હવે UPI પર ચહેરા, ફિંગરપ્રિન્ટ કે શરીર પર પહેરેલી કોઈપણ વસ્તુથી ઓળખ આપી પેમેન્ટ કરી શકાશે
યુપીઆઈ પેમેન્ટ એપ બાયોમેટ્રિકથી પણ ચાલી શકતી હોવાથી ગેરકાયદે ફંડ ટ્રાન્સફર કરી લેનારાઓ
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(NPCI)એ યુપીઆઈ પેમેન્ટ એપ પર મલ્ટી-સિગ્નેટરી એકાઉન્ટ્સ ફીચર લોન્ચ કર્યું
અમદાવાદઃ ભારતની ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થામાં મોટા સુધારો કરીને સરકારે મંગળવારે યુનિફાઇડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI-યુપીઆઈ) માટે નવા ફીચર્સ જાહેર કર્યા છે. તેમાં ‘ઑન-ડિવાઈસ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન’નો (On device biometrice authentication)સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા ફિચર્સને કારણે ગ્રાહકોને તેમના ફોનના ફિંગરપ્રિન્ટ અથવા ફેસ અનલોક(payment with fingerprint and face unlock system) દ્વારા પેમેન્ટ મંજૂર કરવાની સુવિધા આપવામાં આવી છે. તેમ જ શરીર પર પહેરેલા સ્માર્ટ ગ્લાસિસનો(payment by using sunglasses as biometric identity) ઓળખ તરીકે ઉપયોગ કરીને નાણાંકીય વહેવારો કરવાની તક પણ આપવામાં આવી છે. પરિણામે મેન્યુઅલી યુપીઆઈ પિન દાખલ કરવાની જરૂર રહેશે નહિ. આ નવતર પહેલ યુપીઆઈને વધુ ઝડપી, સુરક્ષિત અને દરેક કસ્ટમર્સને એપનો હિસ્સો બનાવવાના લક્ષ્ય સાથે કરવામાં આવી છે.
ગેરકાયદે મની ટ્રાન્સફર પર અંકુશ આવશે(control illegal money transfer)
આ સુવિધાનો હેતુ પેમેન્ટ પ્રક્રિયાને વધુ ઝડપી અને સુરક્ષિત બનાવવાનો છે, કારણ કે વારંવાર પિન દાખલ કરવાની જરૂર ઘટે છે. યુપીઆઈ એપના માધ્યમથી કરવામાં આતા દરેક નાણાંકીય વહેવારો(Financial transaction) પૂરા કરતી બેન્ક દ્વારા ક્રિપ્ટોગ્રાફિક ચકાસણીઓથી સ્વતંત્ર રીતે તપાસવામાં આવે છે. તેથી મહતમ સુરક્ષા સાથે સરળતા અને સતત પેમેન્ટ કરી શકાશે. મુંબઈમાં યોજાયેલા ફિનટેક ફેસ્ટમાં પ્રસ્તુત જાહેરાત કરવામાં આવી હતી. એરટેલ પેમેન્ટ્સ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ અનુબ્રત બિસ્વાસે જણાવ્યું કે દેખાવમાં આ ફીચર વધારાની ઓથેન્ટિકેશન તરીકે કામ કરશે. આ વ્યવસ્થા પેમેન્ટ સિસ્ટમને પરંપરાગત બે-સ્તરિય ઓથેન્ટિકેશન કરતાં વધુ સુરક્ષિત છે. છેતરપિંડી કરનારા અને ગેરકાયદે નાણઆં ટ્રાન્સફર કરી લેનારાઓ સામેની લડતમાં નવા ફીચર્સ નિર્ણાયક સાબિત થશે. ઉપરાંત, ગામડાંના યુપીઆઈ એપના વપરાશકારો 4 અંકના પિનને યાદ રાખવામાં પણ મુશ્કેલી અનુભવે છે તેમને માટે આ નવા ફીચર્સ આશીર્વાદરૂપ બની રહેશે. તેનાથી ડિજિટલ મની ટ્રાન્સફરની કામગીરીને વધુ વેગર મળશે.
ડીપફેક અને ઓળખ ચોરી સામે રક્ષણ મળશે નહિ
Think360ના સહ-સ્થાપક અને સીઇઓ અમિત દાસે જણાવ્યું કે નવી સુવિધા પાસકોડ અથવા OTP વિના ટ્રાન્ઝેક્શન સરળ બનાવે છે, પરંતુ ડીપફેક અને ઓળખ ચોરી જેવા જોખમો યથાવત્ રહેશે. યુપીઆઈ પેમેન્ટ એપના આ નવા ફીચર્સમાં ‘લાઇવનેસ ડિટેક્શન’ (જે ચહેરા કે અવાજ જેવી બાયોમેટ્રિક નમૂના જીવંત વ્યક્તિ પાસેથી આવે છે તે ખાતરી કરે છે) કરી શકે છે. તેમાં એપના સ્તરનું એન્ક્રિપ્શન ધોરણનું પણ સતત મોનિટર થવું જોઈએ. બાયોમેટ્રિક ડેટાનું ટ્રાન્ઝિટ અને રેસ્ટ દરમ્યાન સંચાલન મહત્વપૂર્ણ છે. ફિંગરપ્રિન્ટ આધારિતપેમેન્ટ્સમાં થયેલા છેતરપિંડીના કેસો ફરી ન બને તેની ખાસ કાળજી લેવી જોઈએ.
મલ્ટીસિગ્નેટરી એકાઉન્ટ
એનપીસીઆઈએ યુપીઆઈ પર મલ્ટી-સાઇનટરી એકાઉન્ટ્સ ફીચર પણ લોન્ચ કર્યું છે. આ સુવિધાથી હવે સંયુક્ત એટલે કે એક કરતાં વધુ સહી કે ઓળખથી ચાલતા એકાઉન્ટમાંથી યુપીઆઈના માધ્યમથી કરવામાં આવતા પેમેન્ટને વધુ સરળ રીતે ઓથોરાઇઝ કરી શકશે. તેમાં ટ્રાન્ઝેક્શન શરૂ કરનાર વ્યક્તિ કોઈપણ યુપીઆઈ અથવા તો બેન્ક એપથી શરૂઆત કરી શકે છે અને અન્ય સિગ્નેટરી એપના માધ્યમથી પેમેન્ટને મંજૂરી આપી શકે છે.
ચશ્માનો ઓળખ તરીકે ઉપયોગ
બીજી નવી સુવિધાની વાત કરવામાં આવે તો વેરેબલ ગ્લાસિસનો ઓળખ તરીકે ઉપયોગ કરીને યુપીઆઈ લાઇટથી નાના મૂલ્યના ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. હવે યુઝર્સ ફક્ત અવાજથી સ્માર્ટ ગ્લાસિસને કમાન્ડ આપી શકે છે, ફોન કે પિન વગર જ અને ક્યુઆર કોડ સ્કેન કરીને હેન્ડ્સ-ફ્રી રીતે સુરક્ષિત પેમેન્ટ પૂર્ણ કરી શકે છે. આ લોન્ચથી પહેલીવાર યુપીઆઈને વેરેબલ ઇકોસિસ્ટમ સુધી વિસ્તરણ મળ્યું છે.