• 23 November, 2025 - 5:39 AM

Breaking News: પ્રોડક્ટ પર છાપેલી MRP ઉપર ટેક્સ લગાડવા સરકારની સક્રિય વિચારણા શરૂ

 

અમદાવાદઃ મેન્યુફેક્ચરર્સે ઉત્પાદન કરેલા પ્રોડક્ટ્સ પર બેફામ એમઆરપી છાપી દેવાને મુદ્દે કેન્દ્ર ને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સક્રિય વિચારણા કરવા માંડી છે. આ અંગે અમદાવાદના વેપારીઓ તરફથી લખવામાં આવેલો પત્ર સક્રિય વિચારણા માટે મહેસૂલ ખાતાને મોકલી આપવામાં આવ્યો છે.

શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનને(Shree Ahmedabad Vepari Mahasangathan) કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આપેલા લેખિત જવાબમાં જણાવવામાં આવ્યું છે કે મહતમ છૂટક ભાવ(MRP) નક્કી કરવા અંગે તમે પાઠવેલો પત્ર વિચારણા માટે મહેસૂલ વિભાગને મોકલી દેવામાં આવ્યો છે.

શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનના મેઘરાજી ડોડવાણી(Meghraj Dodwani)એ એ કરેલી ફરિયાદમા જણાવવામાં આવ્યું છે કે માર્કેટમાં ઉત્પાદનને વેચવાની કિંમત કરતાં દસ દસ ગણી એમઆરપી છાપવામાં આવે છે. તેનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે સી પીનના મોબાઈલ ચાર્જિંગ વાયર પર એમ.આર.પી. 400ની છાપવામાં આવે છે. પરંતુ આ ચાર્જિંગ વાયર બજારમાં રૂ. 40થી 50ના ભાવમાં જ વેચાઈ રહ્યા છે. પરિણામે એમ.આર.પી. પર જ જીએસટી લેવામાં આવે તો તેને પરિણામે આડેધડ મહતમ છૂટક ભાવ છાપવા પર અંકુશ આવી જશે.

માત્ર દસની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ધરાવતા પ્રોડક્ટ્સ પર રૂ. 100 કે 150ની એમઆરપી છાપી દેવામાં આવે છે. પરિણામે ગ્રાહક જ્યારે તે જ વસ્તુ રૂ. 50માં લઈ આવે છે ત્યારે તેને તેના બાર્ગેનિંગ પાવર પર ગર્વે થાય છે. પરંતુ વાસ્તવમાં તે બજાર કિંમત કરતાં બે ગણો ભાવ ચૂકવીને આવે છે. આમ તે છેતરાતો હોવા છતાય તેને લાગે છે કે તેને સારી કિંમતમાં પ્રોડક્ટ્સ મળી ગયું છે. પરિણામે મેન્યુફેક્ચરર્સે ઉત્પાદન કરેલા પ્રોડક્ટ્સ પર બેફામ એમઆરપી છાપી દેવાને મુદ્દે કેન્દ્ર ને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સક્રિય વિચારણા કરવા માંડી છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયને પત્ર લખનાર શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનનું કહેવું છે કે રૂ. 10ની કિંમતના માલ પર રૂ. 200ની મહતમ છૂટક કિંમતનું લેબલ લગાડવામાં આવે છે. તેના પર ઓનલાઈન કંપનીઓ મોટા ડિસ્કાઉન્ટ આપતા હોવાનું બતાવે છે. મોટા મોટા રિટેઈલ ચેઈન પણ ડિસ્કાઉન્ટમાં માલ વેચવા માટે આ પ્રકારના પ્રોડક્ટ્સને જ પ્રમોટ કરી રહ્યા છે. નાના વેપારીઓ માટે આ પ્રકારે ડિસ્કાઉન્ટ આપવા મુશ્કેલ છે. તેમની મોટા રિટેઈલ  ચેઈન જેટલી બલ્કમાં ખરીદી હોતી નથી. એક મોટો રિટેઈલ શૉ રૂમ એક સામટી સો દુકાનો જેટલી ખરીદી એક સામટી કરી લે છે. તેમ જ છૂટક વેચાણ કરતી દુકાનોના ભાવ કરતાં ઓછા ભાવે તે માલ વેચીને નાની દુકાનોને તોડી રહ્યા છે. પરિણામે નાનો વેપારી મરી રહ્યો છે. પરિણામે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયને લેટર લખવામાં આવ્યો હતો. એક શહેરમાં મર્યાદિત સંખ્યામાં મોટા રિટેઈલ મોલની મંજૂરી આપવી જોઈએ. તેમ થાય તો નાના દુકાનદારો પણ તેમની આવક ગુમાવશે નહિ. તેમના ધંધા પણ ટકી જ રહેશે.

Read Previous

ડિજિટલ અરેસ્ટના વધતા બનાવોને લઈ સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, ડ્રગ્સ મામલે પણ માત્ર પેડલરોની ધરપકડથી સુપ્રીમ નારાજ

Read Next

દિવાળી 2025: ધનતેરસ પર ભારતમાં ચાંદીનું વેચાણ બંધ! લંડન બજારમાં ધમાચકડી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular