સાયબર ફ્રોડથી બચવા IT રિફંડના મેઈલ મોકલી ફ્રોડ કરનારાઓને કેવી રીતે ઓળખશો?

અમદાવાદઃ આવકવેરાના રિફંડ(IT Refund fraud) આપવા માટેના ઈમેઈલ્સના માધ્યમથી મેન્યુઅલ વેરિફિકેશન કરવાને બહાને તમારો સેન્સિટિવ ડેટા એટલે કે તમારા ખાતાની અંગત માહિતી અને પાસવર્ડ માગી લેવામાં આવતા હોવાનું જાણવા મળે છે. કેન્દ્ર સરકારના માહિતી ખાતાએ પણ આ અંગે દરેક નાગરિક અને કરદાતાને ચેતવણી(warning from CBDT) આપી જ છે.
ફ્રોડ કરવા મોકલાતો ઈ-મેઈલ
આવકવેરાનું રીટર્ન ઓનલાઈન ફાઈલ કરનારાઓને આ પ્રકારના મેઈલ મળતાં હોવાનું જોવા મળે છે. આ મેઈલ આવકવેરા ખાતાં તરફથી આપવામાં આવ્યો છે કે નહિ તેની ચકાસણી કરી શકાય છે. ફ્રોડ કરવા માટે મોકલવામાં આવેલા ઈ-મેઈલ(Protect from fraud email) સાામાન્ય રીતે જીમેઈલ કે યાહૂ પરથી મોકલવામાં આવે છે. આ ઈમેઈલ આવકવેરા ખાતાં તરફથી જ મોકલવામાં આવ્યો હોય તેવો આભાસ થાય છે.
બોગસ મેઈલમાં ભૂલો
વાસ્તવમાં ફ્રોડ કરનારાઓએ મોકલેલા આ ઈ-મેઈલના લખાણમાં ખાસ્સી ભૂલો હોવાનું જોવા મળે છે. તેમ જ તમારી માહિતી માગતા ઈ-મેઈલના ફોર્મેટમાં પણ ભૂલ હોય છે. તેમ જ તમે તમારું રીફંડ મેળવવા માટે તરત કાર્યવાહી કરવા દબાણ (Presserise to click on link)કરવામાં આવે છે. તેમાં કોઈ નકલી વેબસાઈટની લિન્ક પણ આપવામાં આવેલી હોય છે. આ વેબસાઈટ સાવ જ નકલી હોય છે. તેને સરકારી વેબસાઈટ સાથે સ્નાનસૂતકનોય સંબંધ હોતો નથી. આ ઈમેઈલના માધ્યમથી તમારી પાસેથી પરમેનન્ટ એકાઉન્ટ નંબર કે પછી વન ટાઈમ પાસવર્ડ-ઓટીપી(Do not share OTP or PAN) માગવામાં આવે છે. આવકવેરા ખાતા દ્વારા મોકલવામાં આવતા ઈ-મેઈલ પર આ પ્રકારની માહિતી ક્યારેય માગવામાં આવતી જ નથી.
આટલુ ધ્યાનમાં રાખો
- આવકવેરા ખાતું ક્યારેય રિફંડ માટે તમારા પાનકાર્ડ કે બેન્ક એકાઉન્ટની વિગતો મેળવવા માટે ઈ-મેઈલ મોકલતું નથી
- ફ્રોડ કરનારાઓએ મોકલેલા આ ઈ-મેઈલના લખાણમાં તથા માહિતી માગતા ઈ-મેઈલના ફોર્મેટમાં ખાસ્સી ભૂલ હોય છે
- રીફંડ મેળવવા માટે તરત કાર્યવાહી કરવા દબાણ કરીને કોઈ લિન્ક પર ક્લિક કરવા માટે તમારા પર માનસિક દબાણ ઊભું કરવામાં આવે છે
- આવકવેરા ખાતાનો જ ઇમેઈલ હશે તો તેમાં હંમેશા donotreply@incometax.gov.in પરથી જ આવે છે.
- તમારા રિફંડ માટેની માહિતી માટે તમે સરકારી વેબસાઇટ www.incometax.gov.in પર જ લૉગિન કરીને તપાસ કરી શકો છો.
