ખેડૂતોને વધુ લાભ મળે તે માટે PM-KUSUM યોજનામાં કેવા સુધારા કરવા અનિવાર્ય

– PM-KUSUM યોજના અંતર્ગત માર્ચ 2026 સુધી 34,800 મેગાવોટ સોલાર ક્ષમતા ઉમેરવાનો ટાર્ગેટ
- કેન્દ્ર સરકારે રૂ. 34,422 કરોડનો આર્થિક ફાળો આપતા કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવામાં સારી સફળતા મળી
- સોલાર પમ્પને કારણે હરિયાણાના ખેડૂતોના ખર્ચમાં વાર્ષિક રૂ. 55000નો ઘટાડો થયો
- ખેડૂતોને સૌર ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવાના ક્ષેત્રમાં ધકેલવા માટે સસ્તી કે મફત વીજળી આપવાનું સરકારે ધીમે ધીમે ઘટાડીને બંધ કરવું પડશે.
અમદાવાદઃ સસ્તી વીજળી આપવાનું ઓછું અને ધીમે ધીમે બંધ(Stop cheap power supply) કરવાની રાજકીય હિમ્મત સરકાર દાખવશે તો જ સૌર ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી પેદા કરીને વીજળીની બાબતમાં આત્મનિર્ભર(make farmers self reliant in power through solar)) થવા ખેડૂતો સક્રિય બનશે એમ સીએસઈ- સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના નિષ્ણાતોનું માનવું છે. અત્યારે રાજ્ય સરકારો તરફથી સસ્તી અને મફતની વીજળી મળતી હોવાથી ખેડૂતો સોલાર પાવરથી વીજળી પેદા કરવાની વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં જોઈએ તેટલા સક્રિય બનતા નથી. (lack of willingness of farmer to go for solar)
સોલાર એનર્જીને (solar energy)અપનાવવાની મંદ ગતિ દર્શાવે છે કે તેને માટે જોઈતી માળખાકીય સુવિધા ઓછી છે. તેના પરના નિયમનો અંગે ખેડૂતોમાં જાગૃતિ વધારવી જરૂરી બની ગઈ છે. તેમ થશે તો જ 2025-26ના વર્ષના લક્ષ્યાંકો પાર પાડી શકાશે.
સોલાર તરફ ખેડૂતોના વાળવા શું કરવું જોઈએ?
સોલાર પાવરથી થનારા ફાયદા લેવા માટે સસ્તી વીજળી આપવાનું બંધ થાય તો જ ખેડૂતો વધુ સક્રિય થશે. વીજળી પર આપવામાં આવતી સબસિડી ખેડૂતોને સૌર ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવાથી દૂર રહેવા લલચાવી રહી છે. સોલાર પમ્પની સાઈઝ ફિક્સ(change fix size rule of pump for solar subsidy) રાખવામાં આવી છે. તેના પર જ સબસિડી આપવાનો નિયમ છે.
જમીનના કદ પ્રમાણેની ક્ષમતાનો પમ્પ બનાવવાની છૂટ આપો
તેને બદલે ખેડૂતની જમીનના કદ અને તેને માટે સોલાર પમ્પની ઊભી થતી જરૂરિયાતના કદનો નિયમ લાગુ કરવામાં આવશે તો તેને પરિણામે સોલાર પમ્પનો ઉપયોગ કરનારાઓની સંખ્યા વધી જશે. એક જ કદના પમ્પ માટે સબસિડી આપવાનો નિયમ અયોગ્ય છે. (change rule of size for subsidy) આ કામગીરી પાર પાડવા માટે સ્થાનિક એજન્સીઓનો સહયોગ લેવો પણ એટલો જ જરૂરી છે. તદુપરાંત ખેડૂતોને છેલ્લા સોલાર પમ્પની સબસિડી આપવાને બદલે હપ્તામાં સબસિડી આપવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો પણ વધુ ખેડૂતો સોલાર પમ્પને અપનાવતા થશે. તદુપરાંત કોવિડ-2019 પછી સોલારના સાધનોના ભાવમાં આવેલા વધારા પ્રમાણે સબસિડીના પ્રમાણમાં પણ વધારો કરવો જરૂરી છે.
પ્રધાનમંત્રી કુસુમ યોજનાનો 2019માં આરંભ થયો ત્યારથી પમ્પ ચલાવવા માટે ડિઝલનો વપરાશ ઘટવા માંડ્યો છે. જૂન 2025ના આંકડાંઓને પરથી કહી શકાય તેમ છે કે સોલાર પમ્પને કારણે દર વર્ષે ભારતમાં ડિઝલના વપરાશમાં 58 કરોડ લિટર ડિઝલની બચત થઈ રહી છે. (reduction if diesel consumption) આ આંકડાં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટે જાહેર કરેલા છે. આમ ક્લિન એનર્જી-સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરીને કાર્બન ફૂટપ્રીન્ટ ઓછી કરવામાં ખાસ્સી સફળતા મળી છે. તેમ જ સોલાર પાવરથી ચાલતી પીએમ-કુસુમ યોજના હેઠળના 30 ટકા લક્ષ્યાંકો સિદ્ધ થયા હોવાનું ઓગસ્ટ 2025માં લોકસભામાં આપેલા જવાબમાં જાણવા મળ્યું છે.
