ગુજરાતમાં પ્રાથમિક અંદાજો મુજબ માવઠાથી ખેતીપાકને પાંચ હજાર કરોડનું જંગી નુક્સાન
ગુજરાતમાં મવઠાના કારણે પ્રાથમિક અંદાજો મુજબ પાંચ હજાર કરોડના પાકને નુક્સાન થયું છે. સરકારે બેઠક યોજી નુક્સાનીના અંદાજોની સમીક્ષા કરી હતી. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં શરૂ થયેલા વરસાદને કારણે ઓછામાં ઓછા 10 લાખ હેક્ટરમાં પાકને નુક્સાન થયું છે, જે 249 તાલુકાના 16,000 ગામોને અસર કરે છે.
રાજ્ય સરકારના ચાલુ મૂલ્યાંકનના પ્રારંભિક અંદાજ મુજબ તાજેતરના કમોસમી વરસાદથી પાકને 5,000 કરોડ રૂપિયાથી વધુનું નુક્સાન થયું છે. મંખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પાકને થયેલા નુક્સાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારે કેન્દ્રને પત્ર લખીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક ટીમની માગ કરી હતી અને ખેડૂતો માટે નાણાકીય સહાયની વિનંતી કરી હતી. આ પહેલા 29 ઓક્ટોબરના પટેલે ખેડૂતોને થયેલા નુક્સાનનું મૂલ્યાંકન કરવા માટે સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો જેથી રાહત પેકેજની જાહેરાત કરી શકાય. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત જિલ્લાઓમાં 4,800 થી વધુ ટીમો યુદ્ધના ધોરણે સર્વેક્ષણ કરી રહી છે.
જો કે, સર્વે હજુ ચાલુ છે, પરંતુ પ્રારંભિક સત્તાવાર આંકડા દર્શાવે છે કે, ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં શરૂ થયેલા વરસાદને કારણે ઓછામાં ઓછા 10 લાખ હેક્ટરમાં પાકને નુક્સાન થયું છે, જે 249 તાલુકાના 16,000 ગામોને અસરકરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓએ છેલ્લા દિવસોમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. મુખ્યમંત્રીએ ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના બે ગામોની મુલાકાત લીધી હતી, જેથી તાજેતરના કમોસમી વરસાદથી પાકને થયેલા નુક્સાનને ધ્યાનમાં રાખીને જમીની પરિસ્થિતિ સમજી શકાય. કોડીનાર તાલુકાના કડવાસણની તેમની મુલાકાત દરમિયાન પટેલે ખેતરોમાં ચાલીને ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં કમોસમી વરસાદથી નાશ પામેલા પાકનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ સ્થાનિક ધારાસભ્યો અને મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે ખેડૂતોની ફરિયાદો સાંભળી અને તેમને ખાતરી આપી કે તેમની સરકાર યોગ્યા પગલાં લેશે. મંત્રીઓએ ભાવનગર, તાપી, જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લાઓની પણ મુલાકાત લીધી હતી.