- ડિજિટલ એરેસ્ટ કરી ડરાવી, ધમકાવીને પૈસા પડાવી લેનારા ઉપરાંત આવકવેરાના રિફંડ આપવા માટેની વિગતો માગીને તમારા બેન્ક એકાઉન્ટની અંગત માહિતી મેળવી લઈને તમારી સાથે ફ્રોડ કરવામાં આવી રહ્યા છે. દરેક વ્યક્તિ અને કરદાતાએ આ ફ્રોડ કરનારાઓથી સાવધ રહેવું જરૂરી છે. રિફંડ મેળવવા માટે આટલુ કરો કે તેટલું કરો તેવા ઈ-મેઈલ આવકવેરા ખાતું ક્યારેય મોકલતું જ નથી.પરિણામે રિફંડ આપવા માટેના કોઈ ઈમેઈલ આવે તો તેને સીધા ડીલીટ કરી દેવા જોઈએ.
સાચો મેઈલ કેવો હશે
આ ફ્રોડ ઇમેઈલ છે તે આ રીતે સમજી કે જાણી શકાય છે. એક, આવકવેરા ખાતાનો જ ઇમેઈલ હશે તો તેમાં હંમેશા donotreply@incometax.gov.in પરથી જ આવે છે. તમારા રિફંડ માટેની માહિતી માટે તમે સરકારી વેબસાઇટ www.incometax.gov.in પર જ લૉગિન (Login to check)કરીને તપાસ કરી શકો છો. તમને પોતાને તેની ચકાસણી કરતાં ન આવડતું હોય તો તમારા ટેક્સ કન્સલ્ટન્ટ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને તે બતાવીને પૂછપરછ કરી શકો છો. આ પ્રકારના ઇમેઈલને ઉતાવળમાં કોઈ જ પ્રતિભાવ આપવો ન જોઈએ.
આવકવેરા મહત્વની માહિતી નથી માગતુ
બે, અત્યંત મહત્વની બાબત એ છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ક્યારેય વ્યક્તિગત કે બેંક વિગતો ઈમેઇલ(Never demands bank details) દ્વારા માંગતું નથી. તેમ જ થર્ડ પાર્ટીની વેબસાઈટ પર તમને મોકલતું નથી. તમામ અધિકૃત નોટિસમાં ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર (DIN) હોય છે. ડિન નંબર હોય તો જ તે નોટિસને સાચી ગણવી જોઈએ. અન્યથા તે નોટિસ બોગસ કે ફ્રોડ છે તેમ માનીને આગળ વધી જવું જોઈએ. ડિન નંબર જ નોટિસની અધિકૃતતાની ઓળખ છે.
લિન્ક પર ક્લિક ન કરો
બોગસ કે ફ્રોડ ઈ-મેઈલમાં તમને કોઈ લિન્ક મોકલીને તેના પર ક્લિક કરવા જણાવવામાં આવે છે. આ સંજોગોમાં કેટલાક કરદાતા તે લિન્ક પર ક્લિક કરી દે છે. જો ખોટા લિંક પર ક્લિક કરી દીધું હોય તો શું કરવું તે સમસ્યા તમને મૂંઝવવા માંડે તેવી સંભાવના છે. જો કોઈ વ્યક્તિ ખોટા લિંક પર ક્લિક કરે અથવા પોતાની વિગતો શેર કરે, તો તરત પગલાં લેવા જોઈએ. પહેલા તો તમારે તમારા તમામ તમામ બેંક એકાઉન્ટ, ઈન્કમ ટેક્સ પોર્ટલ, ઈમેઇલ IDના પાસવર્ડ બદલી નાખવાના રહેશે. આ તમે પોતે ન કરી શકતા હોવ તો તમારા ટેક્સ કન્સલ્ટન્ટ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ તમે લઈ શકો છો.
પૈસા ઉપડી જવાની ભીતી
બીજું, તમારે આ અંગે તમારી બેન્ક(Inform Banks)ને તરત જ જાણ કરી દેવી જોઈએ. તમારા બેન્ક ખાતામાંથી પૈસા ઉપડી જવાની ભીતિ હોય તો તમારે બેન્ક એકાઉન્ટમાંથી રકમ ડેબિટ થતી અટકાવી દેવા માટે એકાઉન્ટ ફ્રીઝ કરાવી દેવું (Freez accounts)જરૂરી છે. તમારા વર્તમાન ડેબિટ કાર્ડના તમામ ડેટા ફ્રોડ કરનારાઓ સુધી પહોંચી ગયા હોવાનો ડર લાગતો હોય તો જૂનું ડેબિટ કાર્ડ રદ કરાવીને નવું ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરાવી લો. ક્રેડિટ કાર્ડ હોય તો તે પણ નવેસરથી ઇશ્યૂ કરાવી લેવું જોઈએ.