PM-KUSUM યોજના હેઠળ ખેડૂતો જમીન પર બે મેગાવોટ સુધીના રિન્યુએબલ એનર્જીના પ્લાન્ટ્સ ચાલુ કરે છે. બીજું, સાડા સાત હોર્સ પાવરના સ્વતંત્ર સોલાર પમ્પ સેટ લગાડે છે. ત્રીજું, વીજવહન કરતી ગ્રીડ સાથે જોડાયેલા પમ્પને એટલે કે વીજળીથી ચાલતા પમ્પ સેટનું સોલાર પાવરથી ચાલતા પમ્પ સેટમાં રૂપાંતરીત કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. સોલાર પમ્પનો વપરાશ કરવામાં સૌથી વધુ 71 ટકા સફળતા મળી છે. કારણ કે સોલાર પમ્પ માટે પૂરતી સબસિડી આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર બેન્ચમાર્ક ખર્ચનો 30 ટકા (અથવા વિશેષ રાજ્યમાં 50 ટકા) સહાયરૂપ આપે છે. બાકીનો ખર્ચબોજ ખેડૂત સરળતાથી ઉઠાવી શકે તેવો છે.
સોલાર પમ્પના ફાયદા અને મર્યાદાઓ
CSE- સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના અહેવાલ મુજબ ડીઝલ અથવા ઇલેક્ટ્રિક પંપ છોડીને સોલાર પંપ અપનાવનારાઓને નફો થયો છે. હા, જેમણે પંપનું કદ જમીનના કદ અને પાણીની જરૂરિયાતને અનુરૂપ બનાવ્યા છે તેમને ખાસ્સો ફાયદો થયો છે. તેનાય ઉદાહરણ છે. સોલાર પમ્પનો ઉપયોગ કરીને હરિયાણાના ખેડૂતો દર વર્ષે રૂ. 55,000 જેટલી બચત કરી રહ્યા છે. તેની સાથે જ દિવસ દરમ્યાન સિંચાઇ કરવાની સુવિધા મળવાથી રાત્રિના વીજ પુરવઠા પરની નિર્ભરતા ઘટી છે.
ધીમો પ્રગતિદર
બીજું, જમીન પર 2 MW સુધીના ગ્રિડ-કનેક્ટેડ સોલાર પ્લાંટ્સ સ્થાપવા પર કેન્દ્રિત છે, તેણે સપ્ટેમ્બર 2025 સુધીમાં માત્ર 6.5 ટકા લક્ષ્યાંક સિદ્ધ કર્યું છે. આ રહ્યા તેનાય કારણો. આ વિકલ્પનો આશરો લેનારે મોટો મૂડી ખર્ચ કરવો પડે છે. તેમ જ બે મેગાવોટનો પાવર પ્લાન્ટ નાખવા માટે જોઈતી જમીન મેળવવાની મુશ્કેલી પડી રહ છે. તદુપરાંત વીજ વિતરણ કંપનીઓ (DISCOMs) સાથેના કરાર અને નિયમનકારી મંજૂરીમાં વિલંબ પણ ધીમા પ્રગતિદર માટે જવાબદાર છે. ત્રીજું, ગ્રિડ-કનેક્ટેડ પંપોની સોલારાઇઝેશનનું કામ અત્યારે માત્ર 16.5 ટકા જેટલું જ થયું છે. તેનું કારણ આપતા નિષ્ણાતો જણાવે છે કે ઘણા વિસ્તારોમાં લગભગ શૂન્ય ખર્ચથી સરકારી ગ્રિડની વીજળી મળી જતી હોવાથી ખેડૂતોને સોલાર તરફ વળવાની જરૂર ઓછી લાગે છે.
લોકસભાની એનર્જી સ્ટેન્ડિંગ કમિટીએ પોતાના અહેવાલમાં ઉલ્લેખ કર્યો હતો કે દેશના ઘણા જિલ્લાઓમાં પાણીની અછત વધી રહી છે. તેથી ફક્ત 7.5 HP સુધીના સોલાર પંપ માટેની સબસિડી પૂરતી નથી. કમિટીએ મંત્રાલયને “જમીન સ્તરે સ્થિતિ સમજીને ઘટકમાં જરૂરી ફેરફાર કરવા” ભલામણ કરી છે. હરિયાણાના ખેડૂતોને પહેલા રાત્રિના સમયે ખેતી કામ કરવું પડતું હતું. સોલાર પેનલ બેસાડ્યા પછી તેમના મોટાભાગના કામ દિવસ દરમિયાન જ થઈ જાય છે. તેથી સર્પદંશની ઘટનાઓ ઓછી થઈ છે.


