અમેરિકા ભારતમાંથી થતી ચોખાની આયાત પર ટેરિફ લગાવે તેવી સંભાવના

- અમેરિકાના શ્રીમંત ખેડૂતોએ ચોખાની ખેતી કરવા માટે વધુ ખર્ચ કરવો પડી રહ્યો હોવાથી અમેરિકા સરકારે અમેરિકાના ખેડૂતોને સબસિડી આપવી પડી રહી છે.
- ભારતમાંથી થતી ચોખાની કુલ નિકાસમાંથી 4.65 ટકા નિકાસ એકલા અમેરિકામાં થઈ રહી છે.
અમેરિકા આવનારા અઠવાડિયામાં ભારતમાંથી થતી ચોખાની આયાત પર વધારાના ટેરિફ લગાવવાની તૈયારીમાં છે. જોકે તેની ભારતના વિશ્વવ્યાપી ચોખા વેપાર પર કુલ અસર બહુ ઓછી રહેવાની શક્યતા છે. ભારતના ચોખા સ્પર્ધાત્મક ભાવથી દુનિયાના દેશોમાં જઈ રહ્યા છે. ભારતના ચોખાના ભાવ અમેરિકામાં ઉત્પાદન કરવામાં આવેલા ચોખાના ભાવ કરતાં નીચા હોવાથી અમેરિકાના નિકાસકારો ભારતીય ચોખાના નિકાસકારો સામે સ્પર્ધા કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.
અમેરિકા ભારતીય ચોખા પર નિશાન સાધી રહ્યું છે કારણ કે અમેરિકા પર ટેરિફ વધારવાનો દબાણ છે, કારણ કે અમેરિકામાં ચોખાની આયાત વધારે થતી નથી. પરંતુ વૈશ્વિક બજારમાં ભારતના પ્રતિસ્પર્ધી ભાવોને કારણે અમેરિકાના ચોખાના નિકાસ પર અસર પડી રહી છે.
ચોખા ઉદ્યોગના નિષ્ણાતોએ આ પગલાં પાછળના બે મુખ્ય કારણો બતાવ્યા છે:
એક, અમેરિકન ચોખાનો ભાવ એશિયાઇ દેશોની સરખામણીએ વધુ છે. તેથી અમેરિકાને તેનું વાર્ષિક 2.6 મિલિયન ટન ચોખાનું નિકાસ દક્ષિણ અમેરિકાની બહાર વધારી શકતું નથી.
બીજું, વૈશ્વિક સ્તરે ચોખાના ભાવ ઘટતા અમેરિકન ખેડૂતોને ઓછો નફો મળી રહ્યો છે, જેના કારણે ટ્રમ્પ સરકાર ખાસ કરીને એશિયાઇ ચોખાને નિશાન બનાવી રહી છે.
અમેરિકન ખેડૂતો ચોખાની ખેતીમાં નુકસાનની ફરિયાદ કરી રહ્યા છે. ‘પ્રાઇસ લૉસ કવરેજ’ કાર્યક્રમ હેઠળ ગયા વર્ષે ખેડૂતોને પ્રતિ એકર $70 સબસિડી મળી હતી. આ વર્ષે ભાવ બહુ ઓછા હોવાથી આ સબસિડી $170 સુધી વધવાની શક્યતા છે.
આમ અમેરિકાએ ચોખાના ખેડૂતો માટે આશરે $1.2 બિલિયન ખર્ચવા પડશે. ભારતના 1.35 લાખ ખેડૂતોને નિશાન બનાવીને અમેરિકા તેના 5,600 ધનાઢ્ય ખેડૂતોને મદદ કરવા માંગે છે. વધારાના ટેરિફથી મળતા પૈસા આ વધારાના સબસિડી ખર્ચ માટે ઉપયોગી થશે,
અમેરિકામાં ચોખા લોબી પણ સબસિડીની મર્યાદા $125,000 પ્રતિ ખેડૂતથી વધુ કરાવવા દબાણ કરી રહી છે. અમેરિકા નવા ફાર્મ બિલની પણ તૈયારી થઈ રહ્યુ છે. અમેરિકાનું આ પગલું ભારતની ચોખાની નિકાસ પર બહુ અસર કરશે નહિ, કારણ કે અમેરિકાનો હિસ્સો ભારતીય નોન-બાસમતી ચોખાના નિકાસમાં 24મો અને બાસમતીની નિકાસમાં ચોથો છે.
