હવે રોકાણકારોએ સોનામાં રોકાણ કરવું જોઈએ કે નહિ?

આગામી બાર માસમાં સોનાના ભાવમાં 25થી 30 ટકા સુધીનો સુધારો જોવા મળી શકે
યુદ્ધ શમી જાય તો સોનામાં તેજીનો માહોલ બદલાય અને મંદીની શક્યતા વધી જશે
સોનું ભારતના સમાજ જીવન સાથે વણાયેલી ધાતું છે. નાનામાં નાની વ્યક્તિ પાસે પાંચ દસ ગ્રામ સોનું ચોક્કસ જોવા મળશે. લગ્ન પ્રસંગે દીકરી, દીકરા કે પુત્રવધૂને સોનું આપવાનો રિવાજ આ સ્થિતિ માટે જવાબદાર છે. પુરુષો કરતાં મહિલાઓ સોનું ખરીદવાને મુદ્દે વધારે સજાગ હોવાનું જોવા મળે છે. મહિલાઓ તો ઘર ખર્ચના નાણાંમાંથી પણ બચત કરીને સોનું ખરીદવાનો પ્રયાસ કરે છે. એક એક ગ્રામ સોનું ખરીદીને પણ તે દીકરીના લગ્ન પ્રસંગ સુધીમાં જોઈતું સોનું ભેગું કરી જ લે છે. હા, ગુરુ પુષ્ય નક્ષત્ર યોગના કે પછી ધનતેરસના સોનું ખરીદવાનો ભારતમાં રિવાજ છે. આ ગાળામાં સોનાના ભાવ ઊંચકાઈ જતાં હોવાનું પણ જોવા મળે છે. અલબત્ત સોનાની વર્તમાન ભાવ સપાટીને જોતાં લોકો ખરીદવાને બદલે વેચી દેવાનું વધુ પસંદ કરે તેમ છે. જોકે દરેકે મોકો મળે ત્યારે સોનામાં રોકાણ કરી લેવાની તક ગુમાવવી ન જોઈએ.
ફિઝિકલ સોનું ન ખરીદી શકરનારાઓ ગોલ્ડના ફંડ ઓફ ફંડ્ઝ્સમાં રોકાણ કરી શકે છે.(Investors should invest in gold or not) સોનામાં રોકાણ કરવાનો આ એક અત્યંત સરળ વિકલ્પ છે. ગોલ્ડ ફંડ (Gold fund)એ એક પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund)જ છે. તેમાં ફિઝિકલ ગોલ્ડની ખરીદી કરવામાં આવતી નથી. તે માત્ર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ(Exchange traded funds) એટલે કે તેના યુનિટ્સના સોદા એક્સચેન્જમાં થયા કરે છે. ફિઝિકલ સોનાની ખરીદી કર્યા વિના સોનામાં રોકાણ કરીને સોનામાં કરેલા રોકાણની માફક જ વળતર આપે છે. ગોલ્ડ ટ્રેડેડ ફંડ્સના પરફોર્મન્સનો આધાર સોનાના બજારના ભાવની વધઘટ સાથે સીધો સંકળાયેલો છે. એચડીએફસી ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ કરનારાઓને 29.1 ટકા વળતર મળ્યું છે. તેમ જ ટાટા ગોલ્ડ ઇટીએફ ફંડો ઓફ ફંડમાં રોકાણ કરનારાઓને એક જ વર્ષમાં 63.54 ટકા વળતર મળ્યું છે.
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડના મેજેનર જુદાં જુદાં ગોલ્ડ ઈટીએફ ફંડના યુનિટ્સની ખરીદી કરે છે. તેમ જ ગોલ્ડ સાથે સંકળાયેલી અન્ય અસ્ક્યામતોમાં રોકાણ કરે છે. ગોલ્ડ ઈટીએફમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન(એસઆઈપી-SIP)ની માફક પણ રોકાણ કરી શકાય છે. તેને માટે ડિમેટ એકાઉન્ટ ખોલાવવાની પણ જરૂર પડતી નથી. ગોલ્ડ ઈટીએફમાં રોકાણ કરવાના જોખમની વાત કરીએ તો સોનાના ભાવમાં મોટી વધઘટ આવતી હોવાથી તેમાં કોઈ ગેરેન્ટેડ રિટર્ન મળતું નથી. સોનાના અને હૂંડિયામણના ભાવમાં આવતા ફેરફાર પર પણ નિર્ભર છે. હા, તેમાં સોનું ખરીદવાની કે સાચવવાની જફા કરવી પડતી નથી. તેમ જ ગોલ્ડ ઇટીએફના યુનિટ્સ ગમે ત્યારે ખરીદી કે વેચી શકાય છે.
