાખે તો તેને નકારાત્મક સંકેત તરીકે જોઈ શકાય છે. BANK NIFTY FUTURE તૂટીને 35300, 33600 સુધી આવી શકે છે. BANK NIFTY FUTURE 33500ની નીચેની સપાટી જાળવી રાખે તો તે તૂટીને 30000, 26500 સુધી આવી શકે છે. BANK NIFTY FUTURE 36850ની ઉપરની સપાટી બે કે વધુ દિવસ સુધી જાળવી રાખે તો બજારમાં તેજીનો ચમકારો જોવા મળી શકે છે. બજાર સુધરીને 38100, 38700, 39700 સુધી જઈ શકે છે. (સ્ક્રિપ સૂચવેલા લેવલને પાર કરી જાય તે પછી સ્ટોપલૉસ ટ્રીગર થાય તો તેવા સંજોગમાં ટ્રેડરો પોતાની જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ કરી શકે છે.) નિકુલ કિરણ શાહ, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