પાઈલૉટ નોર્મ્સ બદલાતા ઇન્ડિગોની સેંકડો ફ્લાઈટ્સ રદ કરવી પડી

દેશભરના એરપોર્ટ પર રઝળી પડેલા પેસેન્જર, એર પોર્ટ પર 12થી 18 કલાક સુધી રઝળપાટ કર્યા પછીય ફ્લાઈટ ન મળી
ઇન્ડિગોએ શુક્રવારે ન્યૂ દિલ્હીમાંથી ઉડાન ભરનારી તમામ ઘરેલુ ફ્લાઇટ્સ રદ્દ કરવાની જાહેરાત કરી છે. તેની અસર અન્ય મોટા એરપોર્ટ સુધી ફેલાઈ છે. અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકાતા ચેન્નાઈ અને બેંગલુરુમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ્દ થઈ છે. ભારતમાં પ્રવાસીઓની હેરફેર કરતી કુલ પાંચ ફ્લાઈટ્સમાંથી એક ફ્લાઈટ ઇન્ડિગોની છે. પરિણામે તેની મોટી અસર જોવા મળી છે. અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, બેન્ગ્લુરુ સહિતના એરપોર્ટ પર પ્રવાસીઓ રઝળી પડ્યા છે.
નવી પાયલોટ રેસ્ટ નોર્મ્સને કારણે સર્જાયેલા વિવાદનું આ પરિણામ છે. દિલ્હી એરપોર્ટ પર મૂકવામાં આવેલી પેસેન્જર એડવાઇઝરીમાં જણાવ્યા મુજબ 5 ડિસેમ્બર રાત્રે 11:59 સુધીની તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. અન્ય તમામ એરલાઇન્સની કામગીરી યથાવત્ ચાલુ છે. હાલમાં, ઇન્ડિગો દિલ્હીના એરપોર્ટ પરથી લગભગ 400 ફ્લાઇટ્સ ચલાવે છે. એરપોર્ટ ટીમોએ જણાવ્યુ કે તેઓ ભાગીદાર સંસ્થાઓ સાથે મળીને પરિસ્થિતિને નિયંત્રિત કરવા પ્રયાસ કરી રહ્યા છે. ચેન્નાઈ એરપોર્ટમાં મુસાફરોને જાણ કરવામાં આવી કે ઇન્ડિગોની બેંગલુરુ (BLR), મુંબઈ (BOM), દિલ્હી (DEL), કોલકાતા (CCU) અને હૈદરાબાદ (HYD) જનારી સાંજના છ વાગ્યા સુધીની તમામ ફ્લાઈટ્સ ‘ઓપરેશનલ રિઝન્સ’ને લીધે રદ કરવામાં આવી છે. પરિણામે દેશભરના એરપોર્ટ્સ પર સેંકડો-હજારો પ્રવાસીઓ રઝળી પડ્યા છે.
બેંગલુરુમાં ઇન્ડિગોએ શુક્રવારે 102 ફ્લાઇટ્સ રદ્દ કરી દીધી છે. બેન્ગ્લુરુથી રવાના થનારી 50 અને બેન્ગ્લુરુ આવનારી 52 મળીને કુલ 102 ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. ગુરુવારે પણ 99 ફ્લાઇટ્સ રદ્દ કરી દેવામાં આવી હતી. પૂણે એરપોર્ટ પર 5 ડિસેમ્બર રાત્રે 12થી સવારે 8 વાગ્યા સુધીની 16 આવનારી અને 16 જનારી ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. ઇન્ડિગો પાસે પાઈલોટની ટીમ ઉપલબ્ધ ન હોવાને કારણે ઇન્ડિગોના અનેક વિમાનેને પાર્કિંગ માટે જગ્યા મળી રહી નથી. તેથી જ અન્ય એરલાઇન્સની ફ્લાઇટ્સને પણ વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.આજે હૈદરાબાદમાં 76 departures અને 67 arrivals રદ્દ થઇ ચુક્યા છે. 4 ડિસેમ્બરે ઇન્ડિગોએ 350થી વધુ ફ્લાઇટ્સ રદ્દ કરી, જેથી મુસાફરોને ભારે તકલીફો પડી હતી. શિડ્યુલ સ્ટેબિલાઈઝેશનની કામગીરી ચાલી રહી હોવાથી આગામી 48 કલાક સુધી આ સ્થિતિ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે.
ઇન્ડિગો હાલમાં ફ્લાઇટ ડ્યૂટી ટાઈમ લિમિટેશન (FDTL) સંબંધિત સમસ્યાઓને કારણે રોસ્ટર તૈયાર કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે. FDTL મુજબ cockpit crew માટે ફરજના કલાકો, ફરજ વચ્ચેના આરામના સમયગાળા, ફ્લાઇટ-ટાઈમ મર્યાદાના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવા સુધારેલા નોર્મ્સ 1 નવેમ્બર, 2025થી અમલમાં આવ્યા છે. ઇન્ડિગોએ DGCA પાસે કેટલાક નિયમોમાં છૂટછાટની માંગ કરી છે તેમજ 10 ફેબ્રુઆરી સુધી કામગીરી સામાન્ય થવાની ખાતરી આપી છે.
DGCAનું કહેવું છે કે ઇન્ડિગો હાલમાં દિવસે 170–200 જેટલી ફ્લાઇટ્સ રદ્દ કરી રહ્યું છે, જે સામાન્યથી ખૂબ વધારે છે. વિક્ષેપ ન થાય તે માટે 8 ડિસેમ્બર 2025થી ઇન્ડિગો પોતાના ફ્લાઇટ ઓપરેશન્સ ઘટાડશે,
DGCAના નવા નોર્મ્સ શું છે
DGCA એ 2025માં તેના “Flight Duty Time Limitations (FDTL)” નિયમોમાં ફેરફાર કર્યા છે. તેમાં સાપ્તાહિક આરામનો સમયગાળો9weekly rest period) રાત પાળી અને વિમાનના લેન્ડિંગ (night duty & landings) તથા ફ્લાઈટની ડ્યુટીની સમયમર્યાદા(flight duty time limits) અંગેના નિયમોનો સમાવેશ થાય છે. નિયમોમાં કરેલા મુખ્ય ફેરફારો મુજબ સાપ્તાહિક આરામના કલાકો 36થી વધારીને 48 કરી દેવામાં આવ્યા છે. Night duty (રાત્રિના કામ) માટે પરિભાષા બદલી નાખવામાં આવી છે. રાતના બાર વાગ્યાથી સવારના પાંચ વાગ્યાના સમયને જ રાત્રિપાળી ગણવાનો નિર્ણય લેવાંમાં આવ્યો છે. રાત્રિ પાળીમાં જૂના નિયમ મુજબ એક પાયલોટ 6 landings/operations કરી શકતો હતો, હવે new cap — મહત્તમ 2 night landing જ કરી શકશે.
આ સાથે જ એક પાયલોટને સતત નાઈટ ડ્યૂટી આપવાના નિયમમાં પણ બદલાવ કરીને એક જ પાયલોટને સતત નાઈટ ડ્યૂટી ન આપવાનો નિયમ લાદવામાં આવ્યો છે. તેમ જ Crew roster (શેડ્યૂલ) ને advance planning સાથે સુરક્ષિત બનાવવા જણાવાયું છે: પંદર દિવસ પહેલા આ સમયપત્રક તૈયાર કરી દેવા જણાવવામાં આવ્યુ છે. આ ફેરફાર કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ પાયલોટ બહુ થાક ન લાગે તથા તેમની સુરક્ષામાં વધારો થાય તે માટે તેમની પૂરતો આરામ મળે તે માટે ડ્યૂટીના કલાકો નિયંત્રિત કરી દેવામાં આવ્યા છે.
નવા નોર્મ્સની અસર
નવા નોર્મ્સની એરલાઇન્સ અને ખાસ કરીને IndiGo પર નીચે પ્રમાણેની અસર પડતી જોવા મળી રહી છે: IndiGoની વિમાન સેવાનો વ્યાપ ભારતમાં સૌથી વધુ છે. રોજની 2200થી 2500 ફ્લાઈટ્સ ચલાવે છે. લેટ નાઈટમા વધુ પડતી ફ્લાઈટ્સ ચલાવે છે. તેનું વોલ્યુમ મોટું હોવાથી સ્ટાફની શોર્ટેજ ઊભી થઈ ગઈ છે. Novembro 2025માં, IndiGoએ લગભગ 1,232 flights રદ કરી હતી. તેમાંથી સ્ટાફની અછતને કારણે થઈ હતી.