બીજું, દિવાળી જેવા વારતહેવારોએ કે પછી સોનું ખરીદવું શુભ મનાય છે.(Gold investment in festival season) આ સ્થિતિમાં કોઈ ઇચ્છે તો તહેવારોના સમયમાં સોનું ખરીદીને ઘરની તિજોરીમાં કે બેન્ક લોકરમાં સાચવીને મૂકી રાખી શકે છે. સોનાના દાગીના પણ ખરીદી શકાય છે. દાગીનાનો ઉપયોગ કરવા ઇચ્છનારાઓ વારતહેવારે દાગીના ખરીદી શકે છે. જોકે દાગીના ખેંચાઈ જવાના ભયને કારણે તેનો ઉપયોગ સીમિત થવા માંડ્યો છે. તેથી દાગીનાની ખરીદીમાં મજૂરી ખર્ચ તમારા નફાને ખાઈ જાય તેમ છે. હવે તો મજૂરી ખર્ચ તરીકે સોનાના બજાર મૂલ્યના પાંચ ટકા સુધીની રકમ લેવામાં આવે છે. તેથી દાગીનાને બદલે એક, બે કે પાંચ ગ્રામની અથવા તો ક્ષમતા હોય તો 10 ગ્રામની લગડી ખરીદીને સોનામાં રોકાણ કરી શકાય છે. હા, લગડીમાં પણ મજૂરી ખર્ચ લાગ જ છે. પરંતુ લગડીમાં દાગીના કરતાં ઓછી મજૂરી લાગે છે.
આ લખાય છે ત્યારે દસ ગ્રામ સોનાનો ભાવ અંદાજે 1,23,000ની આસપાસ બોલાઈ રહ્યો છે. પરંતુ ચીન અને ભારતની(રિઝર્વ બેન્ક) મધ્યસ્થ બેન્ક સહિત દરેક દેશની મધ્યસ્થ બેન્કો સોનામાં લેવાલી કરી રહ્યા હોવાથી તેજી ટકી રહેવાના આસાર છે. ઇઝરાયલ ગાઝા દાયકા જૂના યુદ્ધનો અંત આવતા સોનાની સેફ હેવન તરીકેની ડિમાન્ડ ઘટી શકે છે. તેમ જ યુક્રેન રશિયા વચ્ચેનું યુદ્ધ મંદ પડી બંધ થાય તો સેફ હેવન બાયિંગ ખાસ્સી ઘટી જવાની શક્યતા છે. આમેય આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 4379 ડૉલરની ટોચની સપાટીએ થી 200 ડૉલર તો તૂટી ગયું છે.(Best investment in 2025)
તેથી સવાલ એ થઈ રહ્યો છે કે આગામી બાર મહિનામાં સોનાના બજારની ચાલ કેવી જોવા મળી શકે છે. ઓક્ટોબર 2025ની મધ્યમાં વિશ્વબજારમાં સોનાનો ટ્રોય અંશ દીઠ (અંદાજે 116 ગ્રામ0 ભાવ 4100-4200 ડૉલરની આસપાસનો બોલાઈ રહ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતાનુસાર વિશ્વનાદેશોની મધ્યસ્થ બેન્કો દ્વારા સોનાની ખરીદી ચાલુ જ છે. ફુગાવા સામે તેનાથી રક્ષણ મળશે તેવી ગણતરી સાથે પણ વિશ્વના દેશોની મધ્યસ્થ બેન્કો સોનાની ખરીદી કરી રહી છે. દરેક દેશ પોતાની પાસેના સોનાના અનામત જથ્થામાં વધારો કરી રહ્યો છે. સોનાના ભાવ વધવાના કારણોમાં ઊંડાં ઉતરીએ તો યુદ્ધને કારણે વધતી તાણના સમયમાં સોનાનો ભાવ વધી છે. આ સોનાને જરૂર પડ્યે ફટથી વટાવી શકાય તે માટે સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. અમેરિકી ડૉલરના વધતા ભાવને કારણે ડૉલરની ડિમાન્ડ વધતી જાય તેથી પણ સોનાના દામ તૂટે છે. બીજીતરફ અમેરિકી ડૉલર નબળો પડે અને તેના થકી થતી કમાણી ઘટવા માંડે તો પણ સોનામાં રોકાણ કરવા તરફ લોકો આગળ વધે છે. ભારત-ચીનમાં તહેવારોમાં સોનાની માગ ખાસ્સી વધી જાય છે. તેથી સ્થાનિક બજારમાં લંડનના હાજર બજારના ભાવ કરતાંય સોનાના ભાવ વધી જાય છે. બીજીતરફ એક્સચેન્જ ટ્રેડેડ ફંડના માધ્યમથી સોનામાં રોકાણ કરનારાઓ વધી રહ્યા છે. તેથી પણ સોનામાં તેજીની ચાલ જોવા મળી રહી છે.
આગામી બાર માસમાં સોનાના ભાવની ચાલ કેવી રહેશે તેની વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં 10થી 20 ટકાની વધઘટ જોવા મળતી રહેવાની શક્યતા છે. વિશ્વના ઘણા દેશોની મધ્યસ્થ બેન્કો દ્વારા સોનાની કરવામાં આવી રહેલી ખરીદી સોનામાં જોવા મળી રહેલી તેજીને હવા આપવાનું કામ કરી રહી છે. ત્યારબાદ સેફ હેવન તરીકે સોનાની ખરીદી સોનાના ભાવને નવી ઊંચાઈએ લઈ જાય છે.
25થી 30 ટકાનો વધારો થઈ શકે
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું કહેવું છે કે આગામી બાર મહિનામાં સોનાના ભાવમાં 10થી માંડીને 30 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે. આ રહ્યા તેના કારણો. યુદ્ધનો માહોલ વધુ આકરો બને તો સોનામાં સેફ હેવન બાયિંગ ખાસ્સું વધી જવાની સંભાવના છે. બીજું, મધ્યસ્થ બેન્કોની ખરીદી પણ આ વધારાને ટેકો પૂરો પાડશે. બીજીતરફ સોનામાં રોકાણ કરવાથી મળતા વળતરમાં તીવ્ર ઘટાડો જોવા મળે તો પણ સોનાના ભાવ ઘટી શકે છે. ત્રીજું, યુદ્ધની સંભાવના અને ચાલી રહેલા યુદ્ધને કારણે સોનામાં સેફ હેવન તરીકેની લેવાલી ચાલુ રહેતા ભાવ નીચે આવવાની શક્યતા સીમિત થઈ જાય છે. મધ્યસ્થ બેન્કોની ખરીદીને પરિણામે બજારમાં સોનાની ડિમાન્ડ પ્રમાણે સપ્લાય રહેતી નથી. અશિયાના દેશોની પણ 2025ના સમગ્ર વર્ષ દરમિયાન લેવાલી ચાલુ રહી હતી. તેથી સોનાનો ખાસ્સો સપ્લાય તેમણે રિકવર કરી લીધો હતો. બજારમાં ડિમાન્ડ નબળી હોય ત્યારે પણ સોનાના ભાવને ટકાવી રાખવામાં તેમની ખરીદી મદદરૂપ બને છે. તેજીનો પાયો મજબૂત બનાવે છે. પરંતુ ઇઝરાયલ-ગાઝાના યુદ્ધનો અંત આવ્યો તેથી સેફ હેવન બાયિંગ ઘટી જવાની સંભાવના છે. આ શાંતિ કેટલી લાંબી ટકે છે તેના પર પણ સહુની નજર છે. શાંતિ ભંગ થાય તો ફરી સોનાના ભાવમાં ભડકો થઈ શકે છે. રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ શમી જાય તો તેને પરિણામે સોનાના ભાવમાં ગાબડું પડે અને મોટો ઘટાડો આવી શકે છે. પાકિસ્તાન અને અફઘાનીસ્તાન વચ્ચેના સંઘર્ષની બહુ જ ઓછી અસર સોનાના બજારભાવ પર પડી શકે છે.
