અંબુજા સિમેન્ટઃ એક વર્ષમાં શેરનો ભાવ રૂ. 700ના મથાળે જવાની શક્યતા

- અમ્બુજા સિમેન્ટ્સ લિમિટેડના નાણાંકીય પરફોર્મન્સને ધ્યાનમાં લેતા રૂ. 567ના વર્તમાન બજાર ભાવે અમ્બુજા સિમેન્ટ્સના શેર્સમાં લેવાલી કરી શકાય છે
Choice Equity Broking Private Limited-ચોઈસ ઇક્વિટી બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડના એક્સપર્ટની ટીમ કહે છે કે વર્તમાન સંજોગોમાં અમ્બુજા સિમેન્ટ્સ લિમિટેડ-Ambuja Cements Limited- કંપનીના નાણાંકીય પરફોર્મન્સને ધ્યાનમાં લેતા વર્તમાન બજાર ભાવે અમ્બુજા સિમેન્ટ્સના(Buy recommendation) શેર્સમાં લેવાલી કરી શકાય છે. અમ્બુજા સિમેન્ટના શેરનો આ લખાય છે ત્યારે રૂ. 567નો ભાવ બજારમાં બોલાઈ રહ્યો છે. અમ્બુજા સિમેન્ટના શેરનો ભાવ આ સપાટીથી વધીને એક વર્ષના ગાળામાં રૂ. 700ના મથાળાને વળોટી જાય તેવી સંભાવના છે. આમ તેનો ટાર્ગેટ ભાવ રૂ. 700નો નક્કી કરવામાં આવ્યો છે. તેથી જ અંબુજા સિમેન્ટ્સ (ACEM) માટે ₹700 પ્રતિ શેરના ટાર્ગેટ પ્રાઈસ સાથે BUY રેટિંગ જાળવી રાખીએ છીએ, એમ ચોઈસ ઈક્વિટી બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડના એક્સપર્ટ્સની ટીમનું માનવું છે.
નાણાંકીય વર્ષ 2025-26થી 2028-29ના સમયગાળામાં અમ્બુજા સિમેન્ટના ઉત્પાદન ખર્ચમાં ટનદીઠ રૂ. 300નો ઘટાડો થવાની સંભાવના છે. ખર્ચ ઘટાડવા માટે કંપની તેની લોજિસ્ટિકની સમગ્ર સિસ્ટમમાં મસમોટા ફેરફારો કરી રહી છે. લોજિસ્ટિક એટલે કે માલની હેરફેરની સિસ્ટમમાં આવનારા ફેરફારોને કારણે ટનદીઠ લોજિસ્ટિક ખર્ચમાં રૂ. 150નો ઘટાડો થશે. લોજિસ્ટિકમાં સિમેન્ટની હેરફેરના ખર્ચમાં ઘટાડો કરવા માટે બે લોકેશન વચ્ચેના અંતરને ઓછામાં ઓછું કરવા માટે વ્યૂહાત્મક પગલાં લેવામાં આવશે. તેમ જ રેલવે અને સમુદ્રી માર્ગનો લોજિસ્ટિક માટે ઉપયોગ વધારવામાં આવશે. સિમેન્ટના ઉત્પાદનના ક્ષેત્રની આ કંપનીના પ્રોડક્ટ્સ પોર્ટફોલિયોમાં પ્રીમિયમ પ્રોડક્ટ્સની સંખ્યા વધી રહી છે. પરિણામે પ્રીમિયમ પ્રાઈસ મળવાથી અમ્બુજા સિમેન્ટની આવકમાં વધારો થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે.
અમ્બુજા સિમેન્ટ તેની ઉત્પાદન ક્ષમતા વધારવાનો મહત્વાકાંક્ષી પ્લાન તૈયાર કરી ચૂકી છે. 2026-27ના અંત સુધીમાં કંપનીનું ઉત્પાદન વધીને 11.80 કરોડ ટન સુધી લઈ જવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. તેમ જ 2028-29 સુધીમાં ઉત્પાદનનો ટાર્ગેટ વધારીને 15.50 કરોડ ટન સુધી લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું છે. પહેલા આ ટાર્ગેટ 14 કરોડ ટનનું હતું. તેમાં હવે 1.50 કરોડ ટનનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ ઇકોનોમિક ઓફ સ્કેલને કારણે પ્રોડક્શન કોસ્ટ નીચે આવે તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે.
ચોઈસ ઇક્વિટી બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડના નિષ્ણાતોની ટીમના જણાવ્યા મુજબ તેઓ EV to CE (Enterprise Value to Capital Employed) આધારિત મૂલ્યાંકન પદ્ધતિ અપનાવી છે, જે નાણાંકીય વર્ષ 2025-26થી થી નાણાંકીય વર્ષ 2028-29 દરમિયાન રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડ-ROCEમાં 4.88 ટકાનો સુધારો થવાની સંભાવના દર્શાવે છે. આ ગાળામાં કંપનીના નાણાંકીય પરફોર્મન્સમાં પણ સુધારો થવાની સંભાવના જણાઈ રહી છે.
EBITDA- Earnings Before Interest, Taxes, Depreciation, and Amortization 2025-26થી 2028-29 દરમ્યાન 26.4 ટકાના સર્વગ્રાહી-સંયુક્ત વાર્ષિક વૃદ્ધિદર-CAGR- સાથે વધવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. નાણાંકીય વર્ષ 2026-27, 202-28 અને 2028-29 સુધીના ત્રણ વર્ષના ગાળા દરમિયાન કંપનીનો સીએજીઆર-સર્વગ્રાહી વાર્ષિક વિકાસ દર અનુક્રમે 12 ટકા, 10 ટકા અને 10 ટકાનો રહેવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. તેની સામે કંપનીને થનારી આવક-રિયલાઈઝેશનમાં આ જ ત્રણ વર્ષના ગાળામાં અનુક્રમે 3.5 ટકા, 0.5 ટકા (અડધા ટકા) અને શૂન્ય ટકાનો વધારો થવાની શક્યતા છે. અંબુજા ગ્રૂપની બજારમાંની મજબૂત હાજરી અને સિનેર્જી-અન્ય કંપનીઓ સાથેના સહયોગને કારણે મળનારા ફાયદાઓ અંબુજા સિમેન્ટના શેર્સના ભાવને માટે એક પોઝિટિવ માહોલ ઊભો કરી રહ્યા છે.
અંબુજા સિમેન્ટના શેરનું મૂલ્યાંકન અને લક્ષ્યાંક
ચોઈસ રિસર્ચ પ્રાઈવેલ લિમિટેડના એક્સપર્ટનું માનવું છે કે ACEM માટે એક વર્ષનો ફોરવર્ડ ટારગેટ પ્રાઈસ ₹700 પ્રતિ શેર ગણાવ્યો છે. EV/CE આધારે FY27E અને FY28E માટે 4.5x મલ્ટિપલ અપાયો છે. FY25માં ROCE 8% હતું, જે FY28 સુધીમાં લગભગ 12.9% સુધી વધવાની અપેક્ષા છે. મેનેજમેન્ટ અનુસાર, FY26માં સિમેન્ટ ઉદ્યોગમાં 7–8% વૃદ્ધિ થવાની શક્યતા છે.
Q2FY26 વોલ્યુમ આધારિત વૃદ્ધિના પરિણામ
અમ્બુજા સિમેન્ટની આવક (Revenue): 5148.70 કરોડની છે. વાર્ષિક ધોરણે તેમાં 22.2 ટકાનો વધારો થયો છે. તેમ જ ત્રિમાસિક ધોરણે તેમાં 6.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. EBITDA રૂ. 704.40 કરોડ થયો છે. તેમાં વાર્ષિક ધોરણે 3.5 ટકાનો વધારો થયો છે. તેમ જ ત્રિમાસિક ધોરણે 19.2 ટકાનો ઘટાડો થયો છે, જે Choice Institutional Estimates કરતાં વધારે છે. ચોઈસ ઇન્સ્ટિશનલ એસ્ટિમેટ પ્રમાણે EBITDA અનુક્રમે રૂ.4703.30 કરોડ અને રૂ. 625.90 કરોડનો થવાની સંભાવના હતી. આ ગાળામાં કંપનીનું વોલ્યુમ પણ વધ્યું છે. કંપનીનું વોલ્યુ 9.90 કરોડ ટન થયું છે. આમ વોલ્યુમમાં વાર્ષિક ધોરણે સરખામણી કરતાં 20.2 ટકાનો વધારો થયો છે. તેની સામે ત્રિમાસિક ધોરણે સરખામણી કરતાં તેમાં 5.7 ટકાનો ઘટાડો થયો છે. તેમ જ ટનદીઠ આવકમાં વાર્ષિક ધોરણએ 1.2 ટકાનો વધારો થયો છે. જ્યારે ત્રિમાસિક ધોરણે તુલના કરતાં ટનદીઠ રિયલાઈઝેશન એક ટકા ઘટ્યું છે.
અમ્બુજા સિમેન્ટની ટનદીઠ પડતર કિંમત રૂ. 4489ની છે. વાર્ષિક ધોરણે સરખામણી કરતાં તેમાં 4.2 ટકાનો વધારો થયો છે. ત્રિમાસિક ધોરણે તુલના કરતાં તેમાં 1.5 ટકાનો વધારો થયો છે. અમ્બુજા સિમેન્ટો ટનદીઠ EBITDA રૂ. 711નો છે. ચોઈસ રિસર્ચના અંદાજ મુજબ ટનદીઠ EBITDA રૂ. 688 થવાની ગણતરી હતી. આમ EBITDAમાં પણ અંદાજ કરતાં વધુ મોટો સુધારો જોવા મળ્યો છે.
અમ્બજા સિમેન્ટનો ખર્ચમાં ઘટાડો કરવાનો ટાર્ગેટ
ACEMનું મેનેજમેન્ટ FY2028-29 સુધીમાં કુલ ટનદીઠ ખર્ચ રૂ. 3,983 સુધી લાવી દેવાનો આત્મવિશ્વાસ ધરાવે છે. અત્યાર સુધીમાં ટનદીઠ ખર્ચમાં અમ્બુજા સિમેન્ટ રૂ. 175નો ઘટાડો લાવી લેવામાં સફળ થઈ છે. હવે કંપની વીજળી-પાવર અને ફ્યુઅલના ખર્ચમાં ટનદીઠ આશરે રૂ. 100નો ઘટાડો શક્યતાને તપાસીને આગળ વધી રહી છે. અમ્બુજા સિમેન્ટ તેની WHRS- Waste Heat Recovery System એટલે કે સિમેન્ટના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ગરમીના થઈ રહેલા વેડફાટમાં 30% સુધીનો ઘટાડો કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. આમ સમગ્ર પ્રોડક્શન સિસ્ટમની કાર્યક્ષમતામાં વધારો કરવાનું અમ્બુજા સિમેન્ટનું મેનેજમેન્ટ પ્રયાસ કરી રહ્યું છે. તદુપરાંત કાચા માલ માટે લાંબા ગાળાના સપ્લાય એગ્રીમેન્ટ્સના માધ્યમથી કાચા માલના ખર્ચમાં 8–10%નો ઘટાડો શક્યતાનો મહત્તમ એડવાન્ટેજ લેવા અમ્બુજા સિમેન્ટ સક્રિય થઈ ગઈ છે. અમ્બુજા સિમેન્ટના મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવનારા પ્રસ્તુત પગલાંઓને પરિણામે EBITDA પ્રતિ ટન 22.1 ટકાથી CAGRથી વધીને FY2028-29માં પ્રતિટન રૂ. 1,114 પહોંચે તેવી ધારણા છે.
પડતર કિંમત ઘટાડવાના આયોજન સામેના જોખમો
દરેક આયોજનો સંપૂર્ણ સફળ ન થાય તે જ રીતે અમ્બુજાના આયોજનો સારા છે. પરંતુ તેમાં થોડા જોખમો પણ રહેલા છે. અમ્બુજા સિમેન્ટ 2028-29ના નાણાંકીય વર્ષ સુધીમાં 15.5દ કરોડ ટન સિમેન્ટનું ઉત્પાદન કરવાના ટાર્ગેટ સુધી પહોંચવા માગે છે. તેને માટે વિસ્તરણની મજબૂત યોજના કંપનીએ તૈયાર કરી લીધેલી છે. તેનો અમલ પણ ચાલુ થઈ ગયો છે. આ યોજનામાં અમલમાં વિલંબ થવાની મંજૂરી મળવામાં મુશ્કેલી પડવાની કે પછી ઓપરેશનલ મુશ્કેલીઓ જેવા જોખમો રહેલા છે, ભલે હાલ સુધી કામ સારી રીતે આગળ વધી રહ્યું હોય છતાંય આ જોખમો સામે સાવ આંખ આડા કાન કરી શકાય નહિ.


