• 22 November, 2025 - 10:27 PM

GST દૂર થતાં આરોગ્ય વીમા ખરીદીમાં 38 ટકાનો ઊછાળો, ઊંચું કવરેજ આપતા વીમા ખરીદાયા

મેટ્રો શહેરથી નાના શહેરોમાં પણ રૂ. 15થી 25 લાખનો વીમો ધરાવનારાઓની સંખ્યા 44.1 ટકાથી વધીને 48.6 ટકા થયો છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ફેરફારોએ સિનિયર સિટીઝન્સની આરોગ્ય સલામતીમાં વધારો કર્યો છે. આરોગ્ય વીમો લેવા ઘણાં માટે કઠિન બની ગયો હતો. કારણ કે આરોગ્ય વીમાના પ્રીમિયમ પર 18 ટકા જીએસટી(18 percent GST removed) લાગતો હતો. તાજેતરમાં આવેલા અહેવાલ મુજબ 22મી સપ્ટેમ્બર 2025ના(22nd september 2025) આરોગ્ય વીમાના પ્રીમિયમની નાબૂદીને પરિણામે આરોગ્ય વીમો લેનારાઓની સંખ્યામાં 38 ટકાનો વધારો આવ્યો છે.

22મી ઓક્ટોબર પછી જાહેર કરવામાં આવેલા આંકડાં મુજબ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નાબૂદ થયા પછી હેલ્થ ઈન્શ્યોરન્સ(Health insurance) ખરીદનારા કુલ લોકોમાંથી 45 ટકા લોકો હવે રૂ. 15 લાખથી રૂ. 25 લાખ વચ્ચેનું કવરેજ પસંદ કરતાં થયા છે. પહેલા તેઓ રૂ. 15 લાખથી ઓછો આરોગ્ય વીમો લેવાનું પસંદ કરતાં હતા. બીજીતરફ 24 ટકા લોકો રૂ. 10થી 15 લાખનું કવરેજ લેવાનું પસંદ કરતાં થયા છે. જોકે માત્ર 18 ટકા લોકો હજુ પણ રૂ. 10 લાખથી ઓછું કવરેજ રાખી રહ્યા છે. આમ સરેરાશ હેલ્થ કવરેજ હવે રૂ.13 લાખથી વધીને રૂ. 18 લાખ થયું છે.

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં વીમા લેનારા વધ્યા છે તેવું નથી. દેશભરના નાના શહેરો અને ગામોમાં પણ આરોગ્ય વીમો લેનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો(Metra, semi urban and rural areas) છે. મેટ્રો શહેરથી નાના શહેરોમાં પણ રૂ. 15થી 25 લાખનો(15 to 25 lacs coverage) વીમો ધરાવનારાઓની સંખ્યા 44.1 ટકાથી વધીને 48.6 ટકા થયો છે. ઓછા મૂલ્યની પોલીસી લેનારાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પહેલા 24 ટકાથી વધુ આરોગ્ય વીમા ધારકો ઓછા મૂલ્યની આરોગ્ય વીમા પોલીસી લેતા હતા. હવે 16.1 ટકા લોકો ઓછા મૂલ્યની પોલીસીને બદલે વધુ મૂલ્યની પોલીસી લેતા થયા છે. આરોગ્ય વીમો લેનારા 61 વર્ષથી વધુ વયના ગ્રાહકોમાં પણ 11.5 ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડાંઓ દર્શાવે છે કે પ્રીમિયમ પરનો ટેક્સનો બોજ ઓછો થતાં સિનિયર સિટીઝન્સમાં આરોગ્ય વિશે જાગૃતિ વધી રહી છે. 36થી 45 વર્ષની વયના વર્ગમાં 39 ટકા અને 46થી 60 વર્ષની ઉંમરવર્ગમાં 38 ટકા લોકોએ વધુ કવરેજવાળી પોલિસી અપગ્રેડ કરી છે.

જી.એસ.ટી. મુક્તિ (GST removed)પછી પહેલા દિવસથી જ વ્યક્તિને થયેલા રોગની બીમારીનું કવરેજ(Health Insurance coverage) મળે તેવી પોલીસી લેનારાઓની સંખ્યા પણ વધી ગઈ છે. તેમ જ જૂની પોલીસીના પ્રીમિયમમાં ઉમેરો કરીને વધુ કવરેજ આપતી ઊંચા મૂલ્યની પોલીસી પણ તેઓ લેવા માંડ્યા છે. તેમ જ ક્રિટીકલ ઇલનેસ એટલે કે ગંભીર માંદગીના કવરે જ લેનારાઓની સંખ્યામાં પણ 20 ટકાનો વધારો થઈ ગયો છે. આરોગ્યની જૂની પોલીસીને રિન્યુ કરાવનારા વધુ સારા કવરેજ વાળી પોલીસી લેનારાઓની સંખ્યામાં પણ 50 ટકાનો વધારો થઈ ગયો છે. તેની સાથે સાથે જ એક કરતાં વધુ વર્ષ માટેનો આરોગ્ય વીમો આપવાની માગ પણ વધી રહી છે. પરિણામે આરોગ્ય વીમાને લાંબા ગાળાની સુરક્ષા તરીકે જોનારાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આમ આરોગ્ય વીમા પરનો જીએસટી નાબૂદ થતાં આરોગ્ય વીમો લેનારાઓની સંખ્યા વધવા માંડી છે.

જી.એસ.ટી. દૂર થયા પછી એન.આર.આઈ. ગ્રાહકો માટે પણ આરોગ્ય વીમાને લગતી પ્રક્રિયા વધુ સરળ બની છે. અગાઉ, એન.આર.આઈ.ને પ્રીમિયમ ચૂકવવા માટે ફક્ત NRE એકાઉન્ટનો ઉપયોગ કરવો પડતો હતો અને દર વર્ષે વિદેશી સરનામાનો પુરાવો આપવો પડતો હતો જેથી જી.એસ.ટી.ની માફી મળી શકતી હતી. હવે, શૂન્ય ટકા  જી.એસ.ટી. થઈ જતાં એન.આર.આઈ. કોઈપણ બેંક એકાઉન્ટથી પ્રીમિયમ ચૂકવી શકે છે અને આપમેળે રાહત મેળવી શકે છે. અગાઉ એન.આર.આઈ. માટે ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પર જી.એસ.ટી. છૂટ મેળવવી મુશ્કેલ હતી. હવે પ્રક્રિયા વધુ સરળ, સર્વસમાવેશી અને પારદર્શક બની ગઈ છે.

Read Previous

ઓક્ટોબરમાં ડીલર શોરૂમમાં રેકોર્ડ માસિક ડિસ્પેચ સાથે કારનું વેચાણ નવી ટોચ પર પહોંચ્યું

Read Next

ગ્રો કરોઃ આઈપીઓમાં અરજી કરવી જોઈએ કે નહિ? અહીં વાંચી લો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular