આગામી દિવસોમાં શેરબજારના ઇન્ડેક્સની ચાલ કેવી રહેશે?

શેરબજારના ઇન્ડેક્સમાં અત્યારે બજારમાં વધુ ઘટાડો આવવાની શક્યતા બહુ જ ઓછી છે. બજારના ઇન્ડેક્સના મજબૂત સપોર્ટ લેવલ્સ ઘટાડાને સીમિત બનાવવામાં મદદ કરશે. આમ નિફ્ટી, સેન્સેક્સ અને નિફ્ટી બેંક ઇન્ડેક્સ આગામી એક-બે અઠવાડિયામાં ફરીથી ઉપર જઈ શકે છે. ગત અઠવાડિયે નિફ્ટી 50, સેન્સેક્સ અને નિફ્ટી બેંક ઇન્ડેક્સ અપેક્ષા મુજબ ઘટ્યા હતા. છતાં, નિફ્ટી બેંક ઇન્ડેક્સ ઘટાડો રિકવર કરી લીધો હતો અને અઠવાડિયાને અંતે બંધ આવ્યો ત્યારે પ્લસમાં હતો. આજ રીતે સેન્સેક્સ અને નિફ્ટીમાં આંશિક સુધારો જોવા મળ્યો હતો. અલબત્ત છેવા 0.9 ટકા માઈનસમાં બંધ આવ્યો હતો.
વિદેશી રોકાણકારોની સ્થિતિ (FPIs Sell)
FPIs ગત અઠવાડિયે ભારતીય ઇક્વિટીઝમાં નેટ સેલર-Net Sellers રહ્યા હતા. તેમણે આશરે 1.41 અબજ ડૉલરના શેર વેચ્યા હતા. પરિણામે ગયા મહિને થયેલા મોટાભાગના રોકાણના પ્રવાહની અસર લગભગ ખતમ થઈ ગઈ હતી. હવે બજારમાં સુધારાની ચાલ જોવા માટે એટલે કે બજારે નવી ઊંચાઈએ પહોંચવા માટે FPIs સતત ખરીદી ચાલુ રાખે તેની રાહ જોવી જરૂરી બની ગઈ છે.
નિફ્ટી 50 (25,492.30)
નિફ્ટી ફિફ્ટીની ટૂંકા ગાળાની ચાલની વાત કરીએ તો નિફ્ટી ફિફ્ટી મુખ્ય સપોર્ટ લેવલ્સ 25,350 અને 25,230 છે. તેનાથી બજાર નીચે જવાની સંભાવના ઓછી છે. ટેકાની સપાટીએથી નિફ્ટી ફિફ્ટી ફરીથી નવી ઊંચાઈએ પહોંચી શકે છે. ઉપરની તરફ નિફ્ટિફિફ્ટી 25,700–25,800,
ત્યારબાદ 26,300 સુધી પહોંચી શકે છે. નિફ્ટી ફિફ્ટી જો 25,230 નીચેથી તૂટે, તો 25,000 સુધી ઘટાડો શક્ય છે. ત્યારબાદ તેમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે.
મધ્યમ ગાળામાં ચાલ કેવી રહી શકે?
મધ્યમ ગાળાની બજારની ચાલની વાત કરવામાં આવે તો સપોર્ટ લેવલ્સ 25,000, 24,000, અને 23,500 છે. નિફ્ટી મધ્યમ ગાળામાં 27,500થી 28,000 સુધી અને લાંબા ગાળે 31,000–32,000 સુધી પહોંચી શકે છે. પરંતુ 23,500 નીચેથી તૂટે તો તેમાં તેજી રહેવાની ધારણા ખોટી પડી શકે છે.
નિફ્ટી બેંક (57,576.80)
બેન્ક નિફ્ટી 57,000ની સપાટીએ મજબૂત સપોર્ટ ધરાવે છે. આ સપાટીએથી નિફ્ટિ બેન્ક ઇન્ડેક્સ 59,000 સુધી કે તેનાથી આગળ 9,200 સુધી જઈ શકે છે. જો તે 57,000 નીચેથી તૂટે, તો 56,500 અથવા 56,000–55,900 સુધી ઘટાડો થઈ શકે છે, પણ ત્યારબાદ ફરીથી 57,500–59,000 સુધીનું કરેક્શન આવી શકે છે. સમગ્રતયા અવલોકન કરીએ તો બજારનું વલણ તો હજીય તેજીતરફી જ પરિણામે નિફ્ટી બેંક 61,500–62,000 સુધી જઈ શકે છે. અને લાંબા ગાળે 65,000 સુધી પહોંચવાની શક્યતા છે. બેન્ક નિફ્ટી 54,000 નીચેથી તૂટે તો બજાર માટે નકારાત્મક સંકેત ગણાશે.