ભારતના બજારમાં તહેવારોની માગ અને રિઝર્વ બેન્કની લેવાલી તથા કોઈન્સ, લગડી અને ઈટીએફમાં થઈ રહેલા રોકાણોને પરિણામે આગામી બાર મહિના સુધી ભારતનું બજાર ટકેલું રહેવાની સંભાવના છે. ભારતમાં ફુગાવાનો દર ઘટે અને ભાવ ઊંચા ટકી રહે તો ભાવમાં નરમાઈ જોવા મળી શકે છે. હા, નવા યુદ્ધ ફાટી નીકળે તો ફરી તેજીનો સંચાર થઈ શકે છે. આ બધી જફાથી દૂર રહેવું હોય તે રોકાણકાર ગોલ્ડ ઇટીએફ કે પછી સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકે છે. ટૂંકા ગાળામાં સોનાના ભાવમાં અફરાંતફરી જોવા મળશે. પરિણામે ગોલ્ડ એસઆઈપીમાં રોકાણ કરવું વધુ લાભદાયી સાબિત થશે. તમારા કુલ રોકાણમાં સોનામાં કરેલું રોકાણ પાંચથી દસ ટકા જ હોવું જોઈએ. 2025માં સોનાનો ભાવ બહુ જ વરસોની ઊંચી સપાટીએ પહોંચેલો છે. આગામી બાર મહિનામાં પણ સોનાના ભાવ ઊંચા જ રહેવાની સંભાવના છે. સોનામાં હજી તેજીની ચાલ જોવા મળે તો ભાવમાં 25 ટકા સુધીનો ઊછાળો આગામી બાર માસમાં જોવા મળી શકે છે.
સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાથી તેમાં થયેલા રોકાણ પર 2.5 ટકા વ્યાજ મળે છે. આ ગોલ્ડ ડિજિટલ સ્વરૂપમાં હોય છે. સોનાના ભાવ વધે તો મૂડીવધારો પણ મળે છે. મેચ્યોરિટી વખતે સોનાના જે તે સમયના બજાર ભાવ ગણીને તેની કિંમતની રોકડમાં ચૂકવણી કરવામાં આવે છે. સોનાના ભાવ પર કેપિટલ ગેઈન ટેક્સ લાગતો નથી. મેકિંગ ચાર્જ કે સ્ટોરેજ કોસ્ટ એટલ કે બેન્ક લૉકરમાં રાખવાનો ખર્ચ લાગુ પડતો નથી. સોનાના ભાવ વધે તેમ મૂડીમાં થતો વધારો પણ રોકાણકારોને મળે છે. પાકતી મુદતે સોનાની બજાર કિંમત પ્રમાણે રકમની ચૂકવણી કરવામાં આવે છે. સેકન્ડરી માર્કેટમાં તેની લિક્વિડીટી સારી છે. ગમે ત્યારે તે વેચીના રોકડા કરી શકાય છે. સોનાના ભાવ પર કેપિટલ ગેઇન ટેક્સ લાગતો નથી — ફક્ત વ્યાજ પર ટેક્સ લાગે છે.
હવે તો ડિજિટલ ગોલ્ડનો ઓપ્શન પણ ખૂલી ગયો છે. આજકાલ ઘણા ફિનટેક એપ્સ અને જ્વેલર આધારિત યોજનાઓ નાના રકમથી પણ સોનું ખરીદવાની સુવિધા આપે છે. આ સોનું ડિજિટલ વૉલેટમાં જમા થાય છે અને વૉલ્ટમાં રહેલા વાસ્તવિક સોનાથી બેન્ક બનતી જાય છે. તમે માત્ર 1 ગ્રામથી રોકાણ શરૂ કરી શકો છો. કેટલાક પ્લેટફોર્મ પર તેને ફિઝિકલ ગોલ્ડમાં બદલી શકાય છે. તેમ જ તેને Gold ETFમાં પણ ટ્રાન્સફર કરી શકાય છે. તેને માટે કોઈ જ હેન્ડલિંગ કે સ્ટોરેજ ચાર્જ લાગતો નથી.


