• 19 December, 2025 - 2:22 AM

આવકવેરા ખાતાએ અમદાવાદના સંખ્યાબંધ જ્વેલર્સને નોટિસ આપી

બે વર્ષમાં તમારી પાસે સોનું  ખરીદનારાના નામ અને સરનામાંને ખરીદીની વિગતો આપો

ગ્રાહકો દ્વારા રોકડેથી સોનાની કરવામાં આવેલી ખરીદી પકડવાનો પ્રયાસ

અમદાવાદઃ આવકવેરા ખાતાએ અમદાવાદના જ્વેલર્સને નોટિસો પાઠવીને છેલ્લા બે વર્ષ દરમિયાન તેમની શોપમાંથી ખરીદી કરનારા ગ્રાહકોના નામ, સરનામા અને તેમણે કરેલી ખરીદીની વિગતો આપવા જણાવવામાં આવ્યું છે. દરેક ગ્રાહકોએ કેટલી રકમની ખરીદી કરી અને તેના પેમેન્ટ કઈ રીતે કર્યા તેની વિગતો પણ આપવાની માગણી કરવામાં આવી છે.

અમદાવાદની માફક ગુજરાતના અન્ય શહેરના જ્વેલર્સને પણ આવી જ નોટિસો આપવામાં આવી હોવાના હેવાલ

આવકવેરા ધારાની કલમ ૧૩૩(૫) હોઠળ સોનીઓ અને જ્વેલર્સને આપવામાં આવેલી નોટિસોમાં જ્વેલર્સને તેની દ્વારા કરવામાં આવી રહેલા વેપાર અંગે ટૂંકમાં સમજણ આપવા જણાવવામાં આવ્ છે. આ સાથે જ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫માં તેમણે કરેલા વેપારની વિગતો આપવા જણાવવામં આવ્યું છે. આ સાથે જ પહેલી એપ્રિલ ૨૦૨૩થી ૩૧મી માર્ચ ૨૦૨૫ સુધીા બે વર્ષના ગાળા માટે તેમના બેન્ક ખાતાના ઉતારાની સંર્ણ વિગતો રજૂ કરવાની સૂચના આપી દેવામ આવી છે.

સોનીઓને તેમના ગ્રાહકોના નામ અને સરનામા આપવા જણાવવામાં આવ્યું છે. આ જ રીતે ખરીદી કરનારનો સંપર્ક નંબર પણ આપવાની સૂચના આપી છે. તેમને કેટલં સોનું વેચવામાં આવ્યું અને તેમને કેવા પ્રકારની સર્વિસ જ્વેલર્સે પૂરી પાડી તેની વિગતો રજૂ કરવા જણાવી દેવામાં આવ્યું છે. તેમની સાથેના વહેવારો કયા બિલ નંબરથી કઈ તારીખે કરવામાં આવ્યા તેની વિગતો પણ આવકવેરા કચેરીઓ માગી છે. કેટલી રકમના વેપાર કર્યા છે તેની ગ્રાહક દીઠ વિગતો આપવાની માગણી કરવામાં આવી છે.

જ્વેલર્સને તેમના ગ્રાહકે તેમને ચેકથી કેટલા નાણાં આપ્યા ને રોકડેથી કેટલા નાણાં આયા તેની વિગતો પણ માનવામાં આવી છે. કઈ તારીખનો ચેક આપ્યો છે તેની વિગતો પણ ચેક નંબર સાથે આપવાની માગણી કરવામા આવી છે.  સોનીઓ અને જ્વેલર્સને ૧૮મી ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં તમામ વિગતો આપી દેવાની માગણી કરવામાં આવી છે. પરિણામે સોનીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સોનીઓનું કહેવું છે કે રૃા. ૨ લાખથી ઓછી રકમના સોનાની ખરીદી કરનરાઓના નામ સરનામા પણ લેવામાં આવતા નથી. તેમ જ તેમની પાસે પાનકાર્ડ પણ લેવામાં આવતા નથી. આ સ્થિતિમાં તેમની વિતો કઈ રીતે આપવી તે સોનીઓ માટે એક સમસ્યા બની ચૂકી છે.

 

Read Previous

ICICI પ્રુડેન્શિયલ AMCના પ્રી-IPOમાં 26 અગ્રણી રોકાણકારોએ રોકાણ કર્યું, પ્રશાંત જૈન અને મધુસુદન કેલા અગ્રણી રોકાણકારોમાં સામેલ

Read Next

સાંડેસરા બંધુઓએ રૃા. ૫૧૦૦ કરોડ જમા આપી તમામ ગુનાઓમાંથી માફી મેળવી લીધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular