• 23 November, 2025 - 1:04 AM

કેમ્સ, અદાણી એન્ટર પ્રાઈસ અને એસ્ટ્રલના શેરમાં સોદા કરી શકાય

સેબી રજિસ્ટર્ડ NIKCON INVESTMENT CONSULTANTના નિકુલ શાહનું કહેવું છે કે અદાણી એન્ટરપ્રાઈસ(Adani enterprise)ના શેરનો ભાવ રૂ. 2552થી ઉપરની ભાવ સપાટીને વળોટી જાય તે પછી તેમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી શકે છે. ભાવ સુધરીને 2626, 2700, 2828 સુધી પહોંચી શકે છે. બંધ ભાવને ધોરણે રૂ. 2495નો સ્ટોપલૉસ રાખીને અદાણી એન્ટરપ્રાઈસમાં સોદા કરી શકાય છે. પંદરથી પચ્ચીસ દિવસમાં આ ફેરફાર જોવા મળી શકે છે. ઇન્ટ્રા ડે ટ્રેડર રૂ. 2510ની ભાવ સપાટીની આસપાસ અદાણી એન્ટરપ્રાઈસના શેરમાં સોદા કરી શકે છે. હા, રૂ. 2495ના સ્ટોપલૉસને વળગી રહેવો જરૂરી છે.

એસ્ટ્રલ-Astral limited-ના શેર્સમાં રૂ. 1418ની ઉપરની સપાટીએ લેણ કરી શકાય છે. તેમ જ ઘટાડે રૂ. 1380ની સપાટીએ વધુ લેણ કરીને એવરેજ ખરીદ ભાવ નીચે લાવી શકાય છે. એસ્ટ્રલનો ટાર્ગેટ ભાવ રૂ. 1450, 1484, 1555, 17000નો છે. રૂ. 1359નો સ્ટૉપ લૉસ રાખીને કામકાજ કરી શકાય છે. આગામી પંદરથી પચ્ચીસ દિવસમાં બજારમાં આ ફેરફાર જોવા મળી શકે છે.

કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસિસ-કેમ્સ-CAMSના શેરમાં રૂ. 3852ની ઉપરની ભાવ સપાટીએ લેણ કરી શકાય છે. ટાર્ગેટ ભાવ રૂ. 4000, 4125, 4200, 4284નો છે. કેમ્સમાં સોદો કરનારાઓ રૂ. 3743નો સ્ટૉપલૉસ રાખીને કામકાજ કરી શકે છે. આગામી પંદરથી પચ્ચીસ દિવસમાં બજારમાં ઉપર મુજબની ચાલ જોવા મળી શકે છે.

નિફ્ટી ફ્યુચર-NIFTY FUTમાં 25515ની ઉપર લેણ કરી શકાય છે. જોકે નિફ્ટી ફ્યુચર 25143ની નીચે જાય તો તેમાં વેચવાલી કરવાનું સૂચન છે. ટાર્ગેટ રેન્જ પ્લસમાં 40, 90 150 અને તેનાથી ઉપરની છે. બારનો સ્ટૉપલૉસ રાખીને સોદા કરી શકાય છે. નિફ્ટી 25300ની ઉપર જાય તો તેમાં મજબૂતાઈ જોવા મળી શકે છે. નિફ્ટી ફ્યુચર સુધરીને 25555, 25777 કે તેનાથીય આગળ જઈ શકે છે. 25020ની નીચે જાય તો નેગેટિવ રહેવાની સંભાવના છે. ઘટીને 24850, 24700,24500 કે તેનાથીય નીચે જઈ શકે છે.

બેન્ક નિફ્ટી ફ્યુચર-BANK NIFTY FUTમાં 56251ની ઉપરની સપાટીએ લેણ કરી શકાય છે. ટાર્ગેટ રેન્જ પ્લસમાં 85, 150, 300 અને 500 પ્લસની છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 31નો સ્ટૉપલૉસ રાખીને કામકાજ કરી શકાય છે. બજાર 56610ની ઉપર બંધ આવે તો તેમાં મજબૂતાઈ જોવા મળી શકે છે. ટાર્ગેટ 57000, 57400 અને 57900 કે તેનાથીય આગળનું છે. બેન્ક નિફ્ટી ફ્યુચર 55600ની નીચે ન જાય ત્યાં સુધી તેમાં નેગેટિવ ચાલ જોવા મળે તેવી સંભાવના નહિવત છે. બજાર 55500ની નીચે બંધ આવે તો નેગેટીવ ચાલ જોવા મળી શકે છે. બજાર ઘટીને 54456, 54000 કે તેનાથીય નીચે જઈ શકે છે. આગામી પાંચથી દસ સેશનમાં આ ફેરફાર જોવા મળી શકે છે.

યુપીએલ-UPL-United Phosporous Limitedના શેરમાં રૂ. 679ની ઉપરની ભાવ સપાટીએ લેણ કરી શકાય છે. ઘટાડે 658ની ભાવ સપાટીએ વધુ લેણ કરી શકાય છે. ટાર્ગેટ ભાવ રૂ. 700, 723, 745, 770 અને તેની આગળનો છે. બંધ ભાવને ધોરણે રૂ. 651નો સ્ટૉપલૉસ રાખીને ડિલીવરી આધારિત કામકાજ કરી શકાય છે.

બંધન બેન્ક-BANDHAN BKના શેરમાં રૂ. 163ની ઉપરની સપાટીએ લેણ કરી શકાય છે. ટાર્ગેટ રેન્જ 169થી 200ની છે. પોઝિશનલ ટ્રેડમાં રૂ. 155નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય છે.

પંજાબ નેશનલ બેન્ક-PNB BKના શેરનો ભાવ રૂ. 112ની ઉપર જાય તો તેમાં લેણ કરી શકાય છે. તેમ જ ઘટાડે 105ની સપાટીએ તેમાં વધુ લેણ કરી શકાય છે. ટાર્ગેટ રેન્જ 123, 131, 140, 150ની છે. લાંબા ગાળે તેનો ભાવ રૂ. 200 પ્લસ જઈ શકે છે. પોઝિશનલ ટ્રેડ કરનારાઓ રૂ. 99નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકે છે.

ધાતુના બજારમાં આગામી 90 દિવસમાં કેવા ફેરફાર જોવા મળી શકે

( COPPER & ALUMINIUM VIEW FOR NEXT 15 TO 90 DAYS )

તાંબાના બજારના ચાર્ટ પર નજર નાખવામાં આવે તો તાંબાન ભાવ ટ્રેન્ડ લાઈનને ક્રોસ કરી ગયો છે અને તેની ઉપરની સપાટીએ ટકી રહ્યો છે. આ દર્શાવે છેકે બજારમાં મજબૂતાઈ જોવા મળશે. ટાર્ગેટ ભાવ રૂ. 1030, 1055, 1095 અને 1200 પ્લસનો છે. તાંબાના ભાવમાં કરેક્શન આવે તો ઘટીને રૂ. 972, 920ની સપાટીને ટચ કરી શકે છે. 920ની સપાટી તન્દુરસ્ત સપાટી જણાય છે. આ સપાટીએથી આગામી તેજીનો આરંભ થઈ શકે છે. પરંતુ તાંબાંનો ભાવ રૂ. 900ની નીચેની સપાટીએ ટકી રહે તો તેમાં નરમાઈ જોવા મળી શકે છે.

એલ્યુમિનિયમના ભાવમાં તેજીના ચાલનો આરંભ થઈ ગયો હોવાનો અણસાર મળી રહ્યો છે. એલ્યુમિનિયમમાં ટાર્ગેટ ભાવ 280, 300, 333 અને 360 તથા તેનાથી ઉપર રૂ. 400 પ્લસની સપાટીને ટચ કરી શકે છે. એલ્યુમિનિયમમાં કરેક્શન આવે તો ઘટીને રૂ. 255 અને 248નું તળિયું બતાવી શકે છે. નરમાઈની ચાલ દરમિયાન એલ્યુમિનિયમ 245ની નીચે ટકા જાય તો તેવા સંજોગોમાં ઘટીને 235 અને 220 સુધી જઈ શકે છે. રૂ. 220ની સપાટીએ એલ્યુમિનિયમ મજબૂત ટેકો ધરાવે છે.

પોઝિશનલ ટ્રેડિંગ કરનારાઓ ડિસેમ્બર 2025ના ફ્યુચરમાં કે તે પછીના મહિનાના ફ્યુચરમાં પણ સોદા કરી શકે છે. ફ્ચુચરના આ સોદામાં વોલ્યુમ છે. તેથી લેણ અને વેચાણ કરવું સરળ છે.

નિફ્ટી ફ્યુચર-NIFTY FUTમાં ઓક્ટોબર મહિનાની ચાલની વાત કરવામાં આવે તો 25023ની ઉપરની સપાટીએ લેણ કરી શકાય છે. તેમ જ 2500થી નીચેની સપાટીએ વેચાણ કરી શકાય છે.
ટાર્ગેટ રેન્જ પ્લસ માઈનસ 50, 900 અને 150 પ્લસની છે. ટ્રેડિંગ કરનારા 23નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકે છે. બજાર 25300ની ઉપર ટકી જાય તો સુધરીને 25735, 26000, 26456ની સપાટીને ટચ કરી શકે છે. પરંતુ બજાર 25000ની નીચે ટકા જાય તો ઘટીને 24800, 24700, 24475 તથા 24024 કે તેનાથીય નીચે જઈ શકે છે.

બેન્ક નિફ્ટી ફ્યુચર-BANK NIFTY FUTમાં 55812ની ઉપરની સપાટીએ લેણ કરી શકાય છે. તેમ જ 55788થી નીચેની સપાટીએ વેચાણ કરી શકાય છે. બજાર 55515ની નીચે બંધ આવે અને ટકી જાય તો 55005, 54004 કે તેનાથીય નીચે જઈ શકે છે.

Read Previous

ચોપડા પૂજન: વેપારીઓ-ઉદ્યોગપતિઓ આ સ્પેશિયલ પૂજા ક્યારે અને શા માટે કરે છે? શુભ સમય અને મહત્વ જાણો

Read Next

ટોરેન્ટ પાવરઃ મધ્યમથી લાંબા ગાળે નફો કરી આપવાને સમર્થ રોકાણ

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular