સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના શેર્સમાં કરેલું રોકાણ લાંબા ગાળે લાભદાયી સાબિત થાય
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા-SBI રૂ. 8035 અબજ રૂપિયાની થાપણો ધરાવતી દેશની જાહેર ક્ષેત્રની મોટામાં મોટી બેન્ક છે. બેન્કિંગના કુલ માર્કેટમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો ફાળો 25 ટકાનો છે.
શેરબજારમાં તોફાની વધઘટ વચ્ચેય જાહેર ક્ષેત્રની ઘણી કંપનીઓના શેર્સના પરફોર્મન્સ સુધરી રહ્યા છે. રોકાણકારો માટે આ શેર્સ આવનારા દિવસોમાં મજબૂત વળતર આપતા શેર્સ સાબિત થઈ શકે છે. આ કંપનીઓ દેશના અર્થતંત્રના વિકાસમાં ફાળો આપવા ઉપરાંત સામાજિક વિકાસમાં મહત્વની ભૂમિકા અદા કરી રહી છે. શેરહોલ્ડર્સને ડિવિડંડ(Strong dividend payer)ની મજબૂત આવક પણ કરી આપે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા-SBI રૂ. 8035 અબજ રૂપિયાની (Highest Deposits)થાપણો ધરાવતી દેશની જાહેર ક્ષેત્રની મોટામાં મોટી બેન્ક છે. બેન્કિંગના કુલ માર્કેટમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો ફાળો 25 ટકાનો છે. ફોર્ચ્યુન 500માં સ્થાન ધરાવતી કંપની છે. SBI રિટેલ, કોર્પોરેટ, ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ, ઈન્શ્યોરન્સ(SBI insurance), મ્યુચ્યુઅલ ફંડ(SBI mutual fund) અને ક્રેડિટ કાર્ડ સહિત વ્યાપક સેવાઓ તેના કસ્ટમર્સ કે ખાતાધારકોને આપે છે. સ્ટેટ બેન્કે ડિજિટલ અને AI આધારિત પહેલ પણ કરી છે. તેની મદદથી બેન્કે પોતાની કાર્યક્ષમતા વધારવા માંડી છે. આવનારા સમયમાં ભારતના વિકાસ સાથે SBIને મજબૂત વૃદ્ધિનો લાભ મળશે.
શેરબજારમાં સંગીન હાજરી
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 860થી રૂ. 875ની રેન્જમાં અથડાઈ રહ્યો છે. ટૂંકા એટલે કે એકથી ત્રણ મહિનાના ગાળામાં સ્ટેટ બેન્કના શેરનો ભાવમાંમાં સારો એવો વધારો જોવા મળી શકે છે. ત્રણ મહિનામાં રૂ. 930નું મથાળું બનાવી શકે છે. પરિણામે દરેક ઘટાડે સ્ટેટ બેન્કના સ્ટોકનું હોલ્ડિંગ વધારી શકાય છે. રેલિગેર બ્રોકિંગના મતાનુસાર સ્ટેટ બેન્કનો શેર અન્ય બેન્કોના શેર્સને સ્ટોક માર્કેટમાં આઉટ પરફોર્મ કરે તેવી સંભાવના છે. તેમાં તેજીનો ટોન જળવાઈ રહેવાની શક્યતા છે. તેથી દરેક ઘટાડે તેમાં નવી લેવાલી કરીને એવરેજ ખરીદભાવ નીચે લાવી શકાય છે. મધ્યમ ટર્મમાં એટલે કે બારથી 18 મહિનાના ગાળામાં એસબીઆઈનો શેર રૂ. 947નું મથાળું બતાવી શકે છે. આ ગાળામાં શેર બરાબર ચાલશે તો 1050 સુધી પહોંચી શકે છે. મોતીલાલ ઓસવાલના એક્સપર્ટ્સના મતાનુસાર 2026 સુધીમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના શેરનો ભાવ રૂ. 1015 સુધી પહોંચી શકે છે.
લોનબુક સંગીન
આ રહ્યા તેના કારણો. સ્ટેટ બેન્કની લોનબુક ખાસ્સી સંગીન છે. તેનો કોર્પોરેટ, રિટેઈલ લોનનો પોર્ટફોલિયો સતત વધી રહ્યો છે. તેમાંય ખાસ કરીને હોમલોન વધી રહી છે. બેન્કના લોન પોર્ટફોલિયોનો વિકાસ દર અન્ય બેન્કોની તુલનાએ ખાસ્સો સંગીન છે. આમ બેન્કના કામકાજ ખાસ્સા પોઝિટિવ હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.
લાંબા ગાળે મજબૂત વળતર આપતી બેન્ક
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના શેર્સમાં લાંબા ગાળા માટે રોકાણ કરનારાઓને બેન્કે સારી કમાણી કરાવી છે. પાંચ વર્ષના ગાળામાં તેમને 315 ટકા રિટર્ન અપાવ્યું છે. ભારતનો વર્તમાન વિકાસદર સંગીન છે. આગામી વરસોમાં પણ વિકાસનીગ તિ મજબૂત જ રહેવાની ધારણા છે. ભારતના અર્થંત્રમાં મૂડીખર્ચ વધી રહ્યો છે. ધિરાણ સતત વધી રહ્યું છે. સ્ટેટ બેન્કની રિટર્ન ઓન ઇક્વિટી સારી છે. તેમ જ રિટર્ન ઓ એસેટ પણ લાંબા ગાળા સારો જ રહ્યો છે. રિટર્ન ઓન ઇક્વિટી 12થી 13 ટકાનો અને રિટર્ન ઓન એસેટ 0.7થી 0.8 ટકાનો છે.
સંગીન ડિવિડંડ રેકોર્ડ
સ્ટેટ બેન્કનો ડિવિડંડ ટ્રેક રેકોર્ડ સારામાં સારો છે. 207ની સાલમાં બેન્કે શેરદીઠ રૂ. 2.60નું ડિવિડંડ આપ્યું હતું. 2021માં રૂ. 4.00, 2022માં રૂ. 7.10, 2023માં શેરદીઠ રૂ. 11.30, 2024માં રૂ. 13.70 અને 2025માં રૂ. 15.90નું ડિવિડંડ આપ્યું છે. આમ ડિવિડંડનો મજબૂત ટ્રેક રેકોર્ડ સ્ટેટબેન્ક ધરાવે છે.