તમે ખાવ છો તે પોપકોર્ન ખરેખર હેલ્ધી ફૂડ છે ખરું?

તંદુરસ્તીની બાબતમાં સજાગ દરેક વ્યક્તિ પોપકોર્ન હેલ્ધી ફૂડ-is popcorn remain health food-તરીકે સ્વીકારીને તેની મજા લેતા થઈ ગયા છે. પરંતુ તે ખરેખર હેલ્ધી ફૂડ છે કે કેમ તેની સામે સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. પોટેટો ચિપ્સ કરતાં પોપકોર્ન સારા છે ખરા? આ સવાલ પણ ઘણાં લોકો કરી રહ્યા છે. આ સવાલનો જવાબ સ્પષ્ટ શબ્દોમાં આપી શકાય તેમ નથી. હા નો જવાબ મેળવવા માટે કેટલીક શરતોનું પાલન-Conditional yes to popcorn eating-કરવું અનિવાર્ય છે.
પોપકોર્નમાં ફાઈબર -Fiber in popcornતન્દુરસ્તીમાં વૃદ્ધિ કરતાં ફાઈબર યુક્ત આહાર તરીકે પોપકોર્નની પસંદગી કરવામાં તો આવી રહી છે, પરંતુ પોપકોર્ન ખરેખર તન્દુરસ્ત આહાર ન હોવાનું આહારના નિષ્ણાત અને વિજ્ઞાનીઓ જણાવી રહ્યા છે. તન્દુરસ્તી અંગે જાગૃત લોકો ગમે ત્યારે ભૂખ લાગે તો પોપકોર્ન પર પસંદગી ઉતારતા હોવાનું જોવા મળે છે. ઝીરો કેલેરી, હાઈ ફાઈબર ફૂડ-Zero callory healthy food-તરીકે તેના પર પસંદગી ઉતારવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવમાં પોપકોર્નનો ભૂખ ભાંગવા માટે ઉપયોગ કરવો ખરેખર તન્દુરસ્તી માટે લાભદાયક નથી.
ગરમ હવાથી ફોડીને બનાવાતા પોપકોર્ન-Air popped popcorn
સામાન્ય રીતે અત્યંત ગરમ હવા વચ્ચે પોપકોર્ન-મકાઈના દાણા મૂકીને મૂકીને તેનો ફોડીને નાસ્તામાં લેવામાં આવે છે. પોટેટો ચિપ્સને તેલમાં તળીને તૈયાર કરવામાં આવે છે. ગરમ હવા વચ્ચે મકાઈના દાણા મૂકીને તૈયાર કરવામાં આવેલા પોપકોર્નમાં તેલ વપરાતું જ નથી. તેલમાં મૂકીને ગરમીથી ફોડીને બનાવવામાં આવતા પોપકોર્ન કરતા એર પોપ્ડ-ગરમ હવાથી ફોડીને તૈયાર કરાતા પોપકોર્નને તન્દુરસ્ત માનવામાં આવે છે. તેમાં ફેટ-ચરબી અને કેલરી ઓછી હોય છે. ફાઈબર અને વિટામિન-બી,, આયર્ન, મેગ્નેશિયમ અને ઝિન્કનું પ્રમાણ વધારે હોય છે. તેથી જ એર પોપ્ડ પોપકોર્નથી પાચન તંત્ર સ સુધરે છે એમ માન વામાં આવે છે.
callories in popcorn-સાદા પોપકોર્નમાં કેલરી
બેન્ગલુરુની એપોલો ક્રેડલ એન્ડ ચિલ્ડ્રન્સ હોસ્પિટલના આહાર નિષ્ણાત અન્વેષા હાજરા કહે છે કે તેલનો, બટરનો કે પછી સુગરનો ઉપયોગ કર્યા વિના જ બનાવવામાં આવતા એર પોપ્ડ પોપકોર્નમાં કેલરી ઓછી હોય છે. આ રીતે બનાવેલા એક કપ પોપકોર્ન ખાનારાઓને માત્ર 30થી 40 કેલરી જ મળે છે. તેની સામે તેલમાં તળીને બનાવેલી પોટેટો ચિપ્સ-બટાકાની એક કપથી પણ ઘણી ઓછી કાતરી ખાવાથી 150થી 170 કેલરી શરીરમાં જાય છે. આમ પોટેટો ચિપ્સની તુલનાએ પોપકોર્ન વધારે તન્દુરસ્ત આહાર ગણાય છે. કારણ કે પોપકોર્નમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને વિટામિન્સ છે. તેમ જ તેમાં શરીરમાંથી વિષારી તત્વો બહાર કાઢવાને સમર્થ એન્ટિઓક્સિડન્ટ પણ છે.
