પ્રોડક્ટ્ના ભાવ ન ઘટાડવા માટે ક્વોન્ટિટી વધારવાની યુક્તિ ગ્રાહકો સાથેની છેતરપિંડી: દિલ્હી હાઈકોર્ટ
GSTના દર ઘટાડા પછી ક્વોન્ટિટી વધારીને ભાવ ન ઘટાડવાની ચાલ
- એન્ટી-પ્રોફિટિયરિંગ હેઠળ ભાવ ઘટાડવાનો, વધારાનો નફો વ્યાજ સાથે પરત લેવાનો અથવા ગ્રાહક કલ્યાણ ફંડમાં જમા કરાવવાનો, વેપારીઓને દંડ ફટકારવાનો અને ગંભીર પરિસ્થિતિમાં જીએસટી નોંધણી રદ કરવાનો અધિકાર જીએસટી કચેરીને છે
- 1 એપ્રિલ 2025 પછી નફાખોરી કરવાના નવા કેસો સ્વીકારવામાં આવશે જ નહિ. પરિણામે દંડ કે સજા થશે તો વેપારીઓ માટે તેનો પ્રતિકાર કરવો કઠિન બની જશે.
અમદાવાદઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે-GST Council 56th meeting’s- તેની 56મી બેઠકમાં 391 જેટલી ચીજવસ્તુઓ પર વસૂલવામાં આવતા જીએસટી-GSTના દરમાં ઘટાડો કર્યા પછી ભાવ નીચા ન લઈ જવા પડે તે માટે ઉત્પાદકોએ તેની ક્વોન્ટિટીમાં થોડો વધારો કરી દઈને ભાવ ન ઘટાડવાની હાથ ધરેલી યુક્તિને દિલ્હી હાઈકોર્ટે ગેરકાયદે ઠેરવી છે. દિલ્હી હાઈકોર્ટે તેના ગ્રાહકો સાથેની છેતરપિંડી(Cheating) તરીકે ઓળખાવી છે. આ રીતે ગ્રાહકોના હિતની અવગણના કરનારી કંપનીઓ અને મેન્યુફેક્ચરર્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.
એન્ટિપ્રોફિટીયરિંગનો કેસ થશે
દિલ્હી હાઈકોર્ટએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગુડ્સ એન્ડ સર્વિસટેક્સના દરમાં ઘટાડો થયા પછી ઉત્પાદનોની મહત્તમ છૂટક કિંમત (MRP) ઘટાડ્યા વિના માત્રા-Quantity વધારી વેચાણ કરવાની પદ્ધતિ ગ્રાહકો સાથેની છેતરપિંડી સમાન છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે એન્ટી-પ્રોફિટિયરિંગ તંત્રને ભાવ ઘટાડવાનો આદેશ આપવાનો, વધારાનો નફો વ્યાજ સાથે પરત લેવાનો અથવા ગ્રાહક કલ્યાણ ફંડમાં જમા કરાવવાનો, દંડ ફટકારવાનો અને ગંભીર પરિસ્થિતિમાં વેપારીઓની જીએસટી નોંધણી રદ કરવાનો અધિકાર જીએસટી કચેરીને છે.
પેકેજિંગમાં ક્વોન્ટીટી(packaging quantity) વધારી ભાવ ન ઘટાડવો છેતરપિંડી
જસ્ટિસ પ્રતિભા એમ. સિંહ અને જસ્ટિસ શૈલ જૈનના બેન્ચે શર્મા ટ્રેડિંગ કંપની (હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડના ડિસ્ટ્રિબ્યુટર) દ્વારા દાખલ અરજીનો નિકાલ કરતા આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. અદાલતે જણાવ્યું છે કે દર ઘટાડ્યા બાદ તમામ પ્રમોશનલ યોજનાઓ તથા પેકેજિંગ માત્રાને નવી રીતે ગોઠવવી આવશ્યક છે. ભાવ ઘટાડવાની જગ્યાએ માત્રા વધારી ને એ જ MRP વસૂલ કરવી ગ્રાહકોને ભ્રમિત કરવાનો પ્રયાસ છે.
મહત્તમ છૂટક કિંમતથી વધુ ન જ લેવાય
અદાલતએ વધુમાં જણાવ્યું કે MRP એટલે મહત્તમ છૂટક કિંમતથી કે તે કરતાં ઓછી કિંમતથી વેચાણ કરવું કાયદેસર છે, પરંતુ વધુ ભાવે વેચાણ કરવામાં આવે તે કાયદેસર ગણાય નહિ. તેથી દર ઘટાડાનો લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચાડવો આવશ્યક છે.
હિન્દુસ્તાન યુનિલીવરના ડીલરે અજી કરી
હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડે 2018માં રાષ્ટ્રીય એન્ટી-પ્રોફિટિયરિંગ ઓથોરિટીના (National Anti profiteering Authority-NAPA) આદેશને પડકાર્યો હતો. NAPAએ કંપનીને વધારાનો નફો ગ્રાહક કલ્યાણ ફંડમાં જમા કરવા અને દંડની નોટિસ આપી હતી. કંપનીનું કહેવું હતું કે 14 નવેમ્બર 2017ના જીએસટી દર ઘટાડ્યા બાદ તેણે ઉત્પાદનોની માત્રા 100 મિલી વધારી હતી, એટલે ભાવ ન ઘટાડવો યોગ્ય હતો. જોકે અદાલતે આ દલીલ નામંજૂર કરી અને જણાવ્યું કે ભાવ ઘટાડ્યા વિના માત્રા વધારવી ગ્રાહકની પસંદગી છીનવી લે છે અને જીએસટી કાપનો હેતુ નકામો કરે છે.
નફાખોરી અટકાવવા ખાસ જોગવાઈ
જીએસટી અધિનિયમ 2017ની કલમ 171 હેઠળ નફાખોરી અટકાવવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. શરૂઆતમાં આ માટે NAPA કાર્યરત હતું, પછી 2022થી સ્પર્ધા આયોગ (CCI)ને જવાબદારી સોંપવામાં આવી હતી. 2024થી જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલને આ અધિકારો સોંપવામાં આવ્યા છે.
કડક કાર્યવાહી શક્ય
અદાલતે સ્પષ્ટ શબ્દોમાં યાદ અપાવ્યું છે કે 1 એપ્રિલ 2025 પછી નફાખોરી કરવાના નવા કેસો સ્વીકારવામાં આવશે જ નહિ. પરિણામે દંડ કે સજા થશે તો વેપારીઓ માટે તેનો પ્રતિકાર કરવો કઠિન બની જશે. હાઈકોર્ટએ ચેતવણી આપી કે અથોરિટી જરૂરી હોય તો ભાવ ઘટાડવા, નફો પરત આપવા, ફંડમાં જમા કરાવવા સાથે દંડ અને GST નોંધણી રદ કરવાની કાર્યવાહી પણ કરી શકે છે.