પશ્ચિમ દેશો એશિયાઇ ચોખા ઉત્પાદક દેશોની સામે “ગુપ્ત નૅરેટિવ” બનાવી રહ્યા છે. પાછલા અઠવાડિયે યુરોપિયન યુનિયને એશિયાથી ચોખાની આયાત ઘટાડવા માટે ‘સેફગાર્ડ મિકેનિઝમ’ની યોજના બનાવી છે. હવે અમેરિકા પણ વધારાના ડ્યૂટીની વાત કરી રહ્યું છે. અમેરિકાને તો આફ્રિકા જેવા બજારોમાં પણ ચોખાના ખરીદદારો મળી રહ્યા નથી. બીજીતરફ આફ્રિકાના દેશોમાં ભારત સહિત એશિયના દેશોની નિકાસ મજબૂત અને મોટી છે. આફ્રિકન દેશો અમેરિકાના મોંઘા ચોખો ખરીદી શકતા નથી. તેથી જ PL-480 કાર્યક્રમ પણ બંધ છે. તેથી ભારતને ટારગેટ કરવામાં આવી રહ્યું છે. PL-480 પ્રોગ્રામ અમેરિકાની વધારાની કૃષિ ઉપજના નિકાસને લગતી બાબતોનો કાર્યક્રમ છે. હાલમાં અમેરિકામાં ધાનની ખેતીના ખર્ચમાં ભારે વધારો થઈ રહ્યો છે. તેથી અમેરિકાના ખેડૂતોને વધુ સહાયની જરૂર છે. તેને માટે જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને નિશાન બનાવી રહ્યા છે.
■ નવા ટેરિફની ચર્ચા
સોમવારે અમેરિકન ખેડૂતો ટ્રમ્પ પાસે ફરી ફરિયાદ કરી કે ભારતીય ખેડૂત ચોખો સસ્તો વેચી ‘ડમ્પિંગ’ કરે છે. પરિણામે ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટેરિફ પર વિચારવાની વાત કરી દીધી છે. અમેરિકા કદાચ આ અઠવાડિયે દિલ્હી ખાતે થનારી ચર્ચાઓ પહેલાં દબાણ બનાવવાનો પ્રયાસ કરે તેવી સંભાવના હોવાનું જાણકાર સૂત્રોનું કહેવું છે. ટેરિફને કારણે આવનારો બોજ અમેરિકાના નાગરિકોએ જ વેંઢારવો પડશે. ભારતમાંથી 2024-25ના વર્ષમાં અમેરિકા ખાતે 2.7 લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરવામાં આવી હતી. ભારતમાંથી કુલ 60.65 લાખ ટનમાંથી અંદાજે 4.5 ટકા નિકાસ અમેરિકામાં જ થાય છે. નાણાંકીય વર્ષ 2025-26માં બાસ્મતી નિકાસ 60 લાખ ટનને વટાવી જશે,
IREF જણાવે છે કે અમેરિકામાં ભારતીય ચોખાની માંગ મુખ્યત્વે એથનિક બજારથી ચાલે છે. ખાસ કરીને બિરયાની માટે બાસ્મતીની અનિવાર્યતા છે. અમેરિકન ચોખો ભારતીય બાસ્મતીનો વિકલ્પ બની શકે તેમ નથી. સુગંધ, દાણા લંબાઈ, સ્વાદ, ટેક્સચર બધું જુદું છે. ચોખા પરની આયાત ડ્યૂટીમાં 50 ટકા સુધીનો વધારો થાય તો પણ ભારતીય ચોખાની નિકાસ ચાલુ છે અને ચાલુ જ રહેશે. આયાત ડ્યૂટીનો બોજો અમેરિકાના નાગરિકોએ કરવા પડનારા ખર્ચમાં જ આવી જશે.



