ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ–પેઈન્ટ્સ CEOનું રાજીનામુઃ રોકાણકારોએ ચિંતા કરવાની જરૂર નથી

Choice Research Private Limitedના એક્સપર્ટ્સ કહે છે કે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીજ લિમિટેના 2025-26 બીજા ત્રિમાસિક ગાળાના 7 નવેમ્બર, 2025ના જાહેર કરવામાં આવેલા પરિણામોને ધ્યાનમાં લેતાં ગ્રાસિમના સીઈઓએ રાજીનામું આપ્યા છતાં તેના શેર્સના ભાવ તૂટી જવાની દહેશત રાખવાની જરૂર નથી. ગ્રામિસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેના શેર્સમાં રોકાણકારો તેમનું રોકાણ જાળવી રાખી શકે છે. નવા રોકાણકારો પણ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના શેર્સમાં લેવાલી કરી શકે છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના શેર્સનો વર્તમાન બજાર ભાવ (CMP) રૂ. 2730 છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર્સનો ટાર્ગેટ પ્રાઈસ રૂ. 3420નો છે.
CEO રાજીનામાને કારણે થયેલ શેર ભાવ સુધારણા ખરીદવાની તક
Choice Research Private Limitedના એક્સપર્ટ્સ કહે છે કે ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ (GRASIM Industries)ના શેર્સ માટેનું અમારું BUY રેટિંગ જાળવી રાખવામાં આવે છે. ગ્રાસિમના શેર્સનો ટાર્ગેટ ભાવરૂ. 3,420 નક્કી કરવામાં આવ્યો છે. આ રહ્યા તેના કારણો.
ગ્રામિસ ઇન્ડસ્ટ્રીજના શેર્સનું મૂલ્યાંકન માળખું-Valuation Framework– તેની સ્થિતિ સંગીન હોવાનું દર્શાવે છે. કંપની પેઈન્ટ્સ સિવાયના બિઝનેસ સાથે પણ સંકળાયેલી છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલના બિઝનેસની વાત કરવામાં આવે તો કંપનીના વ્યાજ ખર્ચ, વેરા ખર્ચ, ઘસારા ખર્ચ અને એમોરટાઈઝેશનના ખર્ચ પહેલા કંપનીને થનારી આવકનું મૂલ્ય સાત ગણું- Chemicals: FY27E EBITDA પર 7x છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝનો કેમિકલનો બિઝનેસChemicals FY27E EBITDA પર 7x ગણો હોવાની બાબત કંપની માટે પોઝિટિવ છે.
આ જ રીતે Cellulosic Fibre FY27E EBITDA પર 7x ગણા EV/EBITDA આધારિત મૂલ્યાંકન પણ પોઝિટીવ નિર્દેશ આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો ગ્રાસિમનું સોલ્યુલોઝ ફાઈબરનું ઉત્પાદન કરતા એકમની વાત કરીએ તો વ્યાજ ખર્ચ, વેરા ખર્ચ, ઘસારા ખર્ચ અને એમોરટાઈઝેશનના ખર્ચ પહેલા કંપનીને થનારી આવકનું મૂલ્ય તેના ઈબીઆઈટીડીએના સાત ગણું છે. આ જ સ્થિતિ ટેક્સટાઈલ, ઇન્સ્યુલેટર અને રિન્યુએબલ એનર્જીના સેક્ટરમાં છે. પરંતુ ઈ-કોમર્સના બિઝનેસ ટુ બિઝનેસ સેગમેન્ટમાં આ મૂલ્યાંક 8 ગણું છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના પેઈન્ટના બિઝનેસમાં કંપનીએ અત્યાર સુધીમાં મેળવેલી સિદ્ધિની વાત કરીએ તો કંપનીનો માર્કેટ શેર સિંગલ ડિજિટમાં પણ ઊંચો છે. કંપની પાસેનો આ હિસ્સો તેની કુલ ક્ષમતાના 24 ટકા જેટલો જ છે. આમ તેમાં વધારો કરવાનો ભરપૂર અવકાશ રહેલો છે. આ ક્ષમતાનો ઉપયોગ કરીને કંપની ત્રણ વર્ષમાં રૂ. 100 અબજની આવક કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને Paints Businessનું મૂલ્યાંકન 2.5x FY27E EV/Sales ધોરણે કરવામાં આવ્યું છે, જે અંદાજે ₹120 અબજના રોકાણના 1.5x જેટલું છે. કંપની પાસે અન્ય રોકાણો પણ અસરકારક છે. UTCEM- UltraTech Cement માટેનું મૂલ્યાંકન સુધારવામાં આવ્યું છે. હાલમાં આ મૂલ્યાંકન રૂ.3.8 ટ્રિલિયન સુધીનું રાખવામાં આવ્યું છે. અલ્ટ્રાટેક સિમેન્ટ આદિત્ય બિરલા ગ્રુપની ફ્લેગશીપ કંપની છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના બિઝનેસના મૂલ્ય ડ્રાઈવ કરનારી મુખ્ય કંપની છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના અન્ય મુખ્ય રોકાણોમાં Aditya Birla Capital, Vodafone Idea, ABFRL અને Hindalcoનો પણ સમાવેસ થાય છે. Holdco Discount 25% રાખવામાં આવ્યો છે. આ ડિસ્કાઉન્ટ વ્યવહારુ અને સંયમિત છે.
