જૂનાગઢ: કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP–2.0) અમલીકરણ માટે પસંદગી
તાજેતરમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (એસ.એસ.આઈ.પી.–૨.૦) અમલીકરણ માટે પસંદગી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે એસ.એસ.આઈ.પી.–૨.૦ ના અમલીકરણના કાર્યક્રમનું ભવ્ય આયોજન અત્રેની કોલેજના સ્કીલ ડેવલોપમેન્ટ એન્ડ સ્ટાર્ટઅપ સેલ હેઠળ કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના સમિનાર હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ પોલિસીનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને તેમના નવીનત્તમ વિચારોને સ્ટાર્ટઅપ્સમાં પરિવર્તિત કરવાનો, બૌદ્ધિક સંપદા (IP) નોંધણી કરીને વ્યાપારીકરણ તરફ દોરી જવું તેમજ માર્ગદર્શન સાથે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ પોલિસી અંતર્ગત વિદ્યાર્થીના સર્જનાત્મક વિચારો કે સંશોધનોને પ્રોટોટાઇપ મોડેલ બનાવવા માટે અને આઈ.પી.આર. નોંધણી માટે ખર્ચ કરી શકાશે. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન અને માર્ગદર્શન આપીને વિદ્યાથીઓને પ્રોત્સાહિત કર્યા હતા.