• 23 November, 2025 - 3:41 AM

અમિત શાહ 10 નવેમ્બરે ‘સહકારી કુંભ 2025’નું ઉદ્ઘાટન કરશે, સહકારી બેંકોના 1,200 ચેરમેન અને CEO ભાગ લેશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 10 નવેમ્બરે શહેરી સહકારી બેંકોના આંતરરાષ્ટ્રીય પરિષદ ‘સહકારી કુંભ 2025’નું ઉદ્ઘાટન કરશે. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 ની ઉજવણી માટે 10-11 નવેમ્બરે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘સહકારી કુંભ 2025’ નામની આ પરિષદ યોજાવાની છે.

નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેંક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝના નેજા હેઠળ આયોજિત આ પરિષદનું ઉદ્ઘાટન કેન્દ્રીય સહકાર મંત્રી દ્વારા કરવામાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સમાપન સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેંક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝના પ્રમુખ લક્ષ્મી દાસે એક નિવેદનમાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે ભારત અને અન્ય દેશોના શહેરી સહકારી બેંકોના 1,200 ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ (સીઈઓ) આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લે તેવી અપેક્ષા છે.

બે દિવસીય આ પરિષદમાં ઓપન બેંકિંગ, ડિજિટલ ધિરાણ, બેંકોમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ, ધીરાણ વૃદ્ધિ, ટેકનોલોજીકલ આધુનિકીકરણ અને ભારત સરકારની મુખ્ય યોજનાઓની સફળતામાં શહેરી સહકારી બેંકોની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવશે.

Read Previous

સેબીમાં અધિકારી બનવાનો મોકો: 110 જગ્યાઓ ભરવાની બાકી, શેરબજાર નિયમનકારે મંગાવી અરજીઓ 

Read Next

NHAI એ FASTag KYV પ્રક્રિયામાં ફેરફાર કર્યા, જો તમારી પાસે પણ વાહન છે, તો આ જાણો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular