• 22 November, 2025 - 9:05 PM

ટાટા ટ્રસ્ટ વિવાદ: મેહલી મિસ્ત્રીએ હકાલપટ્ટી સામે ચેરિટી કમિશનર સમક્ષ કેવિયેટ દાખલ કરી: સૂત્રો

મેહલી મિસ્ત્રીએ ટાટા ટ્રસ્ટ્સમાંથી હકાલપટ્ટી મંજૂર થાય તે પહેલાં પોતાનો કેસ રજૂ કરવાનો અધિકાર મેળવવા માટે ચેરિટી કમિશનર સમક્ષ કેવિયેટ દાખલ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. નિયમો અનુસાર, ટાટા ટ્રસ્ટ્સે 90 દિવસની અંદર ચેરિટી કમિશનર દ્વારા મંજૂર કરાયેલા બોર્ડમાં ફેરફારો કરવા જરૂરી છે. મેહલી મિસ્ત્રી ચેરિટી કમિશનર સમક્ષ પોતાની હકાલપટ્ટીનો વિરોધ કરવા માંગે છે. ચેરિટેબલ સંસ્થાઓએ ઓક્ટોબર 2024 માં આજીવન ટ્રસ્ટીશીપ રિન્યુઅલ માટેના પ્રસ્તાવનો ઉલ્લેખ કર્યો છે. ટાટા ટ્રસ્ટ્ર બોર્ડે રિન્યુઅલ સમયે મેહલી મિસ્ત્રીને દૂર કર્યા હતા. સૂત્રોએ નેશનલ ચેનલને જણાવ્યું હતું કે વેણુ શ્રીનિવાસન, નોએલ ટાટા અને વિજય સિંહે મેહલી મિસ્ત્રીના આજીવન ટ્રસ્ટીશીપ રિન્યુઅલને નકારી કાઢ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે ટાટા ટ્રસ્ટ્સ દ્વારા 24 ઓક્ટોબરે પસાર કરાયેલા ઠરાવના આધારે મિસ્ત્રીને દૂર કરવાનો પડકાર ફેંકી શકાય છે. ટ્રસ્ટનાં ખરડા પ્રમાણે વર્તમાન ટ્રસ્ટીઓ માટે આજીવન ટ્રસ્ટીશીપને રક્ષણ આપે છે.

ખરડામાં જણાવાયું છે કે, “ટ્રસ્ટીઓ સ્વીકારે છે કે તેઓ બધા સમાન રીતે જવાબદાર છે, જાહેર ફરજનું કર્તવ્ય ધરાવે છે, અને રતન એન. ટાટા દ્વારા તેમને ખાસ કાર્ય સોંપવામાં આવ્યું છે. આ માટે, તેઓ ઠરાવ કરે છે કે કોઈપણ ટ્રસ્ટીની મુદત પૂરી થયા પછી, તે ટ્રસ્ટીને સંબંધિત ટ્રસ્ટ દ્વારા ફરીથી નિયુક્ત કરવામાં આવશે, આવી પુનઃનિયુક્તિની મુદત પર કોઈ મર્યાદા વિના, અને કાયદા અનુસાર નિમણૂંક કરવાની રહે છે.”

ટાટા ટ્રસ્ટ્સ ટાટા સન્સ બોર્ડમાં ડિરેક્ટરના નામાંકન અંગે આંતરિક વિવાદમાં ફસાયેલું છે.

ઇનગવર્નના મેનેજિંગ ડિરેક્ટર અને સ્થાપક શ્રીમ સુબ્રમણ્યમે મીડિયાને  જણાવ્યું હતું કે, “ટાટા ટ્રસ્ટ્સમાં મતભેદો ટાટા સન્સના વ્યૂહાત્મક નિર્ણયોને અસર કરશે. દૈનિક ધોરણે, ટાટા સન્સમાં વિક્ષેપ અસંભવિત છે, પરંતુ વ્યૂહાત્મક નિર્ણયોને અસર થશે.”

નિયોસ્ટ્રેટ એડવાઇઝર્સ એલએલપીના સ્થાપક અબીઝાર દીવાનજીએ જણાવ્યું હતું કે, “હાલના મુદ્દા સિવાય, ટાટા ટ્રસ્ટ્સનું સંચાલન સારું રહ્યું છે. આ મુદ્દાથી ટાટા ટ્રસ્ટ્રની કામગીરી પર કોઈ અસર પડશે નહીં. આ દરમિયાન, કોઈપણ વિવાદ હોવા છતાં, ટાટા ટ્રસ્ટ્રનું સંચાલન સરળતાથી ચાલતું રહેશે.”

Read Previous

લેન્સકાર્ટ: ચશ્માવાળાનાં IPOનો GMP ઘટ્યો, સબ્સ્ક્રિપ્શન મજબૂત, જાણો લિસ્ટિંગ અનુમાન, માર્કેટ રિએક્શન અને બ્રોકરેજ ઓપિનિયન વિશે

Read Next

દેવાનાં ડૂંગર તળે દબાયેલા ખેડુતોની વહારે આવ્યા સુરતનાં ઉદ્યોગપતિ, બાબુભાઈ જીરાવાળાએ 290 ખેડુતોનાં 90 લાખ ચૂકવી માનવતાને મહેકાવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular