જીના સીખો લાઈફકેર લિમિટેડમાં રોકાણ કરી કમાણી કરી શકાશે
જીના સીખો લાઇફકેર લિ. (Jeena Sikho Lifecare Ltd.)ના શેર્સમાં વર્તમાન ભાવ સપાટીએ રોકાણ કરી લેવા જેવું છે. હેલ્થકેરના સેક્ટરની આ કંપનીના શેરનો બીજી સપ્ટેમ્બરે બંધ ભાવ રૂ. 705ની આસપાસનો રહ્યો હતો. Choice Institutional Equitiesના નિષ્ણાતોનું કહેવું છે કે જીના સીખો લાઈફકેર લિમિટેડના શેરનો ભાવ રૂ. 900નું મથાળું આંબી શકે છે. આમ આગામી મહિનાઓમાં તેનો ટાર્ગેટ પ્રાઈસ રૂ. 900ની આસપાસનો રાખવામાં આવ્યો છે.
નવું બિઝનેસ મોડેલ
જીના સીખો લાઈફ કેર લિમિટેડ યુનિક બિઝનેસ મોડેલ -unique business moder- તૈયાર કર્યું છે. કંપનીએ આયુર્વેદ IPD (ઇન-પેશન્ટ ડિપાર્ટમેન્ટ) તૈયાર કર્યું છે. મોટાપાયે આયુર્વેદિક ઇન-પેશન્ટ સારવારની વ્યવસ્થા ઊભી કરી છે. આ પ્રકારની સુવિધા ઊભી કરવામાં બહુ જ ઓછા આયુર્વેદના નિષ્ણાતો સફળ થયા છે. અત્યારે લોકોમાં ડાયાબિટીસ, હૃદયરોગ જેવી લાઇફસ્ટાઇલ બીમારીઓ વધી રહી છે. આ ક્ષેત્રમાં સારી અને આડઅસર ન કરતી સારવારની માંગ ઝડપી વધી રહી છે.
ઓછા ખર્ચે સારી સારવાર
સરકારના AYUSH એકીકરણને કારણે મજબૂત આધાર મળતાં, JSLL આ નવા (Blue Ocean) માર્કેટમાં પ્રભુત્વ જમાવવાની સ્થિતિમાં છે. બ્લ્યુ ઓસન માર્કેટ ઓછા ખર્ચે સારી સારવાર આપતું માર્કેટ છે. અત્યારે આયુર્વેદિક સારવાર પણ એલોપથિક સારવારની માફક ખર્ચાળ કે મોંઘી થઈ ચૂકી છે. પરિણામે ઇચ્છા છતાં સંખ્યાંબંધ લોકો આયુર્વેદના આડઅસર વિનાની સારવાર પદ્ધતિને અપનાવવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. આ સ્થિતિનો લાભ ઊઠાવવાનું જીના શીખો લાઈફકેર લિમિટેડે આયોજન કર્યું છે.
ઝડપી વિસ્તરણ કરશે
હવે કંપની પોતાના બિઝનેસ મોડેલમાં વૈવિધ્ય લાવવા તૈયાર થઈ રહી છે. આયુર્વેદ કોલેજો સાથે ભાગીદારી કરશે. આથી મોટું મૂડી રોકાણ (capex) કર્યા વગર ઝડપથી નેટવર્ક વધારી શકાશે. ભારતની 600+ આયુર્વેદ કોલેજો, દરેકમાં સરેરાશ ~100 બેડ ક્ષમતા ધરાવે છે, જેનો સીધો ફાયદો JSLL ઉઠાવશે.
5000 બેડની હોસ્પટલ કરશે
અમારા અંદાજ મુજબ FY28 સુધી કંપનીની ક્ષમતા 5,000+ બેડ સુધી પહોંચશે, જેમાંથી 4,000+ બેડ કાર્યરત રહેશે, સરેરાશ ~61% ઓક્યુપન્સી સાથે અને દર બેડ દીઠ આવક (ARPOB) ₹8,500 થી વધુ થશે.
OTC બિઝનેસ સેગમેન્ટ – કુલ આવકમાં ~20% હિસ્સો
હાલમાં કંપની પાસે 15 જેટલા નવા પ્રોડક્ટ્સ પાઇપલાઇનમાં છે. FY28 સુધી તેમાંમાંથી 12 લોન્ચ થવાની અપેક્ષા છે. પહેલો પ્રોડક્ટ ‘Pet Shuddhi Kit’ લોન્ચ થઇ ચૂક્યો છે, જેની કિંમત ₹960 છે કંપનીના હરીફો-સ્પર્ધકોના ભાવ ₹115–200 છે. આમ જીના સીખો સ્પર્ધકો કરતાં 5 ગણો વધારે ભાવ વસૂલ્યો છે. તેના ગ્રોસ માર્જિન 90 ટકા રહ્યા છે.
ઊંચા માર્જિનનો બિઝનેસ
કંપની વધારાના રોકાણ વગર આયુર્વેદ કોલેજોના માધ્યમથી ઝડપી વિસ્તરણ કરી રહી છે અને સાથે જ હાઈ-માર્જિન OTC બિઝનેસમાં પ્રવેશી રહી છે. કંપનીને માથે કોઈ જ દેવું-debt નથી.
FY25–28 દરમિયાન JSLL માં આવક/EBITDA/PAT ક્રમશઃ 44.2% / 57.9% / 60.3% CAGR ના દરે વૃદ્ધિ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આમ કંપનીના પરફોર્મન્સની સંભાવનાને જોતાં તે લાંબા ગાળાનું એક મજબૂત રોકાણ બની રહેલવાની સંભાવના છે.
જીના સીખોના શેરના ભાવમાં 27 ટકાનો વધારો શક્ય
Choice Institutional Equitiesના નિષ્ણાતો JSLL-જીના સીખો માટે ₹900 નો લક્ષ્યાંક ભાવ નક્કી કરી BUY રેટિંગ આપ્યું છે. જેમાંથી 27.5% સુધીનો વધારો શક્ય છે. મૂલ્યાંકન DCF પદ્ધતિથી કરવામાં આવ્યું છે, જે મુજબ કંપનીનું PE મલ્ટિપલ FY27E EPS પર 25.6 અને FY28E EPS પર 18.2 આવે છે.