સેન્સેક્સ (83,216.28)
ટૂંકા ગાળામાં સેન્સેક્સ 83,000 ની નીચે ગયો, પરંતુ 82,670 પરથી ઊછાળો આવ્યો છે. સેન્સેક્સ 82,500 સપોર્ટ ધરાવે છે. અત્યારે સેન્સેક્સ 82,000–82,200 વિસ્તારમાં રમી રહ્યો છે. ઉપરની તરફ સેન્સેક્સ 84,500–85,000 સુધી અને તેનાથી આગળ 86,500ના મથાળાને સ્પર્શી શકે છે. શેરબજાર તૂટીને 82,000 નીચે જાય તો 81,000ના તળિયાને સ્પર્શી શકે છે. સેન્સેક્સની મધ્યમગાળાની ચાલનો વિચાર કરવામાં આવે તો સેન્સેક્સ 80,000–79,000 પર મજબૂત સપોર્ટ ધરાવે છે. મધ્યમગાળામાં 88,000–89,000 અને લાંબા ગાળે 91,000–92,000 સુધી પહોંચી શકે છે. સેન્સેક્સ તૂટીને 79,000 નીચે જાય તો તેજી થવાની સંભાવના માટે તે નકારાક્તમક ગણાઈ શકે છે.
નિફ્ટી મિડકૅપ 150 (22,026.40)ની સપાટીએ છે. નિફ્ટિ મિડકેપ 21,700 એ મજબૂત સપોર્ટ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. બજાર 22,200ની ઉપર બ્રેકઆઉટ આવે તો ઇન્ડેક્સ 22,500–22,600 સુધી જઈ શકે છે. ત્યારબાદ “Inverted Head & Shoulder” પૅટર્ન આ અનુમાનની પુષ્ટિ કરશે,
ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર નિફ્ટી મિડકેપને મધ્યમ ગાળામાં 23,000–23,500ની સપાટીએ અને લાંબા ગાળે 25,000–25,500ની સપાટીએ લઈ જાય તેવી ધારણા મૂકવામાં આવી રહી છે. જો ઉપરની તરફ 22,200ની સપાટી તોડવામાં નિષ્ફળ જાય અને નીચેની તૂટીને 21,700ની સપાટીની નીચે આવે તો નિફ્ટી મિડકેપ 20,600–20,800 સુધી ઘટી શકે છે.
નિફ્ટી સ્મોલકૅપ 250 (17,020.05)
નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ 17,200–17,100ની ટેકાની સપાટી તોડીને નીચે ઉતરી ગયો છે. નિફ્ટી સ્મૉલ કેપ જો તે 17,200 ઉપરની સપાટીએ પહોંચી શકશે કે કેમ તે એક સવાલ છે. નિફ્ટી સ્મોલ કેપ તૂટીને 16,700–16,600ના તળિયા સુધી જઈ શકે છે. 17,200ની ઉપર બ્રેકઆઉટ આવે તો 17,600થી 18,000 સુધીની ઊંચાઈને સ્પર્શી જાય તેવી શક્યતા રહેલી છે. નિફ્ટી સ્મૉલ કેપ 18,100ની સપાટીને વળોટીને આગળ જાય તો તેમાં તેજીનો વક્કર જોવા મળી શકે છે અને નિફ્ટી સ્મૉલ કેપની તેજી 20,000થી 22,000 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. પરંતુ નિફ્ટી સ્મૉલ કેપ 16,600ની સપાટી તોડીને નીચે ઉતરવા માંડે તો 15,700–16,000 સુધીનો ઘટાડો આવી શકે છે. નિફ્ટિ 50માં મુખ્ય ટેકાની સપાટી 25,350 અને 25,230ની છે. તેમ જ સેન્સેક્સમાં 82,500, 82,000ની સપાટીએ મજબૂત ટેકો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટિમાં 57,200 અને 57000ની સપાટીએ મજબૂત ટેકો જોવા મળી રહ્યો છે.


