હવે કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમમાં બેન્કના પાસબુકની સોફ્ટ કોપી રજૂ કરી શકાશે
એપ્રિલ 2027થી નવી સિસ્મટ અમલમાં મૂકાશે, સેન્ટરલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે સુધારો દાખલ કરી ચેકને બદલે ઓનલાઈન પેમેન્ટ કરવાની સુવિધા આપી
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે (CBDT)કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમ(Capital gain account scheme)માં નવી કલમ ૫૪ જીએ(Section 54 GA)નો ઉમેરો કરીને કરદાતાઓને પહેલા ચેકથી જ રકમ જમા કરાવવાની વ્યવસ્થાને બદલે હવે ઇલેક્ટ્રોનિક મોડથી પેમેન્ટ(payment through electronic mode) કરવાની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. આ જ રીતે એકાઉન્ટના હાર્ડ કોપીમાં ઉતારાની નકલ પૂરી પાડવાને બદલે ખાતામાં થયેલા આર્થિક વહેવારોની ઇલેક્ટ્રોનિક કોપી આપવાની પણ સુવિધા કરી આપી છે.આ જ રીતે બેન્કની પાસબુકની ઝેરોક્સ કોપી(Xerox copy of bank passbook) આપવાને બદલે ઇલેક્ટ્રોનિક કોપી(electronic copy of passbook) આપવાની પણ સુવિધા કરી આપી છે.
કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમમાં અત્યાર સુધીમાં ચેકથી કે પછી ડિમાન્ડ ડ્રાફ્ટથી પૈસા જમા કરાવવામાં આવતા હતા. હવે ઓનલાાઈન પેમેન્ટ કરવાની પણ છૂટ આપવામાં આવી છે. કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમ-CGAS-હેઠળ ચાલુ કરેલું ખાતું બંધ કરાવવા માટે ફોર્મ જી અને ફોર્મ એચ ફિઝિકલ કોપીમાં ભરીને આપવું પડતું હતું. હવે આ સુવિધા ઓનલાઈન ફોર્મ જી અને ફોર્મ એચ ફાઈલ(Form G & H) કરીને પણ મેળવી શકાશે. તેને માટે તેમણે ડિજિટલ સિગ્નેચર આપવી પડશે. પહેલી એપ્રિલ ૨૦૨૭થી આ સુવિધા મળશે.તેને માટે કોડ વેરિફિકેશનની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.
કેપિટલ ગેઈન એકાઉન્ટ સર્વિસ સ્કીમ શું છે?
કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમ ૧૯૮૮માં કરદાતાએ કરેલા મકાનના કે અન્ય અસ્ક્યામતોના વેચાણ પર થયેલા કેપિટલ ગેઈનની રકમને કામચલાઉ ધોરણે એક ખાતામાં જમા કરાવી દઈને વેરા માફીના લાભ મેળવી લે છે. આ એકાઉન્ટમાં નોર્મલ કરતાં ઓછું વ્યાજ આપવામાં આવે છે. ત્રણ વર્ષ સુધીનો લૉક ઇન પિરિયડ પણ છે. આવકવેરાની જુદી જુદી કલમ હેઠળ કેપિટલ ગેઈન ટેક્સમાંથી માફી માગવામાં આવે છે. કરદાતાને મકાનના કે પછી જમીનના વેચાણ થકી થયેલા કેપિટલ ગેઈનની રકમ તે નવી મિલકતની ખરીદી માટે ઉપયોગમાં ન લઈ શકે તો તેવા સંજોગોમાં તે રકમ કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમમાં રોકી દે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે બહાર પાડેલી કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમને લગતા નોટિફિકેશન મુજબ શહેરી વિસ્તારની બેન્કોની શાખાઓમાં એચડીએફસી બેન્કલિમિટેડ, આઈસીઆઈસીઆઈ બેન્ક લિમિટેડ, એક્સિસ બેન્ક લિમિટેડ, સિટિ યુનિયન બેન્ક લિમિટેડ, ડીસીબી બેન્ક લિમિટેડ, ફેડરલ બેન્ક લિમિટેડ, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક લિમિટેડ, કરુર વૈશ્ય બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક,આરબીએલ બેન્ક લિમિટેડ, સાઉથ ઇન્ડિયન બેન્ક લિમિટેડ, યશ બેન્કલિમિટેડ, ધનલક્ષ્મી બેન્ક લિમિટેડ, બંધન બેન્ક લિમિટેડ, સીએસબી બેન્ક લિમિટેડ, તામિલનાડ મર્કન્ટાઈલ બેન્ક લિમિટેડનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિણામે મેટ્રો શહેરમાં, શહેરી વિસ્તારોમાં અને અર્ધશહેરી વિસ્તારોમાં વધુ સંખ્યામાં બેન્કોમાં કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમના ખાતા ખોલાવી શકાશે.પરિણામે કરદાતાઓ માટે સ્કીમ મુજબ નાણાં રોકવાનું સરળ બનશે. મર્યાદિત બેન્કો પર મદાર બાંધવો પડશે નહિ.