ફ્લેવર્ડ, કેરેમલાઈઝ અને તેલ-બટરમાં તૈયાર કરેલા પોપકોર્ન હાર્ટ એટેક માટે જવાબદાર બની શકે
ગરમ હવા વચ્ચે મૂકીને ધાણીની જેમ ફોડીને તૈયાર કરવામાં આવેલા પોપકોર્ન તન્દુરસ્ત ગણાય
જુદી જુદી સર્જરી કરાવ્યા પછી ફ્લેવર્ડ કે કેરમલાઈઝ પોપકોર્ન ખાવા જોખમી સાબિત થઈ શકે, માનવ શરીરની તકલીફમાં વધારો કરી શકે
પોપકોર્નમાં પોષક તત્વો-Nutriocious content of popcorn
અન્વેષા હાજરા કહે છે કે પોટેટો ચિપ્સમાં સોડિયમ, ટ્રાન્સ ફેટ અને એક્રિલાાઈડ વધારે હોય છે. તેનાથી બ્લડ પ્રેશર વધી જવાની શક્યતા છે. તેમ જ હૃદયરોગ થવાનું જોખમ વધી જાય છે. પોપકોર્ન ભૂખ સંતોષાયાની લાગણી પોટેટો ચિપ્સ કરતાં વધુ કરાવે છે. પોપકોર્ન ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. પોટેટો ચિપ્સ ખાધા પછી પાછી વહેલી ભૂખ લાગી જવાની સંભાવના રહેલી છે. માત્ર 28 ગ્રામ પોટેટો ચિપ્સ ખાવાથી 150થી વધુ કેલરી, 10 ગ્રામ ફેટ, વધારે સોડિયમ અને લગભગ શૂન્ય ટકા ફાઈબર માનવ શરીરની અંદર જાય છે, એમ વડોદરાની ભાઈલાલ અમિન જનરલ હોસ્પિટલના પોષક આહારના નિષ્ણાત આયરિન મેમણ કહે છે.
કેવા પોપકોર્ન લાભદાયી બની શકે-which popcorns are healthy
હવે સવાલ એ ઊભો થાય છે કે વજન ઘટાડવા માટે પોપકોર્ન ખાવા લાભદાયી છે ખરા? હા, પોપકોર્નથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જોકે તેમાંય પોપકોર્ન તૈયાર કરવાની રીતને નિસબત છે જ છે. હા, ગરમ હવાના પ્રેશરથી, તેલ નાખ્યા વિના તૈયાર કરવામાં આવેલા પોપકોર્ન વજન ઘટાડવામાં મદદ કરે છે. સોલ્ટ-નમક વિનાના પોપકોર્નની કેલરી ઓછી હોય છે. તેમાં ભરપૂર પોષક તત્વો હોય છે. તેમ જ તેમાં ફાઈબરનું પ્રમાણ પણ વધારે જ હોય છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
ફ્લેવર્ડ પોપકોર્ન લાભદાયક છે ખરા?- Are flavoured popcorn are healthy
સાદા પોપકોર્ન તન્દુરસ્ત ગણાય છે. પરંતુ તેમાં બટર, ચીઝ અને કેરેમલ કોટિંગ કરીને વેચવામાં આવે છે. આ પોપકોર્ન તન્દુરસ્ત હોવાનું માનવામાં આવે છે. પરંતુ ફ્લેવર્ડ, ચીઝવાળા, ચોકલેટના ઘટકોવાળા પોપકોર્ન બિનતન્દુરસ્ત ગણાય છે. તેની કેલરી પણ પોટેટો ચિપ્સની માફક વધી જ જાય છે. ગોરમેટ પોપકોર્નનો એક કપ ખાવાથી માનવ શરીરમાં જતી કેલરી 30 કેલરીથી વધીને 150થી 250 કેલરી શરીરમાં જાય છે. તેમાં સુગરનું કોટિંગ પણ કરવામાં આવે છે. તેમાં સોલ્ટ પણ ઉમેરવામાં આવે છે. તેમ જ બટર પણ નાખવામાં આવે છે. પરિણામે પોટેટો ચિપ્સની માફક જ કેરેમલ કે ચીઝ યુક્ત પોપકોર્ન માનવ આરોગ્ય માટે જોખમી બની જાય છે. પોટેટો ચિપ્સ જેવી જ અસર માનવ આરોગ્ય પર કેરેમલાઈઝ પોપકોર્નની થાય છે. આ સંજોગમાં તમે તન્દુરસ્તીને જાળવી રાખીને પોપકોર્ન ખાવા માગતા હોવ તો તમારા સાદા પોપકોર્ન જ ખાવા જોઈએ. તેમાં સોલ્ટ, બટર કે આઈલ અથવા ચોકલેટ કે અન્ય ફ્લેવર ન હોવી જોઈએ. ગોરમેટ પોપકોર્ન ન ખાવા જોઈએ. માત્ર છ ઇંચ સુધી સ્વાદનો અહેસાસ કરાવીને મગજને તૃપ્ત કરતી ફ્લેવર માટે તમારી તન્દુરસ્તીને બગડવા ન દેવી જોઈએ.
Comparision with potato chip and other chips
ફ્લેવર્ડ કે બટર કે ઓઈલમાં તૈયાર કરેલા પોપકોર્નના વિકલ્પે રાગીમાંથી બનાવવામાં આવેલી ચિપ્સ લઈ શકાય છે. તેમ જ કેળાંની શેકેલી ચિપ્સ પણ સારો વિકલ્પ માની શકાય છે. રાગીની ચિપ્સમાં કેલ્સિયમ ભરપૂર માત્રામાં મળી રહે છે. તેમાં આયર્ન પણ ભરપૂર છે. પરંતુ તેને તળીને તૈયાર કરવામાં આવશે તો તેની પણ કેલરી વધી જશે. આ જ રીતે કેળાની ચિપ્સમાં પોટેશિયમ ભરપૂર હાય છે. પરંતુ તેને તળીને તૈયાર કરવાથી તેમાંના મોટાભાગના વિટામિન ખતમ થઈ જાય છે, એમ ડૉક્ટર હાજરાનું કહેવું છે.
કોણે ફ્લેવર્ડ પોપકોર્ન ન ખાવા જોઈએ.-Avoid flavoured popcorn
તન્દુરસ્ત આહાર તરીકે પોપકોર્ન લેતા પહેલા તે કેવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે તેની વિગતો જાણી લેનારાઓ આરોગ્યને બગડતું અટકાવી શકશે. ફ્લેવર્ડ કે ઓઈલ-બટરમાં તૈયાર કરેલા પોપકોર્ન બાળકો માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. દાંતની તકલીફ ધરાવતા બાળકોને, ઓપરેશન કરાવનારી વ્યક્તિઓએ તથા ડાયવર્ટિક્લૂયોસિસની સમસ્યા ધરાવનારા લોકોએ ફ્લેવર્ડ, બટર-ઓઈલમાં તૈયાર કરેલા પોપકોર્ન ખાવા ન જોઈએ. તેમાંય ખાસ કરીને ડાયવર્ટિક્યુલોસિસની તકલીફ એટલે કે અન્નનળી, જઠર કે આંતરડામાં ફોડલીની માફક નાના નાના સોજાના બલૂન થઈ જવાની સમસ્યા ધરાવતી વ્યક્તિઓએ ફ્લેવર્ડ પોપકોર્ન ન ખાવા જોઈએ. ઓપરેશન કરાવનાર વ્યક્તિ ચીઝ, બટર કે ઓઈલમાં તૈયાર કરેલા પોપકોર્ન ખાય તો તેનું હાઈપર ટેન્શન વધી શકે છે. મેદસ્વી વ્યક્તિ હશે તો મેદસ્વિતામાં વધારો થશે. તેમ જ કોલેસ્ટરોલ વધારે હશે તો કોલેસ્ટરલમાં પણ વધારો થશે. છતાંય સ્વાદનો ચસકો ન છૂટતો હોય તેઓ બહુ જ ઓછી માત્રામાં વીસ પચ્ચીસ ગ્રામ ફ્લેવર્ડ પોપકોર્ન લઈ શકે છે.