• 8 October, 2025 - 10:22 PM

ઓરિયેન્ટ ટેક- ORIENT TECH અને RBL BANK – આરબીએલ બેન્કના શેરમાં કમાણી થઈ શકે

 

NIKCON INVESTMENT CONSULTANTના ટેકનિકલ એનાલિસ્ટ નિકુલ શાહનું કહેવું છે કે ઓરિયેન્ટ ટેક- ORIENT TECHના શેરમાં રૂ. 456ની ભાવ સપાટીએ લેણ કરી શકાય છે. ઘટાડે રૂ. 380ની સપાટીએવ વધી લેણ કરી સરેરાશ ખરીદભાવ નીચે લાવી શકાય છે. ઓરિયેન્ટ ટેકના શેરનો ટાર્ગેટ ભાવ રૂ. 555, 650, 800, 1000નો થવાની સંભાવના છે. રોકાણકારો 340નો સ્ટોપલૉસ રાખીને સ્ક્રિપમાં ઇન્વેસ્ટ કરી શકે છે.

 

RBL BANK – આરબીએલ બેન્કના શેરમાં રૂ. 275.50ની ઉપરની ભાવ સપાટીએ લેણ કરી શકાય છે. સ્ક્રિપનો ભાવ સુધરીને રૂ. 285, 394, 309, 333ની સપાટીએ પહોંચી શકે છે. બંધ ભાવને ધોરણે રૂ. 269નો સ્ટોપ લૉસ રાખી શકાય છે. સ્ટોપલૉસ ટ્રીગર થાય તો ટ્રેડરો ફરીથી લેવાલી કરી શકે છે. રૂ. 222ની બંધ ભાવની સપાટીએ અને 231ની બંધ ભાવની સપાટીએ સ્ટોપલૉસ રાખીને ટ્રેડરો કામકાજ કરી શકે છે.

Read Previous

સુરેન્દ્રનગર-બાવળાની કંપનીને ખાંસીની સિરપની બેચ પાછી ખેંચવા ગુજરાત સરકારનો આદેશ

Read Next

આજે શેરબજાર, સોના ચાંદી સહિતના બજારો કેવી રીતે ખુલશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular