કારખાના ખૂલતાની સાથે જ સુરતનાં રત્નકલાકારોએ કાઢી રેલી, બાળકો માટે જાહેર કરેલી શિક્ષણ યોજનાનો અમલ કરવા માંગ
દિવાળી બાદ કારખાના ખૂલતાની સાથે જ સુરતમાં રત્નકલાકારોઆંદોલને ચઢ્યા છે. રત્નકલાકારોએ વિવિધ માંગણીઓનાં અનુસંધાને રેલી કાઢી સુરતના કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
સુરત ડાયમંડ વર્કર એસોસિએશન ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે રત્નકલાકારોના બાળકો માટે સરકાર દ્વારા શિક્ષણ સહાય યોજના જાહેર કરી હતી અંદાજિત 26 હજાર ફોર્મ બાળકોના નામંજૂર થતા રત્નકલાકારોમાં રોષ ભભૂકી રહ્યો છે. ફોર્મ સ્વીકારવામાં આવે તેવી રત્ન કલાકારોની માંગ છે.
રત્ન કલાકારોએ હાથમાં બેનર લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં રત્ન કલાકારો આવેદનપત્ર આપવામાં જોડાયા હતા. શિક્ષણ મુદ્દે પત્ર આપવા અંગે મહિલાઓ પણ રેલીમાં જોડાઈ હતી.
તેમણે જણાવ્યું કે શિક્ષણ જેવી પાયારીય જરુરિયતની યોજનામાં થઈ રહેલા આવા વિલંબ અને ઠાગાઠૈયાવાળી નીતિનાં કારણે અનેક ગરીબ રત્નકલાકારો શિક્ષણ સહાય 13500 રૂપિયાના લાભ થી વંચિત રહી ગયા છે તેમને પણ મંદીમા રાહત પેકેજનો લાભ મળવો જોઈએ. 26,000 ફોર્મ રદ કરવા મા આવ્યા છે તેને મંજૂર કરવામા આવે અને જરૂરિયાતમંદ અને સાચા હકદારોને યોજનાનો લાભ આપવામાં આવી તેવી અમારી માંગણી છે.



