Jaypee Infratech MD મનોજ ગૌરની ધરપકડ, 12,000 કરોડની ઉચાપતના આરોપમાં મની લોન્ડરીંગનો છે ગુનો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 12,000 કરોડની ઉચાપતના આરોપમાં રિયલ એસ્ટેટ કંપની જયપી ઇન્ફ્રાટેક લિમિટેડના એમડી મનોજ ગૌરની ધરપકડ કરી છે. આ ધરપકડ મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં કરવામાં આવી છે. તેમના પર ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. ED એ તેમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ અટકાયતમાં લીધા છે, જે મની લોન્ડરિંગને અટકાવે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે મનોજ ગૌરે ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડી કરી હતી. ED આ બાબતની સંપૂર્ણ તપાસ કરી રહી છે.
મે મહિનામાં, ED એ જયપી ઇન્ફ્રાટેક, જયપ્રકાશ એસોસિએટ્સ અને તેમની સંલગ્ન કંપનીઓના 15 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 1.7 કરોડથી વધુ રોકડ જપ્ત કરી હતી. દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ અને મુંબઈમાં PMLA હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. જયપી ગ્રુપની મુખ્ય કંપની, જયપ્રકાશ એસોસિએટ્સ, સિમેન્ટ, બાંધકામ, વીજળી, રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટીમાં વ્યવસાય ધરાવે છે. જો કે, હાલમાં મોટાભાગની કામગીરી સ્થગિત છે.