ચાર્સ વર્ષમાં EBITDA વૃદ્ધિ અપેક્ષા (FY25–FY28E)
કંપનીની Standalone Entity માટે 54.1% વૃદ્ધિની અપેક્ષા છે. કારણ કે કંપની Paints Businessમાં ઝડપી પ્રગતિ કરી રહી છે. આ જ રીતે કોમોડિટી બિઝનેસમાં ઉચ્ચ વોલ્યુમ અને સ્પ્રેડ-પડતર કિંમત અને નફાનો ગાળો ખાસ્સો મોટો છે. તદુપરાંત B2B ઇ-કોમર્સ પ્લેટફોર્મનો વધતો ઉપયોગ કંપની માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ તમામ ગણિતોને ધ્યાનમાં લઈને આગામી એક વર્ષમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના શેરનો ટાર્ગેટ ભાવ રૂ. 3,420 નક્કી કરવામાં આવ્યો છે.
સ્ટોક માટેના જોખમો
Choice Research Private Limitedના એક્સપર્ટ્સ તરીકે અમે એમ નથી કહેતા કે કંપની સામે જોખમો જ નથી. આજે બાહ્ય પરિબળોની અસરને કારણે ઇક્વિટી કેપિટલ માર્કેટમાં રોકાણકારોની રૂચિ ઘટી શકે છે. ઘરેલું અર્થતંત્રના વિકાસની ગતિ મંદ પડી છે. પરિણામે બિલ્ડિંગ મટીરિયલ, ફાઇનાન્સિયલ સર્વિસીસ, કેમિકલ્સ અને ટેક્સટાઇલ ક્ષેત્રોમાં ડિમાન્ડ ઓછી થઈ શકે છે. તેની અસર કંપનીના સ્ટોકના પરફોર્મન્સ પર પણ જોવા મળી શકે છે.
કંપનીના Q2FY26 પરિણામ-CIE અંદાજ સાથે સુસંગત
ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના નાણાંકીય પરફોર્મન્સ અંગે ભારતની અગ્રણી બ્રોકરેજ પેઢી ચોઈસ ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝ દ્વારા આપવામાં આવેલા અંદાજની સરખામણી કરીએ તો તેનો અંદાજ વાસ્તવિકતાની ખાસ્સો નજીક છે. આ અંદાજ કંપનીના સત્તાવાર પરિણામો જાહેર થાય તે પૂર્વે જ ચોઈસ ઇન્સ્ટિટ્યૂશનલ એસ્ટિમેટમાં જાહેર કરી દેવામાં આવે છે. આ અંદાજની વિગત આ સાથે જ અહીં આપવામાં આવી છે.
| પરિમાણ | YoY | QoQ | વાસ્તવિક | CIE અંદાજ |
| Revenue | +26.1% | +4.2% | ₹96,103 Mn | ₹94,580 Mn |
| EBITDA | +12.6% | -4.8% | ₹3,662 Mn | ₹3,487 Mn |
| PAT | — | — | ₹8,045 Mn | ₹7,983 Mn |
| EPS (Q2FY26) | — | — | ₹11.8 | — |
કંપનીના બિઝનેસદીઠ આવકની વિગતો
ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને Cellulosic Fibreના બિઝનેસ થકી રૂ. 41,490 મિલિયનની આવક થાય છે. વાર્ષિક ધોરણે તેની તુલના કરવામાં આવે તો છ ટકાનો અને ત્રિમાસિક ધોરણે સરખામણી કરવામાં આવે તો 2.6 ટકાનો સુધારો થયો છે. આ ગાળામાં વેચાણમાં 5 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ લોજિસ્ટિંકની સમસ્યા તેને માટે જવાબદાર હતી. જોકે લોજિસ્ટિકની સમસ્યા હવે હળવી થઈ ગઈ છે. કંપનીનો EBITDA રૂ. 3,500 Mn થયો છે. વાર્ષિક ધોરણે તુલના કરતાં તેમાં 29.1 ટકાનો ઘટાડો અને ત્રિમાસિક ધોરણે તેની તુલના કરવાથી 8.7 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને કેમિકલના બિઝનેસ થકી થતી આવક રૂ.23,990 મિલિયનની છે. તેની વાર્ષિક ધોરણે સરખામણી કરતાં 16.8 ટકાનો સુધારો અને ત્રિમાસિક ધોરણે સરખામણી કરતાં 0.3 ટકાનો વધારો થયો છે. કેમિકલના બિઝનેસનો EBITDA રૂ.3,650 મિલિયન થયો છે. તેમાં વાર્ષિક ધોરણે 33 ટકાનો વધારો થયો છે. તેમ જ ત્રિમાસિક ધોરણે તેની તુલના કે સરખામણી કરતાં તેમાં 13.5 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના Caustic અને Chlorine Derivatives વિભાગનો નફો અને નફાકારકતા વધી છે. Building Materialsના બિઝનેસની સંયુક્ત આવક રૂ.222.5 અબજ થઈ છે. વાર્ષિક ધોરણે તુલના કરતાં તેમાં 28.1 ટકાનો વધારો થયો છે. તેનો EBITDA રૂ. 29.5 અબજનો થયો છે. તેમાં વાર્ષિક ધોરણે તુલના કરતાં 55.2 ટકાનો વધારો થયો છે. આમ સિમેન્ટનો બિઝનેસ જ કંપનીને મોટી આવક કરાવી રહ્યો છે.
ટૂંકમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝના વિવિધ વ્યવસાયો અને ધંધામાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે.
Paints CEOના રાજીનામાને કારણે થયેલ શેરભાવ ઘટાડો ટૂંકા ગાળાનો છે. લાંબા ગાળાના રોકાણકારોએ આ ઘટાડાને ખરીદી કરવાની તક તરીકે જોવી જોઈએ